અમદાવાદમાં ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટના કામો માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત છે તેવો વિપક્ષ નેતા શેહજાદખાનનો આક્ષેપ

Spread the love

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

ભા.જ.પ દ્વારા કોઇ નક્કર આયોજન વગર પ્રજાને લોલીપોપ આપવામાં આવે છે તે સામે અમારો સખ્ત વિરોધ : શેહઝાદ ખાન

અમદાવાદ

વોટર સપ્લાય એન્ડ સુઅરેંજ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા કહયું કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ કાર્યો કિંમટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ છે .સત્તાધારી ભાજપ દ્વારા ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ કરવા બાબતે સને ૨૦૧૭ થી સમયાંતરે વારંવાર બજેટમાં મુકવામાં આવતાં હતાં તે કામો માટે નાણાંની જોગવાઇ પણ કરવામાં આવતી હતી પરંતુ તે કામ કરવા ભાબતે કોઇ પણ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવતું ન હતું તેટલું જ નહી પરંતુ સને ૨૦૨૧ની મ્યુ. કોર્પોની સામાન્ય ચૂંટણી સમયે ભાજપ દ્વારા ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ કરવા બાબતે વાયદો કરવામાં આવેલ હતો પરંતુ કોઇ કામગીરી થયેલ નહી સને ૨૦૧૭ થી ૨૦૨૨ સુધીમાં અંદાજે ૨૫૦ થી પણ વધારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકો મળી હોવા છતાં તે સમયે કોઇ કામો લાવેલ નહી. હવે જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહેલ છે ત્યારે છેલ્લે મળનારી કિમટીમાં ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ કરવા બાબતે કામો લાવેલ છે ત્યારે અમદાવાદ શહેરના વિકાસમાં કોગ્રેસ પક્ષ હમેશાં સાથ-સહકાર આપતો આવ્યો છે.અને આપતો રહેશે.પરંતુ સત્તાધારી ભા.જ.પ દ્વારા કોઇ નક્કર આયોજન વગર પ્રજાને લોલીપોપ આપવામાં આવે છે તે સામે અમારો સખ્ત વિરોધ છે. જેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં તેનું ખાતમુર્હત કરી માત્ર વાહવાહી મેળવવા બાબતે સત્તાધારી ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી સાજીસ કરવામાં આવી રહી છે.આ કામ બાબતે સા પહેલાં વર્લ્ડ બેંક પાસેથી ૭૦ કરોડ મેળવવાનું આયોજન હતું પરંતુ વર્લ્ડ બેંક તરફથી લોન આપવા બાબતે સ્પષ્ટ નનૈયો હોવાને કારણે હવે રાજ્ય સરકાર પાસેથી ૧૨૦૦ કરોડ મેળવવાનું આયોજન હાથ ધરેલ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્ય સરકાર પાસે મ્યુનિ.કોર્પોના જુના બાકી નાણાં લેવાના કેટલાય સમયથી બાકી છે જેમાં ૭૦:૨૦:૧૦ ની સ્કીમના રૂા.૭૫ કરોડ, સ્વર્ણિમ ગુજરાતના અંદાજે ૩૦૦ કરોડ, ઓકટ્રોયની અવેજીમાં અપાતી ગ્રાન્ટના કરોડો રૂા. આમ અનેક રકમ બાકી નીકળે છે તેમજ રાજ્ય સરકારની નાણાંકીય પરિસ્થિતી કથળવા પામેલ છે ત્યારે રાજય સરકાર ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ કરવા બાબતે નાણાંકીય સહાય કરશે તે શકાંસ્પદ બાબત છે.આ અગાઉ પણ સત્તાધારી ભાજપ દ્વારા શહેરીજનોને અમદાવાદ શહેરને શાધાંઇ બનાવવા, થર્ડ ફાસ્ટેસ્ટ સીટી ઇન ધ વર્લ્ડ,મીન સીટી- કલીન સીટી, લવેબલ અને લીવેબલ સીી, ડસ્ટ થી સીટી, ઝીરો વેસ્ટ સીટી જેવા આપેલા માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી વયનો વાહવાહી મેળવવા બાબતે આપ્યા હતા. શાસકપક્ષ દ્વારા શહેરીજનોને આપેલા મોટા ભાગના વચનો પાળી શકાયા નથી. જેથી સોશિયલ મીડીયામાં “વિકાસ ગાંડો થયેલ છે” તેવા કટાક્ષો પ્રજાએ વાયરલ કરેલ જેથી હવે પ્રજાને મુરખ બનાવી શકાય તેમ નથી તેવું સત્તાધારી ભાજપને લાગતાં છેલ્લે મળનારી કમિટીમાં ઉતાવળે અને કોઇ નક્કર આયોજન વગર ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ કરવા બાબતે કાર્યો લાવી પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવેલ છે જેને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com