અનંત પટેલ પરના હુમલાના તોહમતદારોને પકડવામાં નહી આવે તો આદિવાસીઓ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે : સુખરામ રાઠવા

Spread the love

જો ન્યાય નહીં મળે તો કોઈપણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેના માટેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે : અમિત ચાવડા

અમદાવાદ

ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપ પ્રેરિત ત્યાના સ્થાનિક ભારતીય જનતા પક્ષના આગેવાનો અને પ્રમુખે જે હુમલો કર્યો છે તેના વિરોધમાં આદિવાસી સમાજમાં ભારેલો અગ્ની છે. 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવેલ છે કે, તોહમતદારોને પકડવામાં નહી આવે તો ત્યાના આદિવાસીઓ અલગ અલગ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે. આ હુમલો અનંત પટેલ ઉપરનો નહીં પણ આદિવાસી સમાજ ઉપરનો હુમલો છે. આ બાબતે કોઈ ઉગ્રસ્વરૂપ ધારણ ન થાય તેની જવાબદારીના ભાગરૂપે સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને તાત્કાલીક પગલા લે તેવી વિનંતી કરું છું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના હક્ક અને અધિકારની લડાઈનું સતત નેતૃત્વ કરતા અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો. તેની જાત મુલાકાત અને સ્થળ તપાસ કરવા ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસનુ પ્રતિનિધિ મંડળ ત્યાં પહોંચ્યુ હતુ અને જે રીતે લોકોના મોઢે અને સામાન્ય આદિવાસી યુવાનોના મોઢે આપવીતી સાંભળવામાં આવી ત્યારે ખરેખર એવું લાગ્યું કે, ગુજરાતમાં કોઈપણ જાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નથી. આ હુમલો એ ધારાસભ્ય અનંત પટેલ ઉપરનો એકલા ઉપર ન હતો. આ હુમલો આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટેનો હુમલો હતો. એજ દિવસે આદિવાસી સમાજના આંદોલનકારી યુવાનોના ઘરે જઈને પણ હુમલા કરવામાં આવ્યાં છે. ધરમપુર તાલુકામાં પોલીસની ચાર-ચાર ગાડીઓ હાજર હોય તેમ છતાં પોલીસની હાજરીમાં આદિવાસી સમાજના યુવાનોના ઘરે જઈ દંડાથી લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો અને તેઓ હોસ્પિટલમાં જીવન – મરણ વચ્ચે ઘાયલ થઈને લડાઈ લડી રહ્યાં છે. અમે તે લોકોને મળ્યાં છીએ ત્યારે આ હુમલો ચૂંટણીમાં લોકોનો વિરોધ દબાવવા માટે કરવામાં આવ્યો છે. દેશના ગૃહમંત્રી જ્યારે ઉનાઈ ખાતે મુલાકાત લેવાના હોય ત્યારે તેમની મુલાકાત પહેલા ડર અને ભયના માહોલની પરિસ્થિતિનું આયોજન પૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે. જે દિવસે હુમલો થયો એ દિવસે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના વણસે એના ભાગ સ્વરૂપે સરકારને 72 કલાકમાં ગુન્હેગારોને શોઘીને તેની ધરપકડ કરવામાં ન આવે તેના માટે અલ્ટીમેટમ આપેલ છે. જો આ નહીં થાય તો ગૃહમંત્રી જ્યારે અહિં આવશે ત્યારે આદિવાસી સમાજને ન્યાય નહી મળે અને જો સરકાર તાત્કાલીક પગલા નહીં લે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ દ્વારા રસ્તાઓ ઉપર ઉતરીને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેના માટેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે . ફરીથી સરકારને એકવાર કહેવા માંગીએ છીએ કે, તાત્કાલીક પગલા ભરો જેથી કરીને ભવિષ્યમાં કોઈ અઘટીત ઘટના ન બને અને કાયદો – વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે વિનંતી પણ કરીએ છીએ.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા, ધારાસભ્ય ચન્દ્રીકાબેન બારીયા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ભીખાભાઇ રબારી, દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામાં અને મીડિયા કોરડીનેટર હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.