AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની દિલ્હીમાં ધરપકડ

Spread the love


આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) આજે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે બોલાવ્યા હતા. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરાઈ છે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સામે વાંધાજનક શબ્દ પ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા ગુરુવારે બપોરે દ્ગઝ્રઉની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાઓને સંબોધીને ઈટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો.આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતો વીડિયો અચાનક વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ વીડિયો ક્યારનો છે એ કન્ફર્મ નથી થયું, પરંતુ બે-ત્રણ વર્ષ જૂનો હોવાનું લાગી રહ્યું છે. આ મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ AAP ની આ પ્રકારની માનસિકતા દેશવિરોધી ગણાવી છે. તો રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) મોદી વિરુદ્ધ ટિપ્પણીથી દેશની મહિલાઓનું અપમાન થયાનું જણાવી ઈટાલિયાને ખુલાસો કરવા જણાવ્યું છે. જાેકે ઈટાલિયાએ સુરતમાં આ વીડિયો અંગે કહ્યું છે કે આ ભાજપની પાટીદારવિરોધી માનસિકતા દર્શાવે છે, જેથી તેઓ મારા જૂના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરી રહ્યા.વાયરલ થયેલા વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા દેખાય છે કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘નીચ’ વ્યક્તિ છે. હું પુષ્ટિ નથી કરી શકતો, પરંતુ હું તમને પૂછવા માગું છું કે શું દેશના કોઈપણ પૂર્વ વડાપ્રધાને આવી રીતે મત આપવાની નોટંકી કરી છે? આ ‘નીચ’ પ્રકારની વ્યક્તિ અહીં રોડ શો કરી રહી છે અને દેખાડી રહ્યા છે કે તેઓ દેશને કેવી રીતે ‘સી’ બનાવી રહ્યા છે. મારા કહેવાનો અર્થ તમે સમજી શકો છો. તેઓ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને મત આપવા દિલ્હીથી ગુજરાત આવે છે.”આ વાયરલ વીડિયો અંગે ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ પાટીદારવિરોધી પાર્ટી છે. હું અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી તેમની સામે લડ્યો છું. આજે જ્યારે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે મારા જૂના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. હું આગળ ન વધી જાઉં એના માટે મને રોકવામાં આવી રહ્યો છે. જાેકે આ વાયરલ વીડિયો બાબતે તેમણે કોઈ યોગ્ય રીતે ખુલાસો કર્યો નહોતો.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘નીચ’ શબ્દનો પ્રયોગ કોઈ વિપક્ષી નેતાએ આ પહેલીવાર નથી કર્યો. અગાઉ ૨૦૧૭ની સાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મણિશંકર ઐયરે પણ મોદી વિશે ‘નીચ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એ સમયે પણ ખાસ્સો ઊહાપોહ મચ્યો હતો અને ઐયરની આકરી ટીકા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com