કાપડ ઉદ્યોગ રાજસ્થાનમાં પલાયન થાય તેવી શક્યતા!

Spread the love

ટેક્સટાઇલ ઉદ્યોગને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતનો ટેક્ટાઇલ ઉદ્યોગ આગામી દિવસમાં રાજસ્થાન તરફ વાળવાનો પ્રયાસ રાજસ્થાન સરકાર દ્વારા શરુ કરવામાં આવી રહ્યો છે.  સુરતમાં વેપાર કરતા કાપડ વેપારી સાથે ગતરોજ રાજસ્થાન સરકાર દ્વારા એક મીટીંગ કરી પોતાના પ્રદેશમાં વેપાર કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. વેપારીઓ રાજસ્થાન વેપાર કરવા આવે તો સરકારે સવલતો સાથે સબ્સીડી આપવાની પણ વાત કરી છે. સુરત સિલ્ક સીટી તરીકે દેશ સાથે વિદેશમાં પણ જાણીતું છે ત્યારે છેલ્લા 3 વર્ષથી આ ઉધોગનો 50  ટકા વેપાર ઘટી ગયો છે. તેની પાછળ નોટબંધી જીએસટી અને મંદી જવાબ દર છે. GST આવ્યા પછી નાના વેપારીનો ઉધોગ પતિ ગયો છે ત્યારે સરકારની નીતિઓને લઇને આ ઉધોગ મારણ પથારી પર આવી ગયો છે. ત્યારે આ તકનો લાભ રાજસ્થાન સરકાર લઇ રહી છે. રાજસ્થાન સરકાર ના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ કોર્પો.નાં અધિકારી ગતરોજ સુરતના કાપડ ફેડરેશન  સાથે એક મીટીંગ કરી પોતાના રાજ્યમાં વેપાર કરવા માટે આમંત્રણ આપ્યું છે. સરકારે વેપારીઓ સાથે 8 જાન્યુઆરીના રોજ રાજસ્થાનમાં જયપુર ખાતે પણ એક મીટીંગ કરી હતી.

જો સુરતનો કાપડ વેપારી રાજસ્થાનમાં વેપાર કરવા આવે તો 7વર્ષ  માટે 100 ટકા ઇલેકટ્રીસિટી, લેન્ડ ટેક્સ, સ્ટેમ્પ ડ્યૂટીમાં માફી મૂડી રોકાણ માટે રાજ્યના ટેક્સમાં 75 ટકાની સબ્સીડીપણ આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત ઇપીએફ અને ઇએસઆઇમાં પણ 7 વર્ષ માટે સબ્સિડી આપવાની વાત કરી છે.

જોકે આ ઉધોગ વિકસવા માટે ખાસ કરીને  49 એકરમાં 350 ઔદ્યોગિક ક્ષેત્ર વિકસીત કરવામાં આવી રહ્યા છે  હાલમાં 40 હજાર એકમો કાર્યરતઃ છે. રાજસ્થાનના કેટલાક શહેરોમાં ટેક્સટાઇલ ક્લસ્ટર ડેવલપ કરાઇ રહ્યા છે જોકે આ ઉધોગ આવે તો ત્યાંના સ્થનિક લોકોને રોજગારી મળે અને કાપડ પર કારીગરી અને સાથે હેંડવર્ક માટે રાજેસ્થાનમાં સૌથી વધુ અને સસ્તું લેબર પણ મળી રહેતા આ ઉધોગ ને વધુ ફાયદો થાય તેથી સુરતનાં વેપારી રાજ્ય સરકારની નીતિને લઇને આગામી દિવસ માં આ ઉધોગ રાજેસ્થાન તરફ લઇ જાય તેવું લાગી રહ્યું છે જોકે સરકારે વેપારીને આ ઉધોગ રાજેસ્થાનમાં સ્થપવા માટે 10 કરોડના મૂડી રોકાણ સામે 5 થી 8 ટકા વ્યાજની સબસીડીની પણ ઓફર ટેક્ટાઇલ ઉદ્યોગને આપી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com