ભાવનગર
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારત માતા કી જય સાથે ભાવનગરની જાહેર સભામાં હજારો લોકોને સંબોધતા કહ્યું કે, આ દેશના સૌથી મહાન દેશભક્ત મહારાજા કૃષ્ણ કુમારને આઝાદીના 75 વર્ષમાં ભારત રત્ન આપવામાં આવે, તેનાથી ભારત રત્નનું સન્માન વધશે. આંદોલનમાં જેનાં પર ખોટા કેસ કરીને જેલમાં પુરી દેવામાં આવ્યા છે, તે બધા ખોટા કેસો પાછા ખેંચી લેવામાં આવશે. ગુજરાતને ભ્રષ્ટ્રાચાર મુક્ત શાસન આપીશું. . સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. તમારે 15 ડિસેમ્બર પછી કોઈને પણ કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે. 1 માર્ચથી ગુજરાતના લોકોનું વીજળી બિલ ઝીરો આવવા લાગશે, બધા જુના બિલો માફ કરવામાં આવશે . મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માનની રકમ જમા કરાવીશું .ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું .
ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલીશું. દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું. ગુજરાતનાં ખેડૂતો માટે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ આ 5 પાક પર MSP આપીશું .આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, નવી સરકાર જોઈએ છે. કોંગ્રેસને 70 વર્ષ આપ્યા, ભાજપને 27 વર્ષ આપ્યા, બસ એક મોકો આપો. અરવિંદ કેજરીવાલ 7 વર્ષમાં જે કર્યું તે ભાજપ કોંગ્રેસ 70 વર્ષમાં કરી શકી નથી તેવું ભગવંત માને કહ્યું હતું.
1952માં દેશમાં પહેલી ચૂંટણી થઈ હતી અને આજે એ પહેલી ચૂંટણીને 70 વર્ષ વીતી ગયા છે, પરંતુ નિંદ્રાધીન પાર્ટીએ દેશને શું આપ્યું? અરવિંદ કેજરીવાલજીએ 7 વર્ષમાં જે કરી બતાવ્યું તે ભાજપ કોંગ્રેસ 70 વર્ષમાં કરી શકી નથી. આજે દિલ્હીમાં અમે મફત વીજળી આપી છે, મફત સારવાર આપી છે, ખાનગી શાળાઓની મનમાની પર રોક લગાવી છે અને શાનદાર સ્તાઓ બનાવ્યા છે. પંજાબમાં અમારી સરકાર બનીને 7 મહિના થયા છે અને આજે પંજાબમાં 50 લાખ ઘરનું વીજળીનું બિલ શૂન્ય આવે છે. કોંગ્રેસના એક નેતા ભાજપમાં જોડાયા હતા અને તેમની સામે કેસ ચાલી રહ્યો હતો. તેણે કેસમાંથી નામ હટાવવા માટે તે વિજિલન્સ ઓફિસમાં ગયા હતા અને ત્યાં વિજિલન્સના અધિકારીને 50 લાખની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિજિલન્સે તેને કસ્ટડીમાં લઇ લીધો. ભાજપ અને કોંગ્રેસવાળા આવું જ કરતા હતા, પણ અમે ભ્રષ્ટાચાર પર રોક લગાવી દીધી.અહીંના રસ્તાઓ એટલા ખરાબ છે કે અમે વિચારીએ છીએ કે રસ્તામાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છેઃ ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણને ભરપૂર પ્રેમ મળે છે, આપણે વિચારીએ છીએ કે આનાથી વધુ પ્રેમ આપણને ન મળી શકે, પરંતુ બીજા દિવસે ગુજરાતની જનતા અમને વધુ પ્રેમ આપે છે અને તમામ રેકોર્ડ તૂટી ગયા છે. હું ઈચ્છું છું કે ગુજરાતની જનતા દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડે. અમારા વિરોધીઓ એવી વાતો ફેલાવે છે કે અમે અહીં હેલિકોપ્ટર દ્વારા આવીએ છીએ પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે અહીં 50 કિલોમીટરની મુસાફરી કરવામાં અઢી કલાકનો સમય લાગે છે. અહીંના રસ્તાઓ એટલા ખરાબ છે કે અમે વિચારીએ છીએ કે રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે. દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ પ્રામાણિક સરકાર બનવી જોઈએ.
ભાવનગરમાં આયોજિત વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ અને યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા