ગાંધીનગરમાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોદી@20 પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું

Spread the love

ગાંધીનગર

ગાંધીનગરમાં આજે ગુજરાતના બૌદ્ધિકો દ્વારા યોજવામાં આવેલા એક આનંદપ્રદ સમારંભમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ નામના પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું હતું. નરેન્દ્ર મોદીના નેતૃત્વના ગુણોના અનેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ દેશમાં સાંસ્કૃતિક પુનર્જીવન લાવ્યા છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના સુશાસન અને તેમણે લીધેલા સાહસપૂર્ણ નિર્ણયોના પરિણામે ભારતને વૈશ્વિક સ્તરે ઊંચા મંચ પર મજબૂત સ્થાન પ્રાપ્ત થયું છે. આ સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ, તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, લેખકો, કવિઓ, સંપાદકો અને કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી માત્ર વર્તમાનને બદલવા માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છે એવું નથી પરંતુ દેશના ભાવિ માર્ગને આકાર આપવા માટે તેમની દૂરંદેશી પર પણ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધી પછી, શ્રી મોદીજી બીજા એવા નેતા તરીકે ઓળખાય છે કે જેમણે દેશના લોકો સાથે સીધો સંવાદ કરીને આપણા રાષ્ટ્રનો ધબકાર પારખ્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે, આ પુસ્તક શ્રી મોદીજીના નેતૃત્વમાં તેમની 20 વર્ષની કારકિર્દીમાં સુશાસનનો સાચો હિસાબ છે જેમાં મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ અને પ્રધાનમંત્રી તરીકે 8 વર્ષનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતુ કે, “પુસ્તક પ્રધાનમંત્રીની દૂરંદેશીને પણ ડીકોડ કરે છે અને આપણા લોકોના ભલા માટે તેઓ જે મોટા સપનાં જુએ છે, તે સમજવામાં મદદ કરે છે. શ્રી મોદીજીએ આતંકવાદ સામે ભારતની ભૂમિકાની પુનઃ રચના અને ફરી પરિભાષા તૈયાર કરી છે”.શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે આપેલી ટિપ્પણીમાં, એક સાચા નેતા તરીકે મોદીના અનન્ય ગુણો પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યએ શ્રી મોદીજીના નેતૃત્વ હેઠળની નીતિઓ અને પહેલોને કારણે વિકાસના અનેક લક્ષ્યો સિદ્ધ કર્યા છે. જ્યારે દરેક અન્ય દેશોમાં મંદી ચાલી રહી છે ત્યારે ભારતની સારી કામગીરી અંગે IMF દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા લોકો માટેના મૈત્રીપૂર્ણ એવા કેટલાક નિર્ણયોને કારણે આ શક્ય બન્યું છે.કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ લોકોને પ્રધાનમંત્રીની દૂરંદેશીને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે. બ્લુક્રાફ્ટ ફાઉન્ડેશન દ્વારા અંગ્રેજીમાં પ્રકાશિત આ પુસ્તકની, ગુજરાતી આવૃત્તિ નવભારત પબ્લિકેશન્સ દ્વારા બહાર પાડવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સુધા મૂર્તિ સહિતના બાવીસ મહાનુભાવોએ લખેલા એકવીસ પ્રકરણોનો સંગ્રહ, ‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પુસ્તક છે જેનું વિમોચન ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ આ વર્ષે મે મહિનામાં નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. શ્રી મોદીની વીસ વર્ષની સફર વિશેની સમજદારીપૂર્ણ વિગતોને સમાવતું આ પુસ્તક તેમના સમર્થ નેતૃત્વ હેઠળ ગુજરાતના પરિવર્તન અને ભારતના વિકાસની ઝાંખી કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com