આઈ.બી. અને ઈલેક્શન કમિશન શું ભારતીય જનતા પાર્ટીની કટપુતળી છે : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા 

Spread the love

 

રાજસ્થાનના માનગઢ ખાતે બનાવેલ આદિવાસી સ્મારકને ભાજપ સરકાર રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરેઃ આલોક શર્મા

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈલેક્શન કમિશન શા માટે ઈલેક્શનની તારીખ જાહેર કરવામાં વિલંબ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ ઈલેક્શનની તારીખ કેમ જાહેર નથી થતી. કોના ઈશારે, ચુંટણી કમિશન ચૂંટણી જાહેર નથી કરતી, શું ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરકારી ખર્ચે, આવીને જાહેર કાર્યક્રમ યોજીને, કોંગ્રેસના ઉમેદવારને ચુંટણી પ્રચાર-પ્રસાર કરવામાં ઓછો સમય આપવામાં આવે, તે માટેની રણનીતિ છે ?

૫૧ સરકારી અધિકારીની બઢતી-બદલીની વાત કોના ઈશારે થઈ રહી છે અને મનગમતી પોસ્ટીંગ અને ટ્રાન્સફરના આદેશ કોણ આપી રહ્યું છે અને શા માટે ? ભાજપના ઘણા બધા વર્તમાન ધારાસભ્યોની ટીકીટ કપાઈ રહી છે જેમાં ગુજરાતના કારમો પરાજય થઈ રહ્યો છે તેવા ડરથી 50 થી 60 ટકા વર્તમાન ધારાસભ્યોને બદલી રહ્યા છે જેમને ભ્રષ્ટાચાર કરવાના કારણે, જે સેન્સની પ્રક્રિયા થઈ રહી છે તે પ્રક્રિયા નોન-સેન્સમાં ફેરવાઈ ગઈ છે. ભાજપના ઉમેદવારો જ એમ કહે છે કે આઈ.બી.ના રીપોર્ટના આધાર સેન્સની પ્રક્રિયા કરવામાં આવે. શું આઈ.બી. અને ઈલેક્શન કમિશન ભારતીય જનતા પાર્ટીની કટપુતળી છે ?

મનની વાતઃ પર પ્રચાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે તો પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા ? હિંદુસ્તાન સોલાર રેન્યુઅલ એનર્જી ૨૦૨૨ ના ટાર્ગેટ પ્રમાણે હાલમાં ચાર વર્ષ શા માટે પાછળ ચાલી રહ્યું છે. રાજસ્થાન સરકાર જ્યા ૧૩૫-૯ મેગાવોટ રીન્યુઅલ એનર્જીનું ઉત્પાદન કરે છે ત્યાં ગુજરાતમાં ફક્ત ૧૦૪ મેગાવોટ રીન્યુઅલ એનર્જીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ભાજપ સરકારના આદિવાસી સમાજ માટે બતાવવાના દાંત અને ચાવવાના દાંત જુદા જુદા છે માત્ર વાયદાઓ અને જુઠ્ઠાવચનો આપીને આદિવાસી સમાજને સરકાર ભરમાવી રહી છે. રાજ્યના બજેટના બે ટકા પણ બજેટ આદિવાસી સમાજના ઉત્થાન માટે વપરાતુ નથી, નર્મદા અને કેવડીયા વિસ્થાપીતોને હજુ સુધી પુરુ વળતર શા માટે આપવામાં આવ્યું નથી ? નર્મદા તાપી પાર લીંક યોજના કોંગ્રેસ અને આદિવાસી સમાજના આંદોલનના કારણે બંધ કરવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવી પરંતુ હજી કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં શા માટે નથી આવી ? આદિવાસી સમાજના યુવા લડવૈયા અનંત પટેલ પર ભાજપ પદાધિકારીઓનો હુમલો એ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસ સમિતિના મીડીયા કોર્ડીનેટર હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com