GJ-18 ખાતે આજરોજ શરદપૂર્ણિમામાં ગરબાનું ભવ્યતિ ભવ્ય આયોજન ભાજપના ર્ંમ્ઝ્ર મોરચાના સહ કન્વીનર તથા ઋષિવંશી સમાજ સેવા ફાઉન્ડેશનના સુપ્રીમો હેમરાજ પાડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું કહેવત છે કે સિંહ ના ટોળા ન હોય, બાકી સિંહ સાથે રહેવા અનેકના ટોળા છે ત્યારે હમણાં જ તેમના જન્મદિને GJ-18 ખાતે મોટા કલાકારોના કાફલા સાથે કાર્યક્રમ હતો, તે ભવ્ય કાર્યક્રમથી લઈને ગુજરાતમાંથી લોકો શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. ભાઈ ,નામ કમાવવા વર્ષોના વર્ષો નીકળી જાય છે, નામ ત્યારે કમાવાય, જ્યારે કામ કરેલા હોય, સુખ દુઃખમાં ભાગીદાર રહ્યા હોય, કોરોનાની મહામારીમાં આ ભાથી બે વખત સંક્રમિત થયા તે થવાનું કારણ, લોકડાઉનમાં ઘરે ઘરે અને સૌરાષ્ટ્રમાં ૧૦,૦૦૦ કીટો અનાજ, કરિયાણાની વહેંચી હતી, પણ સારા કામમાં વિધ્ન આવે, વિધ્નસંતોષીઓ પણ આવે, પણ કુદરત હર હંમેશા આપનારની સાથે જ હોય છે ત્યારે નામ હેમરાજ એટલે હિમ જેવા સેવામાં ઠંડા નહીં, પાવરફુલ સેવામાં ગરમ, બાકી સિંહ નું રૂપ હજુ કોઈએ જાેયું નથી, ગર્જના કરે તો ખબર પડે, ત્યારે ગરીબથી લઈને નાના વર્ગ માટે સેવાની આંગળી ઊંચી રાખનારા આ ભાથીને હવે આવનારા દિવસોમાં પક્ષ દોડાવી દોડાવીને થકવી દેશે, કારણ કે સૌરાષ્ટ્રથી લઈને GJ-18ખાતે પણ ભાઈએ કાઠું કાઢ્યું છે, પ્રજા ગરીબો નાના વર્ગ ઉપર પક્કડ પાવરફુલ વધી છે,સંખ્યાથી લઈને જન્મમેદની ભેગી કરાવી હોય તો હેમરાજ પોતે કાનુડો કહેવાય, બંસી વગાડે પ્રજા એકઠ્ઠી થાય તેવો જાદુ કુદરતે તેમને શક્તિ પ્રદાન કરી છે ત્યારે સેક્ટર-૨૨ ખાતે (રંગ મંચ)માં રાત્રે શરદપૂર્ણિમામાં ગરબાનું આયોજન જે કરેલું ત્યાં મોટી સંખ્યામાં નગરજનો તથા આજુબાજુના ગ્રામ્ય જનોએ લ્હાવો લીધો હતો, શરદપૂર્ણિમા ગરબામાં શીતલ ઠાકોર જેવા કલાકારોને બોલાવીને નગરજનોને દૂધ પૌવા(ખડી સાકર) ઓર્ગેનિક થી તડા કરાવી દીધા હતા મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટ્યા હતા, પોતે કહે છે કે આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આરોગ્યની જાળવણી માટે ખડી સાકરના ટુકડા અગાસીમાં મૂકી દઈએ તો તેના કિરણો ખડી સાકરમાં ભળીને આરોગ્ય અને મનને ઉર્જા આપે છે ત્યારે શરદ પૂર્ણિમા ગરબામાં કચ્છ કાઠીયાવાડ સમાજના પ્રમુખ એવા જીલુભા ધાંધલ, ગોવિંદ ભાઈ આહિર, થી લઈને અનેક લોકો આ પ્રસંગે જાેડાયા હતા ત્યારે જીલુભા ધાંધલ પોતે ગરબા પણ ગયા હતા આ પ્રસંગે જયેશ જાેરદાર પૂર્વ નગર સેવક હર્ષાબા ધાંધલ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે આ દિવસે-રાત્રે ચંદ્રના જે કિરણો નીકળે છે એનાથી આપણા શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રના કિરણો આ દિવસે એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે
શરદ-પૂનમની રાત્રે આપણે જાે ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોવાથી આ ચંદ્રના કિરણો આ ખડી સાકરમાં પ્રવેશે છે. શરદપૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણા શરીરના આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે ઃ હેમરાજ પાડલીયા