આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ 12 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી : બિપીન ચૌધરીએ કમળ છોડી ઝાડું પકડતાં લોટરી લાગી 

Spread the love

અમદાવાદ

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આજે પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. પાંચમી યાદીમાં કુલ 12 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વ્યારા બેઠક પરથી બિપીન ચૌધરીના નામની જાહેરાત થઈ છે. બિપીન ચૌધરીએ ભાજપમાંથી રાજીનામું આપી આપમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ ભાજપ સંગઠનના પ્રમુખ પણ રહી ચુક્યા છે.બિપીન ચૌધરીએ કમળ છોડી ઝાડું પકડતાં તેમને લોટરી લાગી છે.

છેલ્લા ઘણા સમયથી એક જબરજસ્ત ક્રાંતિની લહેર ઊઠી છે. અરવિંદ કેજરીવાલજીની ગેરંટીના માધ્યમથી ગુજરાતના જન સુધી મુદ્દાની વાત પહોંચી છે. અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફત આપવાની ગેરંટી આપી છે. ગુજરાતના એક એક બાળકને શાનદાર અને મફત શિક્ષણ આપવાની ગેરંટી આપી છે. ગુજરાતના તમામ નાગરિકોને સારામાં સારી આરોગ્યની સારવાર વ્યવસ્થા પૂરી પાડવાની ગેરંટી આપી છે. ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ગેરંટી આપી છે. યુવાઓને સરકારી નોકરી આપવાની ગેરંટી આપી છે. વેપારીઓને લાંચથી જે હેરાનગતિઓ છે, લાઇસન્સ રાજ, રેડ રાજમાંથી મુક્તિ આપવાની ગેરંટી આપી છે. કેજરીવાલજીની ગેરંટીને લઈને લોકો એમ માને છે કે કેજરીવાલ જે બોલે છે તે કરીને બતાવે છે કેમ કે, દિલ્હી પંજાબમાં કહ્યું એ મુજબ વીજળી મફત આપી છે. દિલ્હી અને પંજાબમાં ભ્રષ્ટાચારને ખતમ કરવાનું કામ કરવામાં આવ્યું. દિલ્હીમાં સારામાં સારી સ્કૂલ બની ચૂકી છે પંજાબમાં બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અરવિંદ કેજરીવાલજીની વિશ્વાસનીયતા વધી રહી છે. આ જોતા ગુજરાતના એક એક વ્યક્તિનો ભરોસો દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી પર વધી રહ્યો છે. કેજરીવાલજીના વિચારને અને આમ આદમી પાર્ટીની ગેરંટી ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મહા અભિયાન ચાલી રહ્યું છે. જેને વધુ મજબૂત બનાવવા માટે અલગ અલગ સંગઠનની ઘોષણા કરવામાં આવી ચૂકી છે. સૌથી સક્રિય અને મજબૂત સંગઠન કોઈ પાર્ટી પાસે હોય તો તે માત્ર આમ આદમી પાર્ટી પાસે છે. જેનો અમને ગર્વ છે. અમારા તમામ કાર્યકર્તાઓ દિવસ રાત બદલાવવા લાવવા માટે કામ કરી રહ્યા છે.

પાછલા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ ચાર યાદીઓના માધ્યમથી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી એમ કહેતા હતા કે રાજનીતિ કરવા નહીં, રાજનીતિ બદલવા આવ્યા છીએ. ઘણા મોટા પાયા પર રાજનીતિની અંદર બદલાવ આવ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં જોઈએ તો ચૂંટણી જાહેર થયાના મહિનાઓ પહેલા ઉમેદવાર જાહેર કરવાની ક્યારે કોઈ પ્રથા રહી નથી. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી પહેલા એવા વ્યક્તિ અને પાર્ટી છે કે, જેમણે મહિનાઓ અગાઉ ઉમેદવાર જાહેર કરીને ગુજરાતની રાજનીતી બદલાવનો સંકેત આપ્યો છે. મહિનાઓ પહેલા ઉમેદવારોને જાહેર કરવાથી ઉમેદવારોને જનતા સુધી જવાનો પૂરતો સમય મળે છે. જનતાને પણ જે ઉમેદવાર છે તેમને જાણવાનો, સમજવાનો, એની સાથે સંબંધ બનાવવાનો પૂરતો સમય મળે છે. આ રીતે ઉમેદવાર અને જનતા બંનેને એકબીજાને સમજવાનો, એકબીજા સાથે લાગણીના બંધનથી બંધાવવાનો પૂરતો સમય મળે છે જેનો ફાયદો આમ આદમી પાર્ટી ને મળી રહ્યો છે. આજે વધુ એક યાદી સાથે આમ આદમી પાર્ટી આવી છે. અગાઉ કુલ 41 જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂક્યા છીએ. આજની યાદીમાં કુલ 12 વધુ ઉમેદવારોને આમ આદમી પાર્ટી એ પસંદ કર્યા છે. ભુજ વિધાનસભામાંથી અમારા લોકસભા ઇન્ચાર્જ રાજેશભાઈ પિંડોરીયાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજેશભાઈ ભુજ લોકસભાના પ્રમુખ છે. આમ આદમી પાર્ટીના જુના અને સક્ષમ કાર્યકર્તા છે.

ઈડર વિધાનસભામાંથી જયંતીભાઈ પ્રણામીને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદની નિકોલ બેઠકમાંથી અમારા જુના સાથી અશોકભાઈ ગજેરાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદની સાબરમતી વિધાનસભામાંથી અમારા અગ્રણી જશવંતભાઈ ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મોરબીના ટંકારા વિધાનસભામાંથી સંજયભાઈ ભટાસણાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોડીનાર વિધાનસભામાંથી વાલજીભાઈ મકવાણાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.મહુધા વિધાનસભામાંથી રાવજીભાઈ વાઘેલાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બાલાસિનોર વિધાનસભામાંથી ઉદયસિંહ ચૌહાણને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મોરવા હડફ વિધાનસભામાંથી બાનાભાઈ ડામોરને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઝાલોદ વિધાનસભામાંથી અનિલભાઈ ગરાસીયાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડેડીયાપાડા વિધાનસભામાંથી આદિવાસી સમાજના આગેવાન ચિતારભાઈ વસાવાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.  વ્યારા વિધાનસભામાંથી બીપીનભાઈ ચૌધરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

કુલ 12 ઉમેદવારોને હું શુભેચ્છા પાઠવું છું. હું ગર્વ સાથે કરી શકું છું કે, આમ આદમી પાર્ટીએ તમામ સમાજના, તમામ તબક્કાના, તમામ વર્ગના લોકોને ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. એકદમ સામાન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિને પણ ટિકિટ આપવામાં આવી છે. શિક્ષક વર્ગના પ્રતિનિધિને પણ ટિકિટ આપવામાં આવી છે. વ્યાપારી વર્ગના વ્યક્તિને પણ ટિકિટ આપવામાં આવી છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય તો પણ એને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. નાનામાં નાના માણસને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. જેમનો કોઈ રાજનીતિક ઇતિહાસ નથી, રાજનીતિમાં એમના પરિવારમાંથી કોઈ નથી પણ દેશ માટે સેવા કરવાની ભાવના હોય એવી તમામ વ્યક્તિઓને આમ આદમી પાર્ટી દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે, સન્માન આપવામાં આવ્યું છે. હું એમ સમજું છું કે દેશની એકમાત્ર પાર્ટી જે એક નવા વિચાર સાથે, યુનિક આઈડિયા સાથે કામ કરી રહી છે. આમ આદમી પાર્ટી જ આવા બોલ્ડ, બાહોશ, હિંમત ભર્યા નિર્ણયો લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com