પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અને રાધનપુર બેઠક ઉપરથી હારનો સ્વાદ ચાખી ચૂકેલા અલ્પેશ ઠાકોર સામે રાધનપુર મત વિસ્તારમાં ઉગ્ર વિરોધ બની રહ્યો છે. પૈણું પૈણું કરતા અલ્પેશ ઠાકોરની જાનને લીલાતોરણે પાછી લાવવા માટે ભાજપના જ નેતાઓ મેદાને પડ્યા છે અને અલ્પેશ ઠાકોર સામે મોરચો માંડ્યો છે.રાધનપુર બેઠક ઉપર અત્યારે ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે અને ભાજપના નેતાઓ જ મેદાને પડ્યા છે અને આગામી સમયમાં આ વિરોધ ઉગ્ર બની શકે છે અને મામલો યાદવાસ્થળી સુધી પણ પહોંચી શકે છે. આ બધાની વચ્ચે ભાજપે ગુપ્ત સરવે કરાવ્યો છે અને આ સરવેમાં જાે અલ્પેશ ઠાકોરને ટિકીટ આપવામાં આવે તો બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. ઠાકોર સમાજની વ્યાપક નારાજગી ભારે પડતી જાવા મળી રહી છે અને જેના કારણે ભાજપ હવે કોઇ જાખમ લેવા માગતો નથી. અલ્પેશ ઠાકોરને અન્ય કોઈ સલામત બેઠક ઉપરથી ચૂંટણી લડાવવામાં આવી શકે છે જેમાં ગાંધીનગર દક્ષિણની બેઠક સલામત માનવામાં આવી રહી છે. ગાંધીનગર દક્ષિણની બેઠક ઉપરથી ભાજપના શંભુજી ઠાકોર હાલ ધારાસભ્ય છે તો અલ્પેશ ઠાકોરના દીકરાનું સગપણ કર્યું છે તે વેવાઈ પણ આ મત વિસ્તારમાં મોટું નામ ધરાવે છે ત્યારે વેવાઇના દમ ઉપર અલ્પેશ ઠાકોર ચૂંટણી જીતી શકે છે.તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી જીતવાની શુભેચ્છા આપી હતી અને બાદમાં હવે મામલો ગરમાયો છે અને ઠાકોર સમાજ આકરા પાણીએ જાેવા મળી રહ્યો છે. રાધનપુરમાં પત્રિકાઓ ફરતી થઇ ગઇ છે અને તેમાં લખ્યું છે કે, જીતશે સ્થાનિક, હારશે બહારનો. પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં આગામી ૧૧મી ઓક્ટોબરના રોજ સમીના રણાવાડા ખાતે ભાજપના નેતાઓ દ્વારા ભાજપ વિરુદ્ધ સંમેલન બોલાવાયું હતું અને અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો હતો. અલ્પેશ ઠાકોર બહારના ઉમેદવાર છે અને કોઈ કાળે ટિકીટ આપવામાં ન આવે તેવી માગણી પણ અગાઉ કરવામાં આવી ચૂકી છે. અગાઉ સાંતલપુરના કોરડા ખાતે ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું અને તેમાં ભાજપના આગેવાનો અને પૂર્વ ધારાસભ્યો સહિત અનેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમણે એકસૂરે માગણી કરી હતી કે, અઢારે આલમમાંથી કોઇને પણ ટિકીટ આપો પણ અલ્પેશ ઠાકોરને ટિકીટ આપશો નહીં. અલ્પેશ ઠાકોર સામે ભાજપના સ્થાનિક નેતાઓએ મોરચો માંડ્યો છે જેના કારણે આગામી સમયમાં અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. અગાઉ બનાસકાંઠામાં બનાસ ડેરીના કાર્યક્રમમાં કહ્યું હતું કે, મારે પરણવું છે અને તમારે મને રાધનપુરથી પરણાવવાનો છે, ગયા વખતે જાન માંડવેથી પાછી ગઇ હતી ત્યારે આ વખતે તેવું ના થાય તે જાેજાે. જાે કે, અલ્પેશ ઠાકોરની જાનને લીલાતોરણે ઘેર લાવવા માટે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓએ કમર કસી છે. વધુમાં અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર દ્વારાતેમના કોંગ્રેસના ક્વોટામાંથી ગોવિંદજી ઠાકોરને ટીકીટ અપાવી હતી જે ટીકીટ હારી ગયા હતા, ત્યારે હિંમાશુ પટેલની ૫ વર્ષની મહેનત બાતલ ગઇ હતી, તો પણ આ ભાથી પક્ષને વફાદાર રહ્યા હતા, ત્યારે હવે રાધનપુર ખાતે વિરોધ થતાં હવે દક્ષિણમાં નજર અલ્પેશ ઠાકોરે દોડાવતા પાછા હિંમાશુને હવે નડી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં GJ-18ની દક્ષિણની સીટમાં વિરોધ વંટોળ થાય તેવા સંકેતો મળી રહ્યા છે, કારણ કે અહીંયા સ્થાનીક ઉમેદવારોમાં ઠાકોર, પટેલ પાવરફુલ અને સક્ષમ તથા જીતી શકે તેવા પણ છે, ત્યારે ભાજપને હવે ક્યાંથી હરાવવા તે પેચીદો પ્રશ્ન અલ્પેશનો બનવાનો છે, ત્યારે એક મોટા નેતાએ રાજકરણ રમવા જાેરદાર દાવ નાંખ્યો છે,તેમાં કોંગ્રેસના મહાબલી એવા બળદેવજી ઠાકોરની સામે અલ્પેશજીને લડાવવા, જાે જીતી જાય તો વર્ષોથી ગઢ કોંગ્રેસનો તુટે, અને હારી જાય તો ઠંડા પાણીએ નાવું પડે, ત્યારે આ દાવ અગાઉ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામે પુરષોત્તમ સોલંકીને લડાવ્યા હતા, ત્યારે ભાજપને હતું, કે પુરુષોત્તમ સોલંકી હારી જશે, પણ લીડથી જીત્યા હતા, ત્યારે હવે આ દાવ અહીંયા અજમાવાય તેવી શક્યતાઓ સુત્રો જાેઇ રહ્યા છે,ત્યારે ભાજપને કલોલ સીટમાં જે પણ જીતે લાડવો તો ભાજપને જ મીઠો ખાવા મળે,
આવનારા દિવસોમાં GJ-18 દક્ષિણની સીટમાં સ્થાનીકોનો વિરોધ વંટોળ વધે તેવી શક્યતા, ત્યારે ઉચ્ચકક્ષાએ GJ-18 ભાજપના હોદ્દેદારોને પૃચ્છા કરતાં તેમણે કલોલ સીટ લડાવવા જણાવ્યું છે, બાકી અહીંયા GJ-18 દક્ષિણની સીટમાં સ્થાનીકોનો વિરોધના કારણે ભારે તકલીફનો સામનો કરવો પડશે, ત્યારે ભાજપમાંથી વિષ્ણુજી ઠાકોર ટીકીટ માંગી છે, અને નહીં આપે તો અપક્ષ લડવાની તૈયારી બતાવી છે,
ભાજપમાં ઠાકોર સમાજના અને પાટીદાર સમાજના મજબુત નેતાઓ દક્ષિણમાંથી ટીકીટ માંગી છે, ત્યારે સ્થાનીકને પહેલાં ચાન્સ હોય તેમ હવે આવનારા દિવસોમાં વિરોધ-વંટોળ થાય તો નવાઇ નહીં,
ભાજપ દ્વારા સર્વે કરાતા રાધનપુરની બેઠક જાેખમ હોવાથી અલ્પેશને કલોલ બેઠક પર લડાવવા ઉત્સુક, પાવરફુલ બળદેવજીને હરાવવા અલ્પેશને મૂકે તેવી શક્યતા
લીલીપેનના સપના જાેનારા, મુંગેરીલાલ ભારે ટેન્શનમાં,
દક્ષિણની સીટમાં સ્થાનીકોનો ભારે વિરોધ, ગત ચૂંટણીએ કોંગ્રેસના હિંમાશુ પટેલનું નડ્યા હતા, હવે સ્થાનીકોને,