GJ-18 મહાનગરપાલિકા હવે ન્યુ GJ-18 અને ઓલ્ડ GJ-18થી પ્રચલિત બની છે ત્યારે ૫૦ લાખથી એક કરોડના મકાનમાં રહેનારા રહીશો ગંદકીના ત્રાસથી ત્રસ્ત થઈ ગયા છે અને તંત્રને ફરિયાદ કરે પણ તંત્ર મસ્ત થઈને ફરે છે, ત્યારે હવે ક્યારે વ્યસ્ત થશે તે પ્રજા જાેઈ રહી છે, GJ-18 ખાતે આવેલા રાયસણ કુડાસણ રાંદેસણ સરગાસણ જેવા ગામો જ્યાં પાછળ શણ આવે ત્યાં પ્રશ્નો મણ ભરીને છે GJ-18 મહાનગરપાલિકા નો વિસ્તાર વ્યાપ વધ્યો છે ત્યારે પહેલા એક થી ૩૦ સેક્ટર એટલે GJ-18 હવે અનેક ગામોથી લઈને રિંગ રોડોનો સમાવેશ કરાતા ઘણા જ ગામો મહાનગરપાલિકામાં આવી ગયા છે પણ સૌથી વધારે ટેક્સ ચુકવણું કરતું હોય તો ન્યુ GJ-18 છે ત્યારે સગવડ અને સર્વિસના નામે મીંડું જેવો ઘાટ છે તંત્ર ફરિયાદો આવે એટલે એકબીજા ઉપર દોસ્ત નો ટોપલો ઢોળે, ત્યારે રોડ રસ્તા તૂટી ગયા છે, ગટરોના પાણી બ્રેકઅપ મારી રહ્યા છે થોડોક વરસાદમાં કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય વધી ગયું છે ત્યારે ઝૂંપડા વાળા કરતાં પણ ફ્લેટો મકાનો બંગલામાં રહેતા લોકો ટેક્સ ભરવા છતાં સગવડના નામે ફક્ત અને ફક્ત અગવડો જ મળી રહી છે.
ભાજપના મેયર હિતેશ મકવાણાને અનેક ફરિયાદો મળતા પોતે રસ લઈને કામ કરી રહ્યા છે પણ હવે મેયર એક વોર્ડના નથી અને વોર્ડના પ્રશ્નોથી લઈને અનેક દરરોજ કાર્યક્રમના શિડ્યુલ હોય મીટીંગ હોય ત્યારે બીજા નગરસેવકની પણ જવાબદારી છે, ત્યારે મહાનગરપાલિકાઆખા ગામની વહુ બનીને ઘૂમતો તાણીને બેસી રહે ફક્ત કડક આદેશો થાય તો દોડે, બાકી કામના નામે મીંડું જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે સ્ટ્રીટ લાઈટો ના થાંભલા બંધ હાલતમાં છે અડધા ચાલુ થાય ત્યાં બીજા બંધ થાય ફરિયાદોના ઢગલા કામના કરે બગલા હવે જાગો મારા હગલા જેવો ઘાટ સર્જાયો છે.