હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં 12 નવેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે મતગણતરી : ગુજરાતની ચૂંટણી ૮ મી ડીસેમ્બર પછી યોજાશે 

Spread the love

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર

પિક અને ડ્રોપ, ઘરેથી પણ મતદાન, મહિલાઓ માટે અલગ બુથ, કેશ-ડ્રગ્સ જેવી હેરફેર પર કડક વોચ

નાગરિકો C-vigil એપ કરી શકશે ફરિયાદ, કોરોના નિર્દેશોનું પાલન, દિવ્યાંગોને વ્હીલચેરની વ્યવસ્થા

અમદાવાદ

હિમાચલ પ્રદેશની ચૂંટણી અંગે વિગતો આપતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે હિમાચલમાં 68 સીટ છે. 22 જિલ્લા છે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો છે અને તેમાં ‘લોકશાહીનો તહેવાર’ પણ ઉમેરાવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ કરી છે.કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પણ કરવામાં આવી છે.

જાહેરનામાની તારીખ: 17 ઓક્ટોબર

એક તબક્કામાં થશે ચૂંટણી

ઉમેદવારી પત્ર ભરવાની તારીખ: 25 ઓક્ટોબર

ઉમેદવારી કરવાની અંતિમ તારીખ: 29 ઓક્ટોબર

મતદાન: 12 નવેમ્બર

મતગણતરી: 8 ડિસેમ્બર

ગુજરાતની ચૂંટણીની જાહેરાત અત્યારે કરવામાં આવી નથી જેથી દિવાળી બાદ એટલે કે હજુ પણ 15-20 દિવસ પછી જાહેર થશે તેવી શક્યતાઓ છે.એટલે કે હવે આઠમી ડિસેમ્બર પછી યોજાશે.ચૂંટણી જાહેરાત થતાં જ ગુજરાત અને હિમાચલ પ્રદેશની બોર્ડરને સીલ કરી દેવામાં આવશે તથા કેશ-ડ્રગ્સ જેવી હેરફેર પર કડક વોચ રાખવામાં આવશે. એરપોર્ટ પર ખાસ નજર રાખવામાં આવશે, તમામ એજન્સીઓને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે કે કેશની સાથે સાથે ગુડ્સ પર પણ નજર રાખવામાં આવે તેવી સૂચનઆ આપી દીધી હોવાની પણ માહિતી આપી હતી. કોરોનાને ધ્યાને લેતા ચૂંટણીમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાને ધ્યાને રાખીને આપવામાં આવેલ તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવશે.ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે કહ્યું હતું કે લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એટલા માટે પિક અને ડ્રોપની સુવિધા પણ આપવામાં આવશે. જો કે આ સુવિધા વિશેષ સ્થિતિમાં જ આપવામાં આવશે.80 વર્ષથી વધુની ઉમરના લોકો, દિવ્યાંગ અને કોરોના સંક્રમિત લોકો જો મત આપવા માંગે છે અને બુથ સુધી નથી આવી શકે તેમ તો તેમણે માટે ચૂંટણી આયોગે આગવી વ્યવસ્થા કરી છે. અને આવા મતદાતાઓના ઘરે જઈને તેમણે મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.મતદાન કેન્દ્ર પર દિવ્યાંગોને વ્હીલચેર આપવામાં આવશે. તેમના મતદાન માટે અલગથી ગોઠવણ કરવામાં આવશે. મહિલાઓ માટે અલગ બૂથ ઊભા કરવામાં આવશે તેમજ તમામ બૂથ પર પાણી અને ગરમીમાં રાહત મળે તેવી વ્યવસ્થા હશે.જો ચૂંટણીમાં પૈસા, ડ્રગ્સ અથવા કોઈપણ પ્રકારના પાવરનો દુરુપયોગ થાય છે, તો નાગરિકો C-vigil એપ પર તે લગતી જાણકારી આપી શકે છે. ઉમેદવારોની માહિતી એપ પર જ ઉપલબ્ધ થશે. અમે એપ પર ઉમેદવારોના ગુના અને સંપત્તિ વિશે માહિતી ચૂંટણી પંચ એપ પર મૂકશે જેથી મતદાતાઓ પોતાના ઉમેદવારને જાણી શકશે.દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.ચૂંટણી પંચે ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર કરી દીધી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.ગુજરાતમાં હજું ઘણા સરકારી કાર્યક્રમો બાકી છે. ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજિત છે, જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક કારણોથી એ પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. આ ઉપરાંત પણ ઓક્ટોબર મહિનામાં ઘણાં નાના-મોટા કાર્યક્રમો છે જે સરકાર દ્વારા આયોજિત કરાયેલા છે. બીજી બાજુ વાત કરીએ તો 18 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશનો 8 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ગુજરાતની તારીખો મોડી કરવાનું નક્કી કર્યુ હોઈ શકે.

2017 માં, ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકોમાંથી 44 પર સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 21 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. એક સીટ સીપીએમના ખાતામાં ગઈ અને બે અપક્ષ ઉમેદવારો પણ જીતવામાં સફળ રહ્યા. ત્યારબાદ ભાજપની પાર્ટીના પ્રદેશ એકમના અધ્યક્ષને તેમની વિધાનસભામાં હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમ કુમાર ધૂમલને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી જયરામ ઠાકુરને સીએમ બનાવવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com