રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણી માટે આજે અમદાવાદમાં કુલ 90 ટકા મતદાન : બુધવારે પરિણામ

Spread the love

સોનિયા ગાંધી , પ્રિયંકા ગાંધી , રાહુલ ગાંધી , મનમોહનસિંહે પણ મતદાન કર્યુ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અમિત ચાવડાએ પણ મતદાન કર્યું

અમદાવાદમાંથી મતદાન પેટીને સીલપેક કરીને દિલ્હી માટે રવાના કરી દેવામાં આવી

અમદાવાદ

કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ની ચુંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર જંગમાં છે.અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અમિત ચાવડા સહિત કુલ ૩૫૮ લોકોએ વોટ આપ્યા હતા. ચૂંટણી કમિશનર માટે PRO રાખવામાં આવ્યા હતા .PRO શોભાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી ૪૦૮ મતદારો છે.જેમાંથી ૩૫૮ મત મળ્યા છે. એકદમ નિષ્પક્ષ રીતે આ ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. 19 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ આવશે. આવશે.અમદાવાદ કોંગ્રેસ ભવનમાં કુલ 90 ટકા મતદાન થયું હતું.મતદાન પૂર્ણ થઈ જતા બંને મતદાન પેટીને સીલપેક કરીને દિલ્હી માટે રવાના કરી દેવામાં આવી છે.બંને અધ્યક્ષ પદના ઉમેદવારોના એજન્ટ પણ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બહાર પણ હતા અને અંદર પણ હતાં. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ એજન્ટોએ જે પણ ડેલિગેટ્સે વોટ આપ્યો છે. તેમના આઈ કાર્ડ ચેક કરવામાં આવ્યા સીરીયલ નંબર પણ નોટ કરવામાં આવ્યાં અને બંને ઉમેદવારોના એજન્ટ પણ આ તમામ પ્રક્રિયાથી સંતુષ્ટ છે.આ સાથે જ બેલેટ બોક્સને પણ એજન્ટની સામે જ બંધ કરવામાં આવ્યા હતા.બીજા પ્રદેશના છ લોકોએ ગુજરાતમાં વોટ આપ્યા મહત્વનું છે કે જે ગુજરાતના ડેલિગેટ્સ હતાં તેમણે ગુજરાતની બહાર વોટ આપ્યા છે, જ્યારે બીજા પ્રદેશના છ લોકોએ ગુજરાતમાં વોટ આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે અધ્યક્ષ પદની ચૂંટણી માટે 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે ત્યારે લગભગ 25 વર્ષ બાદ કોંગ્રેસના કોઈ બિન ગાંધી નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસને મળશે. રાજકોટમાંથી માત્ર ૭ મતદારો એ.આઇ.સી.સી.ના ડેલીગેટસે છે. 137 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણી કરવા માટે 17 ઓક્ટોબર, સોમવારે મતદાન યોજવામાં આવ્યું જેમાં સમગ્ર રાજ્યોમાંથી કુલ ૯૬ ટકા મતદાન થયું હતું. તે માટે દેશભરમાં તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCC)નાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મતદાનની ટકાવારી ઘણી ઊંચી હતી. મતગણતરી અને પરિણામની જાહેરાત બુધવારે કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીમાં 24 વર્ષ બાદ ફરી વાર ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને પક્ષપ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવશે.આ પદ માટે પક્ષના બે વરિષ્ઠ નેતા વચ્ચે હરીફાઈ છેઃ મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર. કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં આ માત્ર છઠ્ઠી જ વાર પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. પક્ષનાં કાર્યવાહક પ્રમુખ સોનિયા ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલયમાં મતદાન કર્યું હતું જ્યારે રાહુલ ગાંધી હાલ ‘ભારત જોડો’ યાત્રામાં છે તેથી કર્ણાટકના બેલ્લારીમાં મતદાન કર્યું હતું. થરૂરે કેરળના તિરુવનંતપુરમમાં પક્ષના મુખ્યાલયમાં જ્યારે ખડગે કર્ણાટકના બેંગલુરુમાં પક્ષની કચેરીમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટી ચેરમેન મધુસુદન મિસ્ત્રીએ પત્રકારોને જણાવ્યું કે 96 ટકા મતદાન થયું છે. 9,900માંથી 9,500 જણે મતદાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com