PM મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ તપાસ કરાવો કે દરેક મનપા, પાલિકામાં કોન્ટ્રાક્ટરો કોણ છે ? ગ્રાફ ભાજપનો નીચે જવાનું કારણ કાર્યકરો કરતા કોન્ટ્રાક્ટરો વધી ગયા છે, ભોપા કાકા હવે ધંધો પછાડો, ન માને તો અમિતભાઈ ને કહો, આ સત્ય છે.
વિધાનસભાની ચૂંટણીના બ્યુંગલો વાગી રહ્યા છે, ત્યારે આજે ચૂંટણી જાહેર થાય કાલે થાય તેમ એક મહિનો વીતી ગયો ત્યારે ગુજરાતમાં તમામ મનપા પાલિકાઓએ જિલ્લા પંચાયતો દ્વારા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ કારોબારી બેઠકો બોલાવીને અનેક કરોડો નહીં અજબોના કોન્ટ્રાક્ટ ફાળવી દીધા છે ત્યારે GJ-18 ની મનપાની તિજાેરી સફાચટ થવા લાગી છે, વિકાસના કામો કરતા હવે ઘરે ઘરે ખુરશીથી લઈને સાઉન્ડ સિસ્ટમ સંગીતના સાધનો આપીને બસ નાચ્યાં કરો અને ગાયા કરો મંજીરા વગાડતા રહો, અમારું કામ ન બગાડો, તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે દસ વર્ષમાં તિજાેરી, સાઉન્ડ સિસ્ટમ ખુરશીઓ કેટલી ખરીદી કરવામાં આવી તેનો આંકડો મેળવવામાં આવે તો આંખો ફાટી જાય, ત્યારે કેટલાક ટ્રસ્ટોએ ૮ થી ૧૦ તિજાેરી ભેગી કરી છે ત્યારે આવનારા દિવસોમાં AC,TV,LED પણ આપે તો નવાઈ નહીં, હા એક કામ એવું કર્યું છે કે વર્ષોથી પેધી પડેલો મનપામાં ઉંદેડા ની નવેસરથી ટેન્ડર મંગાવાની પ્રક્રિયા કરતા હવે આ ઉંદેડાના દરવાજા બંધ થાય તો નવાઈ નહીં, ત્યારે ડાયરી પ્રિન્ટિંગ પ્રેસ માટે ના કામો માટે કમિશનર દ્વારા ટેન્ડર નો સમય લંબાવવાની કરેલી વાતને ચેરમેન દ્વારા નવેસરથી ટેન્ડર મંગાવવા કરેલા કરાવથી મનપામાં તગડા બનેલો ઉંદેડો હવે પાંજરામાં આવી ગયો છે.
શહેરમાં પેપર બ્લોક નાખવામાં હવે એકદમ રદ્દી કક્ષાનો માલ વાપરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે અને અનેક લોકો એ આ પ્રશ્ન ફરિયાદ કરી છે ત્યારે મનપાના નગરસેવકોની ગ્રાન્ટ માંથી ૧૮.૩૭ લાખના ૧૦૦ નંગ સંગીતના સાધનોનો સ્ટેટ ખરીદશે આ ઉપરાંત ૧.૯૫ કરોડના અઢીસો નંગ મોટી સાઉન્ડ સિસ્ટમ તથા ૧.૧૭ કરોડના ૧૦૦૦ નંગ નાની સાઉન્ડ સિસ્ટમની ખરીદી મનપા કરશે અગાઉ પ્રજામાં વહેચણી થઈ ગઈ છે તેને આચાર સંહિતા નહીં નડે, ત્યારે GJ-18 ખાતે બેસ્ટ કોમ્પ્યુટર અને પ્રિન્ટિંગની મુદત વધારવા માટેની કમિશનરની ભલામણ ને સ્થાયી સમિતિએ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા બેસ્ટ કોમ્પ્યુટરના માંધાતા ના મોતિયા મરી ગયા છે હવે જે વર્ષોથી પેધી પડેલા હતા તે હવે નવા પ્રેસના માલિકો ટેન્ડર ભરવા તલ પાપડ બન્યા છે મનપામાં જે કંપની પાસેથી પ્રિન્ટિંગ પ્રેસ નથી ચાર બાય ચારની ઓફિસમાં અને તે પણ ભાડે ઓફિસ રાખીને વેપલો કરે છે તેને લાખો કરોડોનું ટેન્ડર કેમ ? મનપાના ટ્રસ્ટ અધિકારીઓથી લઈને કર્મચારીઓની પણ આમાં સંડોવણી જાેવા મળી છે ત્યારે દર વખતે કમિશનરની ભલામણમાં મુદત વધારવા આ પોપટ માટે ફરફરીયું મીટીગમાં નાખી દે, પણ ચેરમેને ફગાવી નવી ટેન્ડર પ્રક્રિયા નો આરંભ કરતા બેસ્ટ નો હવે બેસ્ટમાં જતું રહેતો નવાઈ નહીં,ગુજરાતની મોટાભાગની મનપામાં કાર્યકરો કરતા કોન્ટ્રાક્ટરોની સંખ્યા વધી ગઈ છે અને એક યા બીજા કંપનીના નામે ટેન્ડરો ભરી રહ્યા છે,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતના વિકાસ માટે મનપાને કરોડો નહીં અબજાેની ગ્રાન્ટો ફાળવી રહ્યા છે, ત્યારે આ ગ્રાંન્ટ હવે કાર્યકરો કરતાં કોન્ટ્રાક્ટરોની સંખ્યા વધી ગઇ છે, જેથી આને બ્રેક મારવાની જરૂર છે, વ્યાપક ભ્રષ્ટાચાર થઇ રહ્યા હોવાના એક નહીં અનેક પુરાવાઓ છે, ઃ ભાજપના પૂર્વ નગર સેવકો જુની પડેલી ખુરશીઓ વેચી રહ્યા છે, GJ-18 ખાતે એક મંદીર, ટ્રસ્ટ દ્વારા ૫૦ ટકા નીચેના ભાવે ખુરશીઓનો વેપલો શરૂ કરી દીધો છે, તિજાેરીઓ પણ માર્કેટમાં ૫૦ ટકા નીચે ભાવે વેચાઇ રહી છે, મંદીરો, ટ્રસ્ટો દ્વારા દર વર્ષે તિજાેરીઓ લેવા આવી જાય છે, ત્યારે અગાઉ તિજાેરીઓ ગઇ ક્યાં? મનપા હવે દૂઝણી ગાય બની ગઇ છે,ત્યારે પ્રીન્ટીંગ પ્રેસથી લઇને બેનરોના માલિકોને પણ તડાકો પડી ગયો છે, ભાજપના કોઇ કાર્યકર કોન્ટ્રાક્ટર નથી, પણ નેજા હેઠળ મોટાભાગના કોન્ટ્રાક્ટર બની ગયા છે, ઃ ભાજપનો ગ્રાફ નીચે જવાનું કારણ શું? તે સીઆર પાટીલ સાહેબ ચકાસો, વિકાસ માટે આપેલા કરોડોના નાણાંનું ખરેખર શું કામ થાય છે, શુ ભાવની ખરીદી છે, તે ચકાસો,