ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રથમવાર HTOની ડેમોસ્ટ્રેશન સાથે લાઈવ સર્જરી : કુદરતી સાંધો બદલ્યા વિના ઢીંચણનો દુઃખાવો દૂર કરતી સર્જરી

Spread the love

 

મહિલા દર્દી પર ૯૦ મીનીટની સફળ સર્જરી : દેશભરમાં ૧૦૦ થી વધુ ઓર્થોપેડીક સર્જનોની હાજરીમાં લાઈવ ડેમોસ્ટ્રેશન આવી સર્જરીથી દર્દીને લાંબા ગાળે કાયમી રાહત મળે છે. – ડૉ. દિનેશ ઠક્કર

અમદાવાદ

આમ તો સામાન્ય રીતે વધતી જતી વયમાં ઢીંચણના, સાંધામાં દુઃખાવો કે તેને લગતી અન્ય સમસ્યા ઉભી થાય તો મોટા ભાગના લોકોને ઢીંચણના સાંધા બદલવાની સર્જરી થતી હોય છે. પરંતુ શહેરની ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રથમવાર જ એક મહિલા દર્દીનું ઢીંચણના સાંધાને બદલ્યા વિના એટલે કે કુદરતી સાંધો મૂળ સ્થિતીમાં રાખીને ડેમોસ્ટ્રેશન સાથેની લાઈવ સર્જરી કરવામાં આવી હતી. આ અંગેની કોન્ફરન્સમાં શહેર સહિત દેશભરના ૧૦૦જેટલા ઓર્થોપેડીક સર્જનો હાજર રહ્યા હતા.

આ અંગે શહેરના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડૉ. દિનેશ ઠક્કરે માહીતી આપતા જણાવ્યું કે આમતો અત્યાર સુધી મોટાભાગે ઢીંચણના દુઃખાવા કે તેમાં પડતા ધસારાને લગતી સમસ્યામાં ઢીંચણના સાંધા બદલીને સર્જરી કરવામાં આવતી હતી પણ ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રથમવાર જ ઈન્ડીયન ઓર્થોપેડીક અને ગુજરાત ઓર્થોપેડીકના સંયુકત ઉપક્રમે રવિવારે હાઈટીબીયલ એસ્ટીયોોમી HTO ના ડેમોસ્ટ્રેશન સાથે લાઈવ સર્જરી કરતી કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મુંબઈના ડૉ. મંજીલ પરિહાર, કાનપુર ના ડો. સંજય રાસીઓમી,સહીત દેશભરમાંથી ૧૦૦જેટલા ઓર્થોપેડીક સર્જન હાજર રહ્યા હતા.

ડૉ. ઠક્કરે વધુમાં જણાવ્યુ કે ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલના ૫૨ વર્ષના એક મહિલા દદીને તેમના ઢીંચણનો કુદરતી સાંધો બદલ્યા વિના ૯૦ મીનીટની સર્જરી કરવામાં આવી હતી જેનું આ કોન્ફરન્સ દ્વારા લાઈવ સર્જરી દર્શાવાઈ હતી તેમણે વધુમાં જણાવ્યુ હતું કે સર્જરી બાદ જે તે દર્દી તેમની ઢીંચણની લગતી સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જાય છે.

ડૉ. ઠક્કરે વધુમાં જણાવ્યુ હતું કે, ૫૨ વર્ષના આ મહિલા દર્દી પર પ્રથમવાર આવી સર્જરી કરવામાં આવી છે ત્યારે ઓર્થોપેડીક સર્જન તરીકે હુ અન્ય સર્જનોને પણ અપીલ કરુ છું કે તેઓ પણ આવી સર્જરી કરે તો જે તે દર્દીને તેમના દર્દમાં લાંબાગાળે રાહત અને કાયમી છુટકારો મળી શકે, ડૉ. ઠક્કરે અત્યાર સુધીમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલી સર્જરી કરી છે. જો કે કુદરતી સાંધો બદલ્યા વિના ની ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલમાં આવી પ્રથમ સર્જરી કરી છે. આ સર્જરી બાદ દર્દીને પલાઠી વાળીને બેસવામાં કોઈ તકલીફ પડતી નથી. તેમજ જેમ દર્દીને આઉટડોર રમત રમી શકે છે. તેમજ ઉઠવા બેસવામાં કોઈ તકલીફ પડતી નથી. આ ઉપરાંત ઢીચણ વાળીને બેસવામાં કે નમાઝ પઢવામાં કોઈ સમસ્યા રહેતી નથી તેથી આવી સર્જરી જે તે દર્દીને લાંબા ગાળે રાહતરૂપ નીવડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com