વડાપ્રધાન મોદી કાલથી બે દિવસ ગુજરાત મુલાકાતે : અંદાજે રૂ. ૧૫,૬૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે 

Spread the love

ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપશે.

ગાંધીનગર

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા.૧૯ ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ બે દિવસમાં ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાનશ્રી હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે રૂ. ૧૫,૬૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ છે.

વડાપ્રધાનના સુચિત કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ કે, તા.૧૯ મી ઑક્ટોબરે સવારે ૯:૪૫ કલાકે વડાપ્રધાનશ્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ બપોરે ૧૨ કલાકે અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. બપોરે ૩:૧૫ કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેમજ રાજકોટમાં સાંજે ૬ કલાકે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-૨૦૨૨નું ઉદ્દઘાટન કરશે અને રાજકોટમાં બહુવિધ ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાંજે ૭:૨૦ કલાકે રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.વડાપ્રધાનના તા.૨૦મી ઑક્ટોબરના સુચિત કાર્યક્રમની વિગત આપતા મંત્રી શ્રી વાઘાણીએ કહ્યુ કે, સવારે ૯:૪૫ કલાકે કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફનું લોકાર્પણ કરવામાં આવશે અને બપોરે ૧૨ કલાકે વડાપ્રધાનશ્રી કેવડિયામાં ૧૦મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે ૩:૪૫ કલાકે વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. એટલુ જ નહિ, વડાપ્રધાન મિસિંગ લિંક્સના નિર્માણની સાથે કોસ્ટલ હાઈવેના સુધારણા માટે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૧૩ જિલ્લાઓમાં કુલ ૨૭૦ કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com