રાજ્યમાંદિવાળીનો માહોલ છે, ત્યારે અનેક લોકો પોતાના વતન અને ફરવા લાયક સ્થળોએ દોટ મૂકી છે. ત્યારે આજરોજ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર મુકામે ઉત્તર ઝોનની બેઠકમાં હાજરી આપવા ભાજપા ગુ. પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નાજાભાઇ ઘાઘર જઈ રહેલા હતા. ત્યારે પાલનપુર હાઇવે પાસે એકસીડન્ટ થતાં એક વાહન ચાલકનું માથુ ફાટી ગયું હતું ત્યારે પોતે વાહન થોભાવીને ઇજાગ્રસ્ત વાહન ચાલકને હોસ્પિટલ પહોંચાડવા સુધીની જહેમત ઉઠાવીને કોઈના ઘરનો દીવડો ઓલવાતા બચાવ્યો હતો ત્યારે લથપથ શરીરને જોઈ પોતે કરુણા ની સ્થિતિમાં પોતાની ગાડીમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા હતા અને દાખલ કરાવીને માનવતાની મહેક પ્રસરાવી હતી. ઇજાગ્રસ્તને કોઈ અડકવા તૈયાર ન હતું ,જેથી પોતે વાહન થોભાવીને પોતે મદદમાં દોડી આવતા અન્ય લોકો પણજોડાયા હતા, તારે રોડ રસ્તા હાઇવે પર ઇજાગ્રસ્તની પત્ની મદદની બૂમો પાડતી હતી ત્યારે નાજાભાઇ ત્યાંથી નીકળતા તેમની નજર પડતા પોતે ગાડી ઉભી રાખીને મદદે આવ્યા હતા. આ દરમિયાન તેમના કપડા પણ લોહીવાળા થયા હતા, સમયસર ઇજાગ્રસ્તને મદદે આવેલા નાજાભાઇ દ્વારા તેના પરિવારને પણ જાણ કરીને બોલાવી લીધા હતા ત્યારે નવા વર્ષમાં કોઈની જાન બચી તેની ખુશી પણ અનુભવી હતી ભલે પછી લોહીથી લથપત ગાડી કેમ ના થઈ ગઈ, કોઈનો જીવ બચ્યો એ મારા માટે મહત્વનું છે