AMC વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ
વર્તમાનમા એક દરખાસ્ત લાવી ઇ -ટેન્ડર દ્વારા ૫૦૫ કરોડના ટેન્ડરની પ્રક્રિયા ચાલુ અને તેની મુદત ૩૦ મહીનાની રાખવામા આવી છે : શેહઝાદખાન પઠાણ
અમદાવાદ
AMC વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે આજરોજ એક અખબારી યાદીમા આક્ષેપ કરતા જણાવ્યુ કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ખોટી નીતીઓને કારણે શહેરીજનોને પ્રાથમિક સુવિધા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવા જ એક કામ બાબતે આગળ જણાવ્યુ કે વર્ષ ૨૦૧૭ મા મ્યુનિ કોર્પોરેશન દ્વારા એક જ કોન્ટ્રાક્ટ૨ ને ખુબ જ સક્ષમ હોવાના કારણો આપી રૂ.૫૦૦ કરોડના રોડના કામો આપી નાના મોટા બીજા કોન્ટ્રાક્ટરોને અન્યાય કરી એક જ મોટા કોન્ટ્રાક્ટર ને ફાયદો પહોચાડવાની નીતી અપનાવવામા આવી જેના પરિણામ સ્વરૂપે આખા શહેરના નવા રોડ તથા રોડ રીસરફેસના કામોમાથી ૪૫ ટકા કામો બાકી રહી જવા પામ્યા અને રૂ.૪૫૦ કરોડના રોડ તુટી ગયા હતા ! જેના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા આવા આયોજન વગરના કામોની નિષ્ફળતાના કારણે શહેરીજનો પરેશાન થવા છતા ફરી એકવા૨ વર્તમાનમા આવી જ એક દરખાસ્ત લાવી ઇટેન્ડર દ્વારા ૫૦૫ કરોડનુ ટેન્ડર ની પ્રક્રિયા ચાલુ છે અને તેની મુદત ૩૦ મહીના ની રાખવામા આવી છે આ પ્રકારની નીતી સાફ દર્શાવે છે કે જે પ્રકારે ભાજપ સરકાર દ્વારા અમુક ચોક્કસ ઉધોગપતિઓ ને મોટા આર્થિક લાભ પહોચાડવા અનેક નાના મોટા વેપાર ધંધા બંધ કરાવાની નિતી અપનાવે છે ! તેજ પ્રકારે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના સતાધિશો પણ તેજ નિતી અપનાવી અમુક મળતીયા કોન્ટ્રાક્ટરો ના હીત માટે કામ કરવાની તજવીજ કરી રહયા છે ! તેમા છેવટે તો શહેરીજનો નેજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે. અમુક મળતીયા કોન્ટ્રાક્ટરો ને ફાયદો પહોચડવા આટલા મોટા ટેન્ડ૨ બહાર પાડવામા આવે છે આટલા મોટા કોન્ટ્રાક્ટ આપવા કરતા ઘણા બધા નાના મોટા કોન્ટ્રાક્ટરો ને કોન્ટ્રાક્ટ આપવાથી એક પ્રકારની સ્પર્ધા ઉભી થશે અને ઉતમ ગુણવતાવાળુ કામ થશે તથા ઘણા બધા કોન્ટ્રાક્ટ૨ હોવાથી કામો પણ સમયસર પુરા કરી શકાશે એક જ કોન્ટ્રાક્ટ૨ હોવાના કારણે શહે૨મા અલગ અલગ જગ્યાએ પહોચી વળવુ પણ મુશ્કેલ બને છે તેથી આ બધા કારણોસર આટલા મોટા ટેન્ડર ના આપી ઘણા બધા નાના મોટા કોન્ટ્રાક્ટરોને અલગ અલગ કોન્ટ્રાક્ટ આપવામા આવે તેવી કોંગ્રેસની માંગણી છે તેથી આ પ્રકારની કાર્યવાહી રોકવામા આવે અન્યથા કોંગ્રેસ પક્ષ દ્વારા તેનો તમામ સ્તરે વિરોધ ક૨વામા આવશે.