NCP સાથે ગઠબંધન માટે વાતચીત પ્રદેશ કોંગ્રેસ અને NCP કરશે : દિવાળી બાદ કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરશે : ગેહલોત
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે પત્રકાર પરિષદ પહેલા ઉમેદવારોની પસંદગી માટેની ચર્ચા કરવા ગુજરાત કૉંગ્રેસ નાં નેતાઓ સાથે એક બેઠક યોજી હતી જેના નામોની ચર્ચા દિલ્હીમાં મળનારી સ્ક્રીનીંગ કમિટીની બેઠક માં ઉમેદવારોની ચર્ચા કરશે.બાદમાં અશોક ગેહલોતે પત્રકાર પરિષદ કરીને દાવો કર્યો હતો કે ગુજરાતમાં ભાજપની સરકાર કૈલાશનાથન ચલાવે છે. NCP સાથે ગઠબંધન માટે વાતચીત ચાલી રહી છે નિર્ણય પ્રદેશ કોંગ્રેસ અને NCP કરશે. અને દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. અને કાઁગ્રેસના દિલ્હીનાં નેતાઓ ચૂંટણી પ્રચાર પણ કરશે.કૉંગ્રેસ આ વખતે ગામડામાં ઘરે ઘરે જઈને ખાટલા બેઠક કરી આયોજન કરી રહી છે જેથી કૉંગ્રેસ સંપૂર્ણપણે જીત મેળવશે .
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે પીએમ મોદી વારંવાર ચૂંટણીને લઈને ગુજરાત આવી રહ્યા છે જેને લઈને દિલ્હીના કામ નથી થઈ રહ્યા તો ગુજરાતમાં PMO ઓફીસ શરૂ કરી દેવી જોઈએ જેથી કામ થઈ શકે. મોદી આવી આવીને યોજનાઓની જાહેરાત કરી દે છે . કેજરીવાલ મોદીના ભાઈ જેવા જ છે.કેજરીવાલ પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે.કોંગ્રેસના કાર્યકર્તા અત્યારે ગામડામાં કામે લાગેલા છે.કમિટમેન્ટ પેમફ્લેટ ઘરે ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં રાજસ્થાન જેવી યોજના શરૂ કરવામાં આવશે.સીએમ ભલા માણસ છે પરંતુ આટલા ભલા માણસનું કામ નહી.વિધાસભાની ચૂંટણીમાં ટકોરા મારી મારીને આ વખતે ટીકીટ આપવાનું નક્કી કર્યું છે . રાહુલગાંધી લોકશાહી અને અર્થતંત્રને બેઠું કરવા ભારત જોડો પદયાત્રા કરી રહ્યા છે.જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.અમદાવાદથી થરાદ કૉંગ્રેસની યાત્રામાં જોડાવવા રવાના થયા હતા.