GJ-18, સે-૭ ખાતે નિવૃત્ત અધિકારીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ કેરો કર્યો,
GJ-18 ખાતે ઠંડીની ઋતુ આવે એટલે ચોરોને મોકલુ મેદાન મળી જાય પણ અત્યારે મોબાઈલ ના કારણે મોટાભાગના લોકો રાતના બે વાગ્યા સુધી જાગતા હોય છે, એટલે ચોરીના બનાવો ઓછા બને છે, ત્યારે હવે રાત્રે કરતા દિવસે જ ધાડ પાડી રહ્યા છે,GJ-18 OLD કરતા NEW GJ-18 ખાતે ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ પણ શું કરે ? કારણ કે દિવાળી પહેલાથી જ નેતાઓની સુરક્ષામાં પોલીસ વ્યસ્ત થતા તસ્કરો માટે હાથ ફેરો મારવાનો રૂડો અવસર મળી ગયો છે ત્યારે GJ-18 સરગાસણ સૌંદર્ય- ૪૪૪ માં એક સાથે છ ફ્લેટના તાળા તૂટયાની શાહી હજી સુકાઈ નથી, ત્યા સેક્ટર – ૭ માં પણ પુરવઠા નિગમના નિવૃત અધિકારીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. મકાનમાં ત્રાટકીને ૫૦ હજાર રોકડા અને દોઢ કિલો ચાંદીની વસ્તુઓ સહિત કુલ રૂ. ૧.૩૭ લાખની મત્તા ચોરીને ફરાર થઈ જતાં સેક્ટર- ૭ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દિવાળીના તહેવારોમાં તસ્કરોને મોકળુ મેદાન મળી ગયું હોય એમ સરગાસણની સૌદર્ય-૪૪૪ માં એક સાથે છ બંધ ફ્લેટનાં તાળા તોડી તરખાટ મચાવી દેવાયો હતો. હજી આ ઘટનાની શાહી સુકાઈ નથી એવામાં સેક્ટર – ૭/એ નાં બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ગાંધીનગરના સેક્ટર – ૭/એ પ્લોટ નંબર ૨૭૫/૧ માં રહેતા ૬૨ વર્ષીય અજયભાઈ ઠાકોરલાલ ગાંધી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ (ભુજ) માં નાયબ જિલ્લા મેનેજર તરીકે સને-૨૦૧૮ મા નિવૃત થયા હતા. ગઇ તા.૩૦ મી ઓક્ટોબરના રોજ સાજે ચારેક વાગ્યે અજયભાઈ પરીવાર સાથે અંબાજી દર્શન અર્થે ગયા હતા.
દર્શન કરી રાત્રીના સમયે ત્યાંની હોટલમાં રોકાયા હતા. બાદમાં બીજા દિવસે ૩૧મી ઓક્ટોબરે ઘરે પરત આવતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તૂટેલું જાેઈ ચોંકી ઉઠયા હતા. ત્યારબાદ બાજુના દરવાજાથી નકુચો ખોલી ઘરની અંદર મુકેલી લોખંડની ત્રણ પૈકી એક તિજાેરી આખી તૂટેલી હાલતમાં જાેવા મળી હતી. જ્યારે બીજી બીજી તિજાેરીમાં કપડા તેમજ પર્સ મુકેલા હતા. તે વેર વિખેર પડ્યા હતા.
ત્રીજી તિજાેરીમાં મુકેલા રૂપીયા ૫૦ હજાર રોકડા અને તેની અંદરના લોકરમાં સાત જાેડી ચાંદીની પાયલ, એક કમરબંધ તથા બે જુડા, ચાર નાના બાળકોના કંદોરા, ત્રણ જાેડી બાળકોના કડા, ચા૨ નંગ નાની ચાંદીની બંગડી, માતાજીના પગલા, ચાંદીનુ નાનુ શિવલીંગ મુકવાનું થડુ, ચાંદીના સિક્કા ૨૫ નંગ, પારણું, મંદીરમાંથી બે મુર્તિ અન્ય મુર્તિઓ (૭-નંગ), લેપટોપ બેગ એમ કુલ દોઢ કિલો ચાંદીની વસ્તુઓ સહિત અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. ૧.૩૭ લાખની મત્તા તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GJ-18 ખાતે મોટાભાગના લોકો રાતથી સુધી મોબાઇલમાં વ્યસ્ત હોય છે એટલે રાત્રે ચોરી કરતા ધોળા દિવસે ચોરી વધી છે, અથવા ચોરી કરનારા હવે રાત્રે ૨ઃ૦૦ થી ૪ ની અંદર ત્રાટકે છે, કારણ કે સવારે ૫ઃ૦૦ વાગ્યે વોકિંગ કરવાવાળા પણ નીકળતા ચોરોએ ટાઈમ ફેરવી નાખ્યો છે,
નેતાઓના બંદોબસ્ત માં રોકાયેલી પોલીસના કારણે પ્રજા રામ ભરોસે જીવી રહી છે, ગળામાં પહેરેલું સોનુ ,ચાંદી તમારુ, તિજાેરીમાં મૂક્યું એટલે તસ્કરોનું જેવો ઘાટ