ઝાંઝરકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતા GJ-18 લોકસભા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ

Spread the love

આજરોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતને વિકાસ અને પ્રગતિનો પર્યાય બનાવી સૌ કોઈને ગૌરવાન્વિત કરતી તેમજ ભાજપા સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું સંત સવૈયાનાથધામ ઝાંઝરકા, જી.અમદાવાદ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પૂર્વે શ્રી અમિતભાઇ શાહે સંત સવૈયાયાધામ ખાયે પૂજા-અર્ચના કરી હતી. આ યાત્રાનું ૨૦ ઓક્ટોબરે સોમનાથ ખાતે સમાપન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, ડૉ. મહેન્દ્ર મુંજપરા, શ્રી અર્જુનરામ મેઘવાલ, ભાજપા રાષ્ટ્રીય સંગઠનના પદાધિકારીઓ શ્રીમતી ભારતીબેન શિયાળ, મહંતશ્રી શંભુનાથજી ટૂંડિયા, શ્રી બાબુભાઇ જેબલિયા, પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, ઉપાધ્યક્ષશ્રી ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી આઇ.કે.જાડેજા સહિત અગ્રણીશ્રીઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

વિશાળ જનમેદનીને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, આજે સવૈયાનાથ ધામ થી સોમનાથ સુધીની ગુજરાતના બે મોટા શ્રદ્ધાકેન્દ્રો વચ્ચે ગુજરાતની વિકાસગાથાનું પ્રતિબિંબ એવી ગુજરાત ગૌરવ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. આ ગૌરવ યાત્રા ગુજરાતના જન જન સુધી જઈને ભાજપની ભરોસાની સરકારનો હિસાબ કિતાબ રજૂ કરશે. ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦ વર્ષથી વિશ્વાસ મુક્યો અને ભાજપાએ જનતાએ મુકેલા વિશ્વાસને પરિપૂર્ણ કર્યો , ગુજરાતને દેશમાં પ્રથમ સ્થાને લઈ ગયા તેનું ગૌરવ અને જનતાને ધન્યવાદ પાઠવવાની આ યાત્રા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન, પરિશ્રમથી કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાત થી આસામ સુધી દેશ વિકાસના રસ્તે આગળ વધી રહ્યો છે તેનું ગૌરવ અપાવતી યાત્રા છે. ભરોસાની ભાજપ સરકાર રાજ્યમાં ફરી એક વખત બનશે તેવો વિશ્વાસ અપાવતી આ યાત્રા છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં રાજ્યની જનતાએ કોંગ્રેસીઓનું રાજ જોયું છે. કોંગ્રેસીઓએ ના વીજળી આપી, ના પાણી આપ્યું, ના ઉદ્યોગો આપ્યા, આપ્યા તો ફક્ત રમખાણો જ આપ્યા. કોંગ્રેસના શાસનમાં વર્ષમાં ૨૦૦ દિવસ કરફ્યુ રહેતો. કોંગ્રેસીઓ માનતા કે, જનતા વચ્ચે ખટરાગ ચાલુ રહે, લોકો અંદર અંદર લડતા રહે તો સત્તા ગુમાવવાની તકલીફ જ નહીં. રાજ્યમાં ભાજપની સરકાર આવી અમે કરફ્યુનું નામોનિશાન દૂર કર્યું. કેટલાય ચમરબંદીઓ આજે જેલના સળિયા પાછળ છે. રાજ્યમાં ભાજપાની સરકાર આવી ત્યારથી ગુજરાતમાં શાંતિ, વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધિનો બુલંદ નારો વાગ્યો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તીર્થસ્થાનોને ભવ્યતા અને દિવ્યતા આપવાનું કાર્ય કર્યું છે. ૨૫ વર્ષ પહેલાના સોમનાથ, અંબાજી, પાવાગઢના દર્શન અને આજના દર્શનમાં મોટો ફરક જણાઈ આવે છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથધામ, કેદારધામ, બદ્રીધામ, ઉજ્જેન મહાકાલેશ્વર સહિતના તીર્થસ્થાનોનો મોટાપાયે વિકાસ થયો છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન, જિલ્લા-તાલુકા પંચાયત સહિતની તમામ ચૂંટણીઓમાં ભાજપાને વિજયની હારમાળા પહેરાવી છે. જનતાના આશીર્વાદથી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ભાજપા ફરી એક વખત ૨/૩થી વધુ બહુમતી સાથે સરકાર બનાવશે. જનતાએ મુકેલા ભરોસાને ભાજપે પાર ઉતાર્યો છે. ગુજરાતમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૪ કલાક વીજળી મળી, નર્મદાનું પાણી પહોંચ્યું, અનેક ઉદ્યોગો આવ્યા. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, સુરતમાં ડાયમન્ડ બુર્જ, સ્પોર્ટ્સ સીટી અમદાવાદ, જામનગરમાં WHOનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બન્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે ગુજરાતમાં રોકાણકારોની લાઇન લાગી છે. ધોલેરામાં સેમિકન્ડક્ટરનો ૧.૫ લાખ કરોડ રૂ.નો પ્રોજેકટ આવી રહ્યો છે, ગિફ્ટ સિટીથી ગુજરાતનો વ્યાપાર ગ્લોબલ બનવાનો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમાં નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. કોંગ્રેસીઓએ દેશની અર્થવ્યવસ્થા ને ૧૧ માં સ્થાને પાછી ઠેલી હતી.

શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓ ટાણાં મારતા કે મંદિર વહી બનાયેંગે પર તિથિ નહિ બતાયેંગે અને આજે તિથિ પણ આવી ગઈ, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂમિપૂજન પણ કરી દીધું અને એજ સ્થાને ગગનચુંબી રામ મંદિર બનવાની શરૂઆત થઈ ગઈ છે. જવાહરલાલ નેહરુની ભુલોના કારણે આઝાદી બાદ પણ જમ્મુ-કાશ્મીર કલમ ૩૭૦ના કારણે ભારતથી અળગું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ઝાટકે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ કાશ્મીરમાંથી હટાવી કરોડો દેશવાસીઓની ઈચ્છા પૂર્ણ કરી. આજે અંગ્રેઝોના સાશનના પ્રતીક રાજપથને કર્તવ્ય પથ બાનાવ્યો અને મહાન સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની પ્રતિમા લગાવી. દેશમાં આજે ચૌમુખી વિકાસ થઈ રહ્યો છે તેની શરૂઆત ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતથી થઈ. ૨૦૨૨ની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ જનતાના ભરોસાનું સન્માન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરશે. જનતાના સમર્થનથી ગુજરાતમાં ફરી એક વખત શાંતિ, સુશાસન, સમૃદ્ધિનું શાસન આવશે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જાતિના રાજકારણની વાત કરીને ભરમાવવાનો પ્રયત્ન કરશે પણ માટલી પણ ટકોરા મારીને લેતી ગુજરાતની જનતા પાંચ વર્ષ માટે જ્યારે નવી સરકાર પસંદ કરવાની છે ત્યારે કોંગ્રેસને નહિ સ્વીકારે. શ્રી શાહે અંતમાં જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે ભાજપાના સંગઠનને બુથ સુધી મજબૂતીથી પહોચાડ્યું છે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારને વિકાસના રસ્તા પર તેજીથી દોડાવવાનું કાર્ય કરી રહ્યા છે. ભાજપના શાસનમાં જનતાએ મુકેલો ભરોસો ક્યારેય એળે નહિ જાય.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌરવ યાત્રા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૦૧થી ચાલી રહેલી ગુજરાતની અવિરતપણે ચાલી રહેલી વિકાસયાત્રાનું સ્મરણ છે. આ યાત્રા જનતાની લાગણી, શ્રદ્ધા અમે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેના વિશ્વાસને રજૂ કરતી જનયાત્રા છે. ભાજપાની ડબલ એન્જીનની સરકાર ગરીબ, વંચિત, શોષિત, પીડિતને યોજનાના લાભ અને સહાય મળે તે સેવામંત્રથી કાર્ય કરી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ નાની નાની બાબતોની ચિંતા કરી, નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજનીતિમાં સેવાની સંસ્કૃતિ વિકસાવી છે. ભાજપાના કાર્યકર્તા સરકારમાં હોય કે સંગઠનમાં તેમના માટે જનસેવા પહેલો ધર્મ છે. ગુજરાતની વિકાસની ઊંચાઈના મૂળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પરિશ્રમ છે અમે જનતાનો વિશ્વાસ છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌરવ યાત્રાને જે પ્રમાણે જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે તે બતાવે છે કે ચૂંટણીમાં ભાજપા રેકોર્ડબ્રેક વિજય મેળવશે. કોંગ્રેસ નબળી બની છે, નિષ્પ્રાણ થઈ રહી છે તેને વર્ષોથી રાજ્યની જનતાએ નકારી છે ત્યારે કોંગ્રેસ આજે કોંગ્રેસનું કામ બોલે છે કહી રહી છે પણ કોંગ્રેસનું કામ નહીં પણ કારનામા બોલે છે. પેજકમિટી અને બુથકમિટીના કાર્યકર્તાઓની સક્રિયતા ભાજપાના ઐતિહાસિક વિજયમાં મહત્વપૂર્ણ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com