સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ હાઉસીંગ પ્રોજેકટના કામો સામે કોંગ્રેસ પક્ષનો વિરોધ

Spread the love

આ કામ તાકીદે પરત કરી નવેસરથી રીટેન્ડર કરવા અમારી માંગણી છે : વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

અમદાવાદ

સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં કહયું કે ભાજપના સત્તાધીશો દ્વારા હાઉસીગ ફોર ઓલ-૨૦૨૨ અંતર્ગત ફૈઝ-૨૯ પેકેજ -૫૫ માં ગોતા ખાતે ૪૪૮ આવાસો બનાવવાનું કામ મુકેલ છે તે કામ નં ૨ ની ફાઇલનો અભ્યાસ કરતાં તે કામનો મુળ અંદાજ રૂા.૩૮.૬૬ કરોડનો હતો પરંતુ તે કામના કોન્ટ્રાકટર મીરામ્બીકા કન્સ્ટ્રકશન કંપનીનું ટેન્ડર ૨૪.૭૮ % વધુનું આવતાં તે કામ રૂા.૪૮.૨૩ કરોડનું બની જવા પામેલ છે તેમાંય પાછાં બહારનું ઇન્ફ્રાસ્ટ્રકચર, રેરા રજીસ્ટ્રેશન વિ અન્ય કામોના રૂા.૬.૪૬ કરોડ વધારાના આપવાના એટલે કુલ ૨કમ ૫૪.૭૦ કરોડનું થવા પામે એટલે કે મુળ અંદાજ કરતાં રૂા.૧૬ કરોડ વધુ આ કેવો વહીવટ ? અંદાજ કરતાં ૪૫ % વધુ રકમ ચૂકવવાની ? જેથી તે કામમાં પ્રતિ ચો.મી.નો ખર્ચ રૂા.૨૭૯૧૨ થવા પામે છે.આવી જ રીતે કામ નં ૩ હાઉસીંગ ફોર ઓલ-૨૦૨૨ અંતર્ગત ફૈઝ-૨૯ પેકેજ -૫૫ માં નિકોલ ખાતે ૧૧૮૦ આવાસો બનાવવાનું કામ મુકેલ છે તે કામનો મુળ અંદાજ રૂા.૭૩.૩૪ કરોડનો હતો પરંતુ તે કામના કોન્ટ્રાકટર ભાવના પ્રોપર્ટી ડેવલપર્સના સીંગલ ટેન્ડર ૨૪.૮૪ % વધુનું આવતાં તે કામ રૂા.૯૧.૫૬ કરોડનું બની જવા પામેલ છે તેમાંય પાછાં બહારનું ઇન્ફ્રાસ્ટ્રકચર, રેરા રજીસ્ટ્રેશન વિ અન્ય કામોના રૂા.૬.૪૬ કરોડ વધારાના આપવાના એટલે કુલ ૨કમ ૧૦૩.૮૨ કરોડનું થવા પામે એટલે કે મુળ અંદાજ કરતાં રૂા.૩૦.૫૦ કરોડ વધુ જેથી તે કામમાં પ્રતિ ચો.મી.નો ખર્ચ રૂા.૨૬૮૪૨નો થવા પામે જેથી બનેં કામોના મળી કુલ રૂા.૧૧૧.૦૦ કરોડના કામના કુલ ૧૫૮.૫૨ કરોડનો ખર્ચ થાય ત્યારે આવા કામમાં સામાન્ય રીતે પ્રતિ ચો.મી.નો ખર્ચ રૂા.૨૦૦૦૦નો થવા પામે છે તેમ છતાં આ કામમાં પ્રતિ ચો.મી.૬૦૦૦ થી ૭૦૦૦ રૂા.વધુ ભાવ આપવા પાછળનું કારણ સમજાતું નથી .એક તરફ અંદાજમાં અંદાજે ૫૦% વધારો બીજી તરફ પ્રતિ ચો.મી.ના ભાવમાં ૩૦% વધારો કોન્ટ્રાકટરને આપ્યો. ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી ધનસંચય કરવામાં આવી રહયો છે એક તરફ વહીવટી તંત્ર પ્રાથમિક સુવિધાના કામો માટે ફંડ ઓછું છે તેમ જણાવે છે બીજી તરફ પ્રજાના નાણાંનો આવો બેફામ વેડફાટ કરવામાં આવે એ કોઇ રીતે સુસંગત તેમજ યોગ્ય નથી.એક તરફ કોન્ટ્રાકટરોના બીલો ચૂકવવા માટે પુરતા નાણાં નથી બીજી તરફ કોન્ટ્રાકટરને પ્રજાના નાણાંની લ્હાણી કરવી એ શરમજનક બાબત છે. જેથી આ કામ તાકીદે પરત કરી નવેસરથી રીટેન્ડર કરવા અમારી માંગણી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com