ગાંધીનગર
સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે, ઑક્ટોબર 19, 2022ના રોજ, ગાંધીનગર, ગુજરાતમાં 12મા ડિફએક્સપો દરમિયાન બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનના પ્રતિનિધિમંડળો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. તેઓ બાંગ્લાદેશના સશસ્ત્ર દળો વિભાગના પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ વાકર-ઉઝ-ઝમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. તેઓએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા મુખ્ય દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ મુદ્દાઓની સમીક્ષા કરી અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધારવાના માર્ગોની શોધ કરી.
સંરક્ષણ સચિવ, બાદમાં, કઝાકિસ્તાનના નાયબ સંરક્ષણ પ્રધાન, લેફ્ટનન્ટ જનરલ રુસલાન શ્પેકબાયેવના નેતૃત્વમાં કઝાકિસ્તાનના પ્રતિનિધિમંડળને મળ્યા. તાલીમ, સંયુક્ત કવાયત અને ક્ષમતા નિર્માણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરીને સંખ્યાબંધ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.