ભાજપ સરકાર કોઈપણ રીતે લોકો પર મોંઘાવરીનો માર મારી રહી છે : મનિષ દોશી
કેજરીવાલે કહ્યું કે અંગ્રેજોએ પણ ખાદ્ય પદાર્થો પર ટેક્સ લગાવ્યો ન હતો
અમદાવાદ
હવે રેડી ટુ કુક પરાઠા ખાવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. ગુજરાતની એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAAR) અનુસાર, રોટલી અને પરાઠા વચ્ચે મોટો તફાવત છે, તેથી રોટી પર 5 ટકા GST લાગશે જ્યારે પરાઠા પર 18 ટકા GST લાગશે. અમદાવાદ સ્થિત વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ બાદ આ નિર્ણય આવ્યો છે. આ વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે રોટલી અને પરાઠા એક જ લોટથી બને છે તો પછી રોટલી પર 5 ટકા અને પરાઠા પર 18 ટકા GST શા માટે?
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈપણ રીતે લોકો પર મોંઘાવરીનો માર મારી રહી છે. જીવન જરૂરી વસ્તુઓ પર ટેક્સ લગાવીને લોકોને હેરાન કરી રહ્યા છે.ગુજરાતની એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAAR) એ તૈયાર-કૂક એટલે કે ફ્રોઝન પરાઠા પર 18 ટકા GST વસૂલવાના નિર્ણયને મંજૂરી આપી છે. સાથે જ કહ્યું કે પેક કરેલી રોટલી પર માત્ર 5 ટકા ટેક્સ લાગશે. આ નિર્ણય અરજદાર અમદાવાદ સ્થિત કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની અપીલ પર આવ્યો છે. પરાઠાના વ્યવસાય સાથે જોડાયેલી કંપનીઓનું કહેવું છે કે રોટલી કરતાં પરાઠા પર વધુ GST ન લગાવવો જોઈએ કારણ કે બંને ઘઉંના લોટમાંથી બને છે. તેમનું કહેવું છે કે બંને પર સમાન રીતે ટેક્સ લાગવો જોઈએ.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની AAAR ઓથોરિટી દ્વારા ફ્રોઝન પરાઠા પર 18 ટકા GST લાદવા પર પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે કહ્યું કે અંગ્રેજોએ પણ ખાદ્ય પદાર્થો પર ટેક્સ લગાવ્યો ન હતો. કેજરીવાલે ટ્વીટ કરીને મોંઘવારીમાંથી મુક્તિ મેળવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ પણ ખાદ્ય ચીજવસ્તુઓ પર ટેક્સ લગાવ્યો ન હતો. આજે દેશમાં મોંઘવારીનું સૌથી મોટું કારણ કેન્દ્ર સરકાર દ્વારા આટલો GST વસૂલવામાં આવે છે. તેને નીચે લાવવો જોઈએ અને લોકોને મોંઘવારીમાંથી મુક્તિ મળે.
ગુજરાત GST ઓથોરિટીએ કહ્યું કે રોટલી ખાવા માટે તૈયાર છે, જ્યારે કંપનીના પરાઠા ફ્રીઝ છે એટલે કે રાંધવા માટે તૈયાર છે. ટેક્સ સત્તાવાળાઓ સ્પષ્ટપણે કહે છે કે પરાઠા અને રોટલી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી વગર રોટલી ખાઈ શકો છો, પરંતુ માખણ કે ઘી વગર પરાઠા બનતા નથી, કારણ કે ઘી કે બટર પરાઠા લક્ઝરીની શ્રેણીમાં આવે છે, તેથી તેના પર 18 ટકા ટેક્સ વસૂલવો વ્યાજબી છે.