ગુજરાતમાં 18 થી 22 ઓક્ટો. DefExpoનું આયોજન : ગાંધીનગરમાં 18 ઓક્ટોબરે રક્ષામંત્રી રાજનાથસિંહ ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદ દરમિયાન આફ્રિકન રાષ્ટ્રોના સંરક્ષણ મંત્રીઓની યજમાની કરશે

Spread the love

સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે યોજાનાર પ્રદર્શન નિહાળવા સામાન્ય નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  ડિફેન્સની ત્રણેય પાંખ દ્વારા અલગ અલગ કરતબો કરવામાં આવશે : eventreg.in/registration/visitor વેબસાઇટ પર ઇ ટીકીટ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે

ગાંધીનગર

કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર DefExpo ૨૦૨૨ અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે તા. 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો અંતર્ગત સાબરમતી રિવર ફ્રન્ટના પૂર્વ કાંઠે જાહેર જનતા માટે પ્રદર્શન જોવા જરૂરી સૂચનાઓ જાહેર કરાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૮ થી ૨૨ ઓક્ટોબર દરમ્યાન એર શો યોજાશે જેમાં ડિફેન્સની ત્રણેય પાંખ દ્વારા અલગ અલગ કરતબો કરવામાં આવશે.

 

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 18 ઓક્ટોબર, 2022ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં 12મા ડિફેન્સ એક્સપોની બાજુમાં ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદ (IADD) દરમિયાન આફ્રિકન રાષ્ટ્રોના સંરક્ષણ મંત્રીઓની યજમાની કરશે. સંવાદની વ્યાપક થીમ ‘ભારત-આફ્રિકા: સંરક્ષણ અને સુરક્ષા સહકારને મજબૂત કરવા અને સિનર્જાઇઝિંગ માટે વ્યૂહરચના અપનાવવી’ છે.ભારત અને આફ્રિકા ગાઢ અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે. આફ્રિકા પ્રત્યેનો ભારતના અભિગમને 2018માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવેલા કમ્પાલા સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ભારતની સંલગ્નતા આફ્રિકન અગ્રતાઓ પર આધારિત છે જે આફ્રિકનોએ પોતે દર્શાવેલ છે.06 ફેબ્રુઆરી, 2020ના રોજ DefExpo સાથે જોડાણમાં લખનૌ, ઉત્તર પ્રદેશમાં સૌપ્રથમવાર ભારત-આફ્રિકા સંરક્ષણ મંત્રીઓની કોન્કલેવ યોજાઈ હતી. એક સંયુક્ત ઘોષણા – ‘લખનૌ ઘોષણા’ – પરિષદના અંતે પરિણામ દસ્તાવેજ તરીકે અપનાવવામાં આવી હતી.’લખનૌ ઘોષણા’ ને ચાલુ રાખીને અને હિતધારકો સાથે પરામર્શમાં, IAADને દર બે વર્ષે એકવાર DefExpo દરમિયાન યોજવા માટે સંસ્થાકીય કરવામાં આવ્યું છે. IADD પરસ્પર જોડાણ માટે કન્વર્જન્સના નવા ક્ષેત્રોની શોધ કરશે, જેમાં ક્ષમતા નિર્માણ, તાલીમ, સાયબર સુરક્ષા, દરિયાઈ સુરક્ષા અને આતંકવાદનો સામનો કરવા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાઈ રહેલા ડિફેન્સ એક્સ્પો-2022ની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 18મીએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હેલિપેડ ખાતે યોજાનાર એક્સ્પોને ખુલ્લો મૂકશે. 70થી વધુ દેશોના પ્રતિનિધિઓ સહિત 25 દેશોના સંરક્ષણ મંત્રીઓ આવશે. અત્યાર સુધીના સૌથી મોટા ડિફેન્સ એક્સપોમાં આવનાર વીઆઆઈપી મહેમાનો માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદની ટુ થી લઈ ફાઈવ સ્ટાર ટુ સહિતની 500થી વધુ હોટલોના 9 હજાર રૂમ બુક થઈ ગયા છે.

Def-Expo 2022ના વિવિધ કાર્યક્રમનો લ્હાવો લેવા મુલાકાતીઓને ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે સાથે જ ઇ-ટિકિટમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઇ-ટીકીટ eventreg.in/registration/visitor વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. મુલાકાતીઓએ પ્રદર્શન સ્થળના પ્રવેશ દ્વાર પર પ્રવેશ કરતા પહેલા QR કોડ/બાર કોડ સ્કેન કરવાનો રહેશે અને સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ દા.ત. આધાર કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/મતદાર આઈડી/પાન કાર્ડ વગેરે રજૂ કરવાના રહેશે. પ્રદર્શન દરમિયાન કોવિડના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. જેમાં મુલાકાતીઓને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. પ્રદર્શન સ્થળે મુલાકાતીઓનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે.પ્રદર્શન સ્થળ પર પીવાના પાણી, શૌચાલય, મોબાઇલ ચાર્જીંગ પોઇન્ટ, હેલ્પ ડેસ્ક, વગેરે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મુલાકાતીઓ કોઈપણ ખાદ્યપદાર્થો/હેન્ડ બેગ, છૂટક વસ્તુ જેવી કે કાગળ, પ્લાસ્ટિક, પોલીબેગ વગેરે લઇ જઇ શકશે નહીં. પ્રદર્શનની મુલાકાતે વાહન લઈને આવતા મુલાકાતીઓને નિર્ધારિત પાર્કિંગ સાઈટ પર જ પોતાના જોખમે વાહન પાર્ક કરવાના રહેશે. પાર્કિંગની સુવિધા મર્યાદિત હોવાથી મુલાકાતીઓને આવવા-જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. પ્રદર્શન સ્થળે ધૂમ્રપાન, તમાકુ ઉત્પાદનો અને દારૂ સખત પ્રતિબંધિત છે. મુલાકાતીઓને સ્વચ્છતા,શાંતિ અને સામાજિક વ્યવસ્થા જાળવવા અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com