મધ્યાહન ભોજન યોજનામાં વિદ્યાર્થી દીઠ 5-7 રૂપિયા જેટલી નજીવી રકમ : આંગણવાડીના ભૂલકાઓ દીઠ 2 રૂપિયા ફાળવતી ભાજપ સરકાર  : મનિષ દોશી

Spread the love

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થનાર-ભીડ એકત્ર કરવા વ્યક્તિ દીઠ 100 ફાળવવાના સરકારી ફરમાન

અમદાવાદ

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં સામેલ થનાર-ભીડ એકત્ર કરવા વ્યક્તિ દીઠ 100 ફાળવવાના સરકારી ફરમાન અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લાખો ગરીબ-શ્રમિક-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને મધ્યાહન ભોજન માટે ધોરણ એક થી પાંચ માટે ૫ રૂપિયા અને છ થી આઠ માટે રૂપિયા ૭ જેટલી નજીવી રકમ ફાળવવામાં આવી રહી છે. સાથોસાથ આંગણવાડીના નાના ભૂલકાને નાસ્તા માટે ૨ રૂપિયા જેટલી નજીવી રકમ ફાળવવામાં આવી રહી છે બીજી બાજુ દેખાવ પૂરતા સરકારી હકીકતમાં ભાજપના પક્ષીય પ્રચાર કાર્યક્રમના ભાગરૂપે પ્રજાના પરસેવાના ટેક્સના નાણાં કાર્યક્રમમાં સામેલ કરવા પ્રત્યેક વ્યક્તિને ફૂડ પેકેટના ૧૦૦ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવાના સરકારી ફરમાન થાય તે કેટલે અંશે વ્યાજબી? એક તરફ ગુજરાતમાં ૪૫ ટકા બાળકો અને ૫૫ ટકા મહિલાઓ કુપોષિત છે અને આ કુપોષણની લડાઈ માટે બાળકો વિદ્યાર્થીઓને સરકારી કાર્યક્રમના નામે ભાજપના પક્ષીય પ્રચાર કાર્યક્રમમાં પ્રતિ વ્યક્તિ ફૂડ પેકેટના ૧૦૦ રૂપિયા ફાળવણી દર્શાવે છે કે ગુજરાતબ ભવિષ્ય એવા બાળકો-વિદ્યાર્થીઓની ચિંતા કરવાની બદલે ભાજપા સત્તા મેળવવા-હડપવા માટે સરકારી તિજોરીને કરોડો રૂપિયા વેડફી રહી છે જેથી તેમના મળતીયાઓ તંદુરસ્ત રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com