Def-Expo 2022 : અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજવાની પણ તૈયારીઓ શરૂ 

Spread the love

 

ફોટો : અશોક રાઠોડ

વીવીઆઇપી મહેમાનો માટે અમદાવાદ અને ગાંધીનગરમાં 200થી વધારે હોટલનું બુકીંગ કરાયું

અમદાવાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર તમામ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી નાંખવા માંગે છે. ત્યારે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રિવરફ્રન્ટ પર એર શો માટે કંટ્રોલ સેન્ટર અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આર્મીના ટ્રકો અને જવાનો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે.આ કાર્યક્રમમાં એર માર્શલ, રક્ષા મંત્રી સહિત ત્રણેય પાંખોના વડાઓ હાજરી આપશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફાઈટર જેટના એર શોમાં તિરંગાના રંગોનું ફોર્મેશન બનાવીને દેશભક્તિનો સંદેશ આપવામાં આવશે. સાથે જ આ એર શોમાં સુખોઈ સહિતના લડાકુ વિમાનો જોડાશે.

એર શોમાં વિવિધ પ્રકારના કરતબો દરમિયાન આકાશમાં ત્રણ-ત્રણની જોડીમાં 9 કે 12 ફાઈટર વિમાનો એક સાથે જોડાશે. રિવરફ્રન્ટ પર યોજાનારા એર શોમાં ભાગ લેવા ફાઇટર જેટનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ ગયું છે. શુક્રવારે ઇન્ડિય એરફોર્સનું એક સુખોઈ વિમાન એરપોર્ટ પર ઊતર્યું હતું. આ ઉપરાંત પ્રદર્શનમાં મુકવા માટે યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ ડિફેન્સના વિશેષ કાર્ગો વિમાનમાં અમદાવાદ આવી પહોંચી હતી.આ એર શોના કારણે એરફોર્સના ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં ગર્જના કરતા જોવા મળશે. લોકોને એર શો દરમિયાન આ ફાઈટર જેટ્સના પરાક્રમ જોવા મળશે. જે દરેક માટે રોમાંસથી ભરપૂર હશે.આગામી 18થી 22 તારીખ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. આ વખતે આ સંરક્ષણ પ્રદર્શનમાં માત્ર સ્વદેશી કંપનીઓ જ ભાગ લેશે. આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે જ્યારે માત્ર ભારતીય કંપનીઓ જ ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા જઈ રહી છે. સ્વદેશી કંપનીઓ ઉપરાંત આ ડિફેન્સ એક્સપોમાં એ જ વિદેશી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ કંપનીઓ ભાગ લઈ શકે છે, જેમનું કોઈ ભારતીય કંપની સાથે જોઈન્ટ વેંચર હોય અથવા તેમની સહાયક (સબસિડિયરી) કંપની ભારતમાં હોય.Def-Expo 2022નું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપોને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ડિફેન્સ એક્સપોમાં દેશ વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે. મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 6000થી વધુ મોંઘી કાર બૂક કરવામાં આવી છે. જેમાં ઓડી, મરસીડીઝ, BMW કારનું એડવાન્સ બૂક કરવામાં આવ્યું છે.એર લાઈવ શો જોવા માટે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ માટે 1 હજારથી વધુ અધિકારી આવી પહોંચ્યા છે. આ અંગે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર રિહલર્સલ પણ થઈ રહ્યું છે. Def-Expo 2022માં મેકિંગ ઇન્ડિયાની તાકાત દેશ અને દુનિયા જોઈ શકશે.

વીવીઆઇપી મહેમાનો માટે અમદાવાદ અને ગાંધીનગર 200થી વધારે હોટલનું બૂકીંગ કરવામાં આવ્યું છે. જેમાં 3 સ્ટાર હોટલથી લઈ 5 સ્ટાર સહિતની હોટલ બૂક કરવામાં આવી છે. જોકે 18થી 22 ઓક્ટોબરના બહારથી કોઈ અમદાવાદ કે ગાંધીનગર બિઝનેસ મિટિંગો માટે આવતા હશે તો તેને હોટલમાં રૂમ મળવો મુશ્કેલ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com