‘સ્ટીમ્યુલેટિંગ ઇન્ડિયાઝ ડિફેન્સ એક્સપોર્ટ્સ’,આર્મિંગ ફોર ટુમોરો એન્વિઝનિંગ ધ માનવ અને માનવરહિત ફોર્સ મિક્સ ફોર આર્મ્ડ ફોર્સ’ ,બાહ્ય અવકાશ, ગહન મહાસાગર અને સાયબર વર્લ્ડની ટેકનોલૉજીના સંદર્ભમાં સંઘર્ષના વિશે સેમિનાર યોજાયો
ગાંધીનગર
આજે સવારે કેન્દ્રીય સંરક્ષણ સચિવ શ્રી અજય કુમારની વિશેષ ઉપસ્થિતિમાં ‘સ્ટીમ્યુલેટિંગ ઇન્ડિયાઝ ડિફેન્સ એક્સપોર્ટ્સ’ વિષય પર વિસ્તૃત સેમિનાર,ચર્ચા સત્રો અને અંતમાં પ્રશ્નોત્તરી યોજાઈ હતી.જેમાં ભારતીય વાયુ દળના પૂર્વ વડા શ્રી આર કે એસ ભદોરીયા સહિત ડિફેન્સ ક્ષેત્રે કાર્યરત વિવિધ તજજ્ઞો, સરકારી- ખાનગી કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી ભારતને સંરક્ષણ ઉત્પાદનમાં વધુ આત્મનિર્ભર અને તેના થકી નિકાસમાં કેવી રીતે અગ્રેસર બનાવવું તે અંગે પોતાના વિચારો- અનુભવો રજૂ કર્યા હતા.આ સેમિનારમાં સંરક્ષણ મંત્રાલય,વિવિધ સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ અને તજજ્ઞો સહભાગી થયા હતા.
સિનર્જીયા ફાઉન્ડેશનના પ્રમુખ ટોબી સાયમનને સેમિનારના હેતુઓ પર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે નિવૃત્ત એરમાર્શલ રાજીવ માથુરે સંધર્ષના મુખ્ય ક્ષેત્ર તરીકે બાહ્ય અવકાશમાં રહેલા પડકારો વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં સ્પેસ ક્ષેત્રે સંકળાયેલી વાણિજ્યિક પ્રવૃત્તિઓ, ભવિષ્યની સંભાવનાઓ અને મિલિટરી પ્રવૃત્તિઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત અમેરિકાના મેજર જનરલ સ્મિથ અને મેજર જનરલ મોની ચાંડીએ યુક્રેન-રશિયા યુદ્ધમાંથી બોધપાઠ શીખવા અંગે ચર્ચા કરી હતી. NDAના કમાન્ડન્ટ લેફ્ટન્ટ જનરલ અસિત મિસ્ત્રીએ સુપરપાવર બનવા માટે વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલી હોડ વિશે માહિતી આપી હતી. જ્યારે કર્નલ બલજિન્દર સિંઘે સેમિનારના સમાપન સત્રમાં સેમિનારની ફલશ્રુતિ અંગે ચર્ચા કરી હતી.
આ એક્સપો અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારતીય નૌકાદળ દ્વારા ‘આર્મિંગ ફોર ટુમોરો એન્વિઝનિંગ ધ માનવ અને માનવરહિત ફોર્સ મિક્સ ફોર આર્મ્ડ ફોર્સ’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આ પરિસંવાદમાં માણસ અને યંત્રનો એકસાથે વિચારએ માનવ અથવા મશીન બંને કરતાં વધુ શક્તિશાળી છે, તેઓ મંતવ્ય ઉપસ્થિત વિષય તજજ્ઞ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.