ગુજરાતમાં ચૂંટણીઓના બંગલો વાગી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં પ્રવાસ લંબાવી રહ્યા છે હવે સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પ્રવેશ ખેડવાનું શરૂ કરી દીધો છે આજે તેમના પ્રવાસ નો ત્રીજો દિવસ છે
આજે તેઓ ઉત્તર ગુજરાતમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કાર્યકરો સાથે બેઠક યોજશે અને ચૂંટણીલક્ષી રણનીતિ બનાવશે. બીજી તરફ આવતીકાલે ભગવાન સોમનાથનાં સાંનિધ્યમાં તેઓ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજશે.ઉત્તર ઝોનમાં 32 બેઠકમાંથી 14 બેઠક ભાજપ પાસે જ્યારે 18 બેઠક કોંગ્રેસ પાસે છે. અમદાવાદની 21 બેઠકમાંથી 15 ભાજપ અને જ્યારે 6 બેઠક કોંગ્રેસ પાસે છે. અમદાવાદની 21 બેઠકમાં 15 ભાજપ જ્યારે 6 બેઠક કોંગ્રેસ પાસે છે. કચ્છ 6 બેઠકમાંથી 5 ભાજપ પાસે જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે. બીજી તરફ વિપુલ ચોધરીને લઈને અર્બુદા સેના મેદાને પડી છે. જ્યારે આમ આદમી પાર્ટીનું સંગઠન પણ ઉત્તર ગુજરાતમાં મજબૂત થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોરનો પણ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વધુ સીટો મેળવવા માટે અમિત શાહ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.રવિવારે અમિત શાહે ભાજપના મધ્ય ગુજરાત ક્ષેત્રના પદાધિકારીકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં હાજર નેતાઓ પાસેથી ત્રણ નવેમ્બર સુધી સૂચનો આપવા માટે કહેવામાં આવ્યું હતું કે પાર્ટી મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓમાં આવેલી તમામ 52 વિધાનસભા સીટો પર જીત કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. તેમણે કહ્યું કે વડોદરાની એક હોટલમાં ચાર કલાક સુધી બેઠક યોજાઇ હતી. અમિત શાહે બેઠકમાં સામેલ ધારાસભ્યો, સાંસદો, ભાજપના જિલ્લાધ્યક્ષો, પંચાયત અધ્યક્ષો, વડોદરાના મેયર અને વિભિન્ન સહકારી સમિતિઓના પ્રમુખો સાથે રણનીતિ પર ચર્ચા કરી. અમિત શાહે શનિવારે વલસાડમાં ગુજરાતના દક્ષિણ ક્ષેત્રના પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી.
અમિતભાઇ શાહે આ વખતે ટિકિટ વહેંચણી વેળાએ ૨૫ ટકા ધારાસભ્યોનાં પત્તાં કપાશે એવો સંકેત આપીને દિવાળી પહેલાં જ બોમ્બ ફોડ્યો છે. સ્વ. માધવસિંહ સોલંકીના ૧૪૯ બેઠકો જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વથી માંડીને બૂથ કમિટી સુધીના કાર્યકરોની મથામણ ચાલી રહી છે અને એમાં કોને આ વખતે લોટરી લાગશે કે કોનાં પત્તાં કપાશે એનાં ધારાધોરણો સ્પષ્ટ થતાં ન હોવાથી વર્તમાન ધારાસભ્યો અને સંભવિત દાવેદારો સૌ ઉચાટ જીવે પોતાનાં સોગઠાં ગોઠવી રહ્યાં છે. મધ્ય ગુજરાતના આઠ જિલ્લાના મુખ્ય કાર્યકર્તા સાથે ચૂંટણી વ્યૂહરચના અંગે માર્ગદર્શન, ચર્ચા માટે વડોદરા પહોંચેલા ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય સહકારિતામંત્રી અમિતભાઇએ ઉમેદવારોની પસંદગી સંદર્ભે કેટલાક સંકેતો આપ્યા હતા.અમિત શાહે ઔપચારિક રીતે એવો સંકેત આપ્યો હતો કે, કેટલાક વર્તમાન ધારાસભ્યો પૈકી 25 ટકા જેટલા નવા ચહેરાને ટિકિટ મળી શકે છે. અહીં નોંધવું જરૂરી છે કે, સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પકડ મજબૂત બની રહી છે ત્યારે ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટરને દૂર કરવા ચહેરા બદલવા પડે તેવી શક્યતા છે. અગાઉ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ અમિતભાઇના સંકેતોને અલગ રીતે રજૂ કરીને કહ્યું હતું કે, 100 જેટલા નવા ચહેરા ચૂંટણીમાં હશે. આગામી ચૂંટણીમાં ભાજપનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે રહેશે તેવો સંકેત આપતા અમિત શાહે ચર્ચામાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડનાર હોવાથી ભાજપને કોઇ અપક્ષ ઉમેદવારો ઊભા રાખવાની જરૂર નહીં પડે તેવી ટીખળ કરી હતી.ગુજરાતમાં ચૂંટણીનો હવાલો હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભાળી લીધો છે અને વડોદરામાં તેઓએ મર્યાદિત નેતાઓ સાથે લગભગ 4 કલાક સુધી ચર્ચા કરી હતી. ટોચનાં સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહે રાજ્યની 150 બેઠકો જીતવાનું લક્ષ્યાંક આગળ ધર્યું છે જે 1985ના કોંગ્રેસના સમયમાં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 149 બેઠકો જીતી હતી તે રેકોર્ડ તોડવાનો લાંબા સમયથી ભાજપ પ્રયત્ન કરે છે પરંતુ તેમાં સફળતા મળી નથી જ્યારે આ વખતે ત્રિપાંખિયા જંગમાં ફરી એક વખત ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક આપ્યો છે તે અંગે તેઓએ ઝોનવાઇઝ બેઠકો ચાલુ કરી છે અને ખાસ કરીને 2017માં 99 અને બાદમાં પક્ષાંતરથી 113 સુધી પહોંચવામાં ભાજપને પાંચ વર્ષ લાગ્યાં અને હજુ ઓછામાં ઓછી 50 બેઠકો એવી છે કે ભાજપ માટે કપરા ચઢાણ છે અને તેથી ફરી 150 બેઠકે કેમ પહોંચવું તે અંગે શ્રી શાહે મંથન કરવા તાકીદ કરી હતી.