ગુજરાતમાં આજે પ્રાઇવેટ સ્કૂલોની ફી તથા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમના અનેક સપનાઓ હોય છે દેશમાં અનેક એવા બાળકો છે કે જે રમતગમતથી લઈને ચિત્ર સ્પર્ધામાં ભલભલાના હરિફ બની શકે છે, આ રુચિ જળવાઈ રહે અને તેને બહાર લાવવા સરાહનીય પ્રયાસ આ ભાથીએ કર્યો છે, ત્યારે સરકારી શાળામાં બાળકો ભણવાથી ઠૂશ થઈ જતા હોય છે, તેમને ખુશ રાખવા ઋષિવંશી સમાજના કાર્યકરો દ્વારા તથા તેના સુપ્રીમો હેમરાજ પાડલીયા દ્વારા ડ્રોઈંગ બુક, કલર પેન્સિલ આપવામાં આવી હતી,આજની મોંઘવારીમાં આટલી કીટ ખરીદવી હોય તો ૧૦૦ થી વધારે રૂપિયા ખર્ચ થઈ જાય, ઘણીવાર ગરીબ બાળકોમાં જે રૂચી હોય છે ,તે મનની મનમાં રહી જાય છે ,ત્યારે તેની શક્તિને બહાર લાવવા સરાહનીય પ્રયાસના ભાગરૂપે સરકારી શાળામાં બાળકોને ચિત્રની કીટ આપવામાં આવી છે.
છેવાડાના માનવી સુધી વિકાસ ઝંખતા અને ગરીબોથી લઈને વંચિતોનો વિકાસ થાય તેવું હર હંમેશાં માંગણી ,લાગણી અને સદભાવના રાખતા પાડલીયા દ્વારા અનેક સેવાઓ કરવામાં આવે છે ,પછી રામ રોટી હોય કે બાપાસીતારામ ની ખીચડી કેમ ના હોય,દ્વારે આવેલો કે પછી રોડ, રસ્તા પર કંઈક ખાવાની ઈચ્છા રાખનાર ગરીબ માટે હર હંમેશા તત્પર હોય છે ,ત્યારે સરકારી શાળામાં બાળકોને ચિત્રની તમામ કીટ મળતા જે ખુશાલી અને ખુશ ખુશાલ જાેવા મળી રહ્યા છે, તે સ્મિત ખુશી જ પાડલીયા ની જમા મૂડી છે.