નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું કાલે કરશે લોકાર્પણ : એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ

Spread the love

 

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડમાં દિલધડક એર-શો સહિતના નવીન આકર્ષણો જોવા મળશે

પોઝિટિવ એનર્જી લાવતા ‘શ્રીયંત્ર’ના આકારમાં રચવામાં આવ્યો છે ભુલભુલૈયા ગાર્ડન : જાપાનના બોટાનિસ્ટ અકિરા મિયાવાકીની પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે મિયાવાકી ફોરેસ્ટ

કેવડીયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતી નિમિત્તે કેવડિયા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેશે. અહીં તેઓ સરદાર પટેલની પ્રતિમાને ફૂલો અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે જ વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નવા બે પ્રવાસન આકર્ષણો, મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટને પ્રવાસીઓ માટે ખુલ્લા મુકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગવંતો બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે કેવડિયા ખાતે વધુ 2 પ્રવાસન આકર્ષણોનો ઉમેરો ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દિશા નિર્દેશનમાં ફક્ત 8 મહિનાના ટુંકા ગાળામાં કેવડિયા ખાતે મેઝ (ભુલભુલૈયા) ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 3 એકર વિસ્તારમાં ફેલાયેલો આ મેઝ ગાર્ડન સમગ્ર દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે, જે કુલ 2100 મીટરનો પાથવે ધરાવે છે. કેવડિયા ખાતે બનાવવામાં આવેલ મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જા લઇને આવે છે. આ ડિઝાઇન પાછળનો મૂળ ઉદ્દેશ આ ગાર્ડનની રચનામાં સપ્રમાણતા લાવવાનો હતો, જેમાં ગૂંચવણભર્યા જટિલ રસ્તાઓનું નેટવર્ક નિર્મિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ભુલભુલૈયાની મુલાકાત લેતા પ્રવાસીઓના મન, શરીર અને ઇન્દ્રિયોને આ ગૂંચવણભર્યા રસ્તાઓ પડકારશે, તેમને અવરોધો પર વિજય મેળવવા માટે પ્રેરિત કરશે અને તેમના ડરને દૂર કરવા માટે તેમનામાં સાહસની ભાવનાનો સંચાર કરશે.

આ ભુલભુલૈયા બનાવવા માટે અહીંયા અંદાજે કુલ 1,80,000 છોડવાંઓ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓરેન્જ જેમિન (મુરૈયા એક્સોટિકા), કામિની (2), ગ્લોરી બોવર (ક્લરોડેન્ડ્રમ ઇનરમ) અને મહેંદીના છોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ મૂળરૂપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી, જે હવે લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ છે. આ નિર્જન વિસ્તારનું આવું પુનરુત્થાન તેના સૌંદર્યમાં તો વધારો કરે જ છે, પણ તેના કારણે એક વાયબ્રન્ટ ઇકોસિસ્ટમનું પણ નિર્માણ થયું છે, જે પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓને પણ આકર્ષે છે. આ સાઇટની સુંદરતા તમામ વયજૂથોના મુલાકાતીઓ, ખાસ કરીને બાળકોને આકર્ષિત કરશે. બાળકો તેના ભુલભુલામણી ભરેલા રસ્તાઓથી આશ્ચર્યચકિત થશે. મુલાકાતીઓને આવવા-જવામાં પરેશાની ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પાર્કિંગ, રિફ્રેશમેન્ટ અને શૌચાલયની સુવિધાઓ પણ ઊભી કરવાં આવી છે.

આ મેઝ ગાર્ડનમાં એક વોચ ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે, જેના પર ઊભા રહીને આખા ગાર્ડનનો વ્યૂ નિહાળી શકાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ વેલી ઓફ ફ્લાવર્સને અડીને બનાવવામાં આવ્યો છે. આ ગાર્ડનની રોજબરોજની જાળવણી માટે માણસોની જરૂર પડશે, જેના કારણે સ્થાનિક લોકો માટે આજીવિકાની તકો ઊભી થશે. મિયાવાકી એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નીંદણ ઉગતું અટકે છે. પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20થી 30 વર્ષનો સમય લાગે છે. કેવડિયામાં SSNNL સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા નગર ખાતે એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે.

આ જંગલમાં નીચેના વિભાગોનો સમાવેશ કરવામાં આવશે

1) નેટિવ ફ્લોરલ ગાર્ડન

2) ટિંબર ગાર્ડન

3) ફ્રુટ ગાર્ડન

4) મેડિસિનલ ગાર્ડન

5) મિશ્ર પ્રજાતિઓનું મિયાવાકી સેક્શન

6) ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર

આ મિયાવાકી ફોરેસ્ટ માટે એન્ટ્રી પ્લાઝા, પાર્કિંગ, સિક્યોરિટી કેબિન, આઉટડોર સિટિંગ, ગઝેબો, પાથવે, નેચર ટ્રેલ્સ વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પર્યાવરણના જૈવિક અને અજૈવિક તત્વોના મહત્વ તેમજ તેમાં વાવેલા વનસ્પતિના ઔષધીય, આર્થિક અને અન્ય અમૂર્ત ફાયદાઓ અંગે માહિતીપ્રદ સાઇનબોર્ડ્સ અહીં પ્રદર્શિત કરવામાં આવશે. અહીંયા મૂળભૂત પ્રવાસી સુવિધાઓ અને નિષ્ણાત માર્ગદર્શિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જંગલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે આ વિસ્તારના મૂળ જંગલોની નકલ કરે છે, જે મુલાકાતીઓને આકર્ષક અનુભવ આપશે. આ પહેલ એકતા નગર ખાતે મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણનો ઉમેરો કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા નગર ખાતે સોમવાર તા. ૩૧ મી ઓક્ટોબરના રોજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતે આ ઉજવણીમાં સહભાગી થઈને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, અને વિશ્વની સૌથી ઉંચી અને વિરાટ સરદાર પટેલની પ્રતિમાની ચરણવંદના કરી તેમને રાષ્ટ્ર વતી આદર અંજલિ આપશે. પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં શાનદાર અને ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર છે. આ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ગણવેશધારી દળોના ૮ પ્લાટૂન જોડાશે, જેમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ધ્વજ વાહકો ભાગ લેશે. આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે, તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાશે.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ, સ્કૂલ બેન્ડ પરફોર્મન્સ અને ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત ૩૮૫ જેટલા કુશળ કલાકારો દેશના તમામ રાજય અને સંઘ પ્રદેશોના ઉજ્વળ સાંસ્કૃતિક વારસાની નૃત્ય સાથે સંગીતમય ઝાંખી કરાવશે. આ કલાકારો વિવિધ રાજયોના આગવા વસ્ર પરિધાન અને પરંપરાઓની નૃત્યમય પ્રસ્તુતિ કરી અનેકતામાં એકતાનો સંદેશ ફેલાવી એક ભારત, શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરશે. ઉલ્લેખનિય છે કે, એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે છેલ્લા પાંચ વર્ષથી શિસ્તબધ્ધ અને ભવ્ય રીતે યોજાઈ રહેલી આ પરેડનું નેતૃત્વ ડી.વાય.એસ.પી. શ્રી પી. જી. ધારૈયા કરી રહયાં છે. તેમના જણાવ્યા પ્રમાણે ઉપરોકત ગણવેશધારી દળોના અંદાજે ૯૦૦ થી વધુ જવાનો તેમના ગણવેશમાં એકતા પરેડમાં ભાગ લઈ સલામી આપશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં સરદાર સાહેબના અવિસ્મરણીય પ્રવચનોના અંશોનું ધ્વની પ્રસારણ પણ કરવામાં આવશે.નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી મોદી રાષ્ટ્રીય એકતા પરેડના સમાપન બાદ એકતા નગર ખાતે યોજાયેલી આરંભ ૨૦૨૨ અંતર્ગત દેશની સનદી સેવાઓના તાલીમાર્થી અધિકારીશ્રીઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોનો પ્રારંભ સવારના ૮-૦૦ કલાકથી થશે. ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા આ વખતે પ્રથમવાર ૨૪ યુધ્ધ વિમાનો સાથેનો એર શો યોજાનાર છે. જેમાં સૂર્યકિરણ ટીમના વિશ્વપ્રસિધ્ધ અને અતિ કુશળ વિમાન ચાલકો આકાશમાં રોમાંચક અને દિલધડક હવાઇ કરતબોનું નિદર્શન કરશે તે સમયે આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ જશે. નર્મદા જિલ્લા માટે આ નજરાણું પ્રથમવાર માણવા મળશે.ભારતીય સીમા સુરક્ષા દળ દેશની રેતાળ સરહદે સીમા રક્ષાની કપરી ફરજ બજાવે છે. તેમાં જવાનોની સાથે રણનું જહાજ ગણાતા ઊંટ બેડાની પણ ખૂબ જ અગત્યની ભૂમિકા છે. આ બેડાના શ્રેષ્ઠ અને કેળવાયેલા ઊંટો પહેલી જ વાર એકતા દિવસ પરેડમાં સહભાગી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com