આપની સરકાર બનશે તો પછી વહેલી તકે આશા વર્કર બહેનોની તમામ માંગણીઓ પુરી કરવામાં આવશે
અમદાવાદ
આશા વર્કરોના આંદોલનનું નેતૃત્વ કરનારા ચંદ્રિકાબેન સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ગુજરાતમાં આશા વર્કરના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકાબેન સોલંકી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમે તમને જણાવી દઈએ કે, ચંદ્રિકાબેન કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિની મહિલા વિંગના પ્રમુખ છે. સાથે જ તેઓ ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વિદ્યા સહાયક તરીકે પણ કામ કરી ચુક્યા છે.
ચંદ્રિકાબેન પોતાની લાયકાત મુજબ આરામથી જીવન જીવી શકતા હતા પરંતુ જ્યારે તેમણે કામદારોના આર્થિક શોષણ થઇ રહ્યું છે તે જોઈ ત્યારે કામદારોના અધિકારો માટે લડવા 2016માં ચંદ્રિકાબેન તે પીડિતોનો અવાજ બન્યા હતા.ચંદ્રિકાબેન સરકારથી નિરાશ આશા વર્કરની દરેક માંગ અને સમસ્યાઓ સાથે અરવિંદ કેજરીવાલ પાસે ગયા હતા ત્યાં અરવિંદ કેજરીવાલએ ચંદ્રિકાબેનને વિશ્વાસ અપાવ્યો હતો કે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 15 ડિસેમ્બરે જ્યારે સરકાર બનશે તે પછી વહેલી તકે આશા વર્કર બહેનોની તમામ માંગણીઓ પુરી કરવામાં આવશે.આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને સતત ગુજરાતની જનતાને ગેરંટીઓ આપી રહ્યા છે.