દાહોદમાં કેજરીવાલ અને ભગવંત માનની વિશાળ જાહેર સભા : IB રિપોર્ટ મુજબ ૯૫ સીટો સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ! : અરવિંદ કેજરીવાલ

Spread the love

આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તે પરિવર્તનની નિશાની છે: ભગવંત માન

આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સૌથી પહેલું કામ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું રહેશે : ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે : ગુજરાતનાં ખેડૂતો માટે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ આ 5 પાક પર MSP આપીશું

અમદાવાદ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે દાહોદની જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, આઈબીનો એક રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને એક સર્વે કરાવ્યો હતો. આ એક સરકારી એજન્સી છે. અને આઈબીએ કેન્દ્ર સરકારને આ રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આઇબીનો રિપોર્ટ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે ! આમ આદમી પાર્ટી જીતી રહી છે પરંતું બે-ત્રણ સીટો ઉપરથી જીતી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીની જીત 40-50 સીટો પરથી થવી જોઈએ. ગુજરાતમાં એટલી બધી બેઠકો આવવી જોઈએ કે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તૂટી જાય.‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સૌથી પહેલું કામ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું રહેશે. સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે ક્યાં જાય છે ? અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે કોઈ લાંચ આપવાની જરૂર રહેશે નહીં. 1 માર્ચથી ગુજરાતના લોકોનું વીજળી બિલ ઝીરો આવવા લાગશે .જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યાકે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતનાં ઘણા લોકો આવે છે અને કહે છે કે, મોંઘવારી ઘણી વધી ગઈ છે, બાળકો ઉછેરવાના પૈસા નથી અને આવક પણ નથી વધી રહી. દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી. અને જેમના જૂના બિલ બાકી હતા તેમના જૂના બિલ માફ કર્યા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોને ઝીરો બિલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી ગુજરાતની જનતાના વીજળીના બિલ ઝીરો પર આવવા લાગશે. કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વહેંચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને અન્ય ધારાસભ્યને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને કોઈ તકલીફ નથી, પરંતુ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તેમની તકલીફ થાય છે.18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.

ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું. દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓ બહાર પાડીશું.

જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો. પેપરો ફોડવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું.

ગુજરાતનાં ખેડૂતો માટે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ આ 5 પાક પર એમએસપી આપીશું. સરકાર બન્યા પછી 6 મહિનાની અંદર જેટલા પણ જરૂરી રસ્તાઓ છે એનું પહેલા સમારકામ કરવામાં આવશે અને એક-બે વર્ષમાં બીજા તમામ રસ્તાઓને સારા કરવી દઈશું. ગુજરાતના ખેડૂતો માટે પણ અમે 5 પાકોથી શરૂઆત કરીશું અને પછી એક પછી એક એમ તમામ પાક પર એમએસપી આપવાનું શરૂ કરીશું. ગુજરાતમાં પણ અમે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસના ખેડૂતો માટે આ 5 પાક પર એમએસપી આપીશું. જો એમએસપીના સમયે બજારમાં આનાથી ઓછો ભાવ હોય તો સરકાર પાસે જજો તો સરકાર તમારી પાસેથી આ પાક ખરીદી લેશે. ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આપીશું. ઘણા વર્ષો થયા હજુ સુધી નર્મદાનું પાણી નથી પહોંચ્યું, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા કરીશું. જો દિલ્હી અને પંજાબની અંદર પાકને નુકસાન થાય છે, તો સરકાર 1 મહિનાની અંદર તેમના ખાતામાં પ્રતિ હેક્ટર ₹ 50000 એમનાં બેંક એકાઉન્ટમાં જમા કરે છે, તે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે. ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે.ભગવાન શ્રી રામનું મંદિર આવતા વર્ષે તૈયાર થઈ જશે. દરેક વ્યક્તિ મંદિર જોવા જવા માંગે છે. પરંતુ મુસાફરી અને ખાવા-પીવામાં ઘણો ખર્ચ થાય છે. પરંતુ દિલ્હીમાં અમે એક યોજના શરૂ કરી છે, જેમાં અમે દિલ્હીવાસીઓને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરવા લઈ જઈએ છીએ. દિલ્હીથી સ્પેશિયલ ટ્રેન ઉપડે છે. એ ટ્રેનમાં બધા રામ ભક્ત હોય છે. આ બધા રામ ભક્તોનું આવવું, જવું, ખાવું, પીવું, રહેવાનું બધું મફત છે. તમને ઘરેથી લઈ જવાનું અને અંતે ઘર છોડવાનું પણ, દિલ્હી સરકાર આ બધી જવાબદારી ઉઠાવે છે અને તે બધું મફત છે.  દરેક ગાય માટે ₹40 પ્રતિદિન આપીશું. દરેક જીલ્લાની અંદર એક પાંજરાપોળ બનાવવામાં આવશે જેથી જે ગાયો દૂધ આપવાનું બંધ કરી દે અને જે ગાયો રસ્તા પર રખડતી હોય તેમને પાંજરાપોળમાં લઈ જવામાં આવશે જેથી ત્યાં તેમની સંભાળ રાખી શકાય. ગાય માટે જે પણ પગલા ભરવાની જરૂર પડશે તે લેવામાં આવશે.કોંગ્રેસ અને ભાજપ એક થઇ ગઇ છે. એ લોકોએ નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ. ગુજરાતમાં બહું મોટું વાવાઝોડું આવ્યુ છે પરિવર્તનનું. આખું ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, .

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ હજારોની સંખ્યામાં ઉપસ્થિત દાહોદના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે તે પરિવર્તનની નિશાની છે. મતલબ કે ગુજરાતની જનતા જૂની સિસ્ટમથી કંટાળી ગઈ છે. આ વખતે અમે ખૂબ જ ખુશ છીએ કે તમે જૂની સિસ્ટમ બદલવા માટે ઘરની બહાર આવ્યા છો. ભાજપની બધી સભામાં જઈને આવજો પરંતુ મત આમ આદમી પાર્ટીને આપજો.એક તરફ કાદવમાં ઉગતું કમળ છે, તો બીજી બાજી તરક કાદવ સાફ કરવા માટે ઝાડૂ છે.હું યુવાનોને કહેવા માંગુ છું કે, “અગર રાજનીતિ મેં આના હૈ, તો કર કેજરીવાલ કે ઉસૂલો કી બાત લેકિન અગર રાજનીતિ મેં લંબા ટીકના હૈ તો કર અસ્પતાલ, સ્કૂલો કી બાત”.

ગુજરાતની જનતાએ આગામી 40-45 દિવસની ગેરંટી લેવી પડશે અને તે પછી આગામી 5 વર્ષની જવાબદારી અમારી છે. દાહોદમાં યોજાયેલી વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ , નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com