અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં DCP અને જોઈન્ટ પોલીસ કમિશ્નરના સ્તરે વ્યાપક ફેરફારો થવાની સંભાવના
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કરેલા ઓર્ડર પ્રમાણે લીવ રિઝર્લ કંટ્રોલમાં ફરજ બજાવતા બી પી ચૌધરીને ઓસઓજી, એન કે રબારીને ટ્રાફીક, એ વાય પટેલને સાયબર ક્રાઈમ, જી જે રાવતને એસઓજી, વી બી આલ અને બીએસ સુથારને ક્રાઈમ બ્રાન્ચ, યુ એચ વસાવાને એસઓજી તથા એસઓજીમાં ફરજ બજાવતા પી એમ ગામીતને એસસી/એસટી સેલમા નિમણૂંક આપવામાં આવી છે.આ અધિકારીઓને તાત્કાલીક અસરથી બદલીના નવા સ્થળ પર ફરજ પર આવવાના સંજય શ્રીવાસ્તવના ઓર્ડર છે.
બીજી બાજુ કેન્દ્રીય ચૂંટણી પંચના અનેક રિમાઇન્ડર છતાં, રાજ્ય સરકાર હજુ સુધી IPSની બદલીઓ કરી શકી નથી. જે ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જરૃરી છે. પંચના નિયમ પ્રમાણે પોસ્ટિંગમાં ત્રણ વર્ષ ગાળ્યા હોય તેવા કોઈપણ અધિકારીની બદલી કરવી જરૂરી છે.સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન સુરત રેન્જ IG તરીકે 4 વર્ષથી વધુ સમય પસાર કરી ચૂક્યા છે. તેઓ સુરત કે વડોદરામાં પોલીસ કમિશનર બનવા માંગે છે.વડોદરા રેન્જ IGની જગ્યા હરેકૃષ્ણ પટેલની નિવૃત્તિ બાદ લગભગ એક વર્ષથી ખાલી પડી છે. મોટાભાગના વિસ્તારોમાં રેન્જ IG અથવા DIG બદલવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં DCP અને જોઈન્ટ પોલીસ કમિશ્નરના સ્તરે વ્યાપક ફેરફારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે.