મોબાઈલમાં આવતા મેસેજ  થી ચેતો, બેન્ક ખાતામાં મૂડી ખાલી થઈ જશે

Spread the love

હાઈ ટેકનોલોજીના આ સમયમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. ફ્રોડ કરનાર વ્યક્તિઓ કોઈપણ વ્યક્તિને લુંટવા માટે નવા-નવા પ્રયાસો શોધી જ લે છે, ત્યારે હાલમાં જ એક પ્રખ્યાત કુરિયાર કંપની ફેડ એક્સએ સોશીયલ મીડિયા સાઈટ ટ્વીટર પ ર પોતાના ગ્રાહકો માટે એક ચેતવણી જાહેર કરી છે.

કારણ કે, હેકર્સ યુઝરને કૂરિયર ડિલીવરી અને તેના ટ્રેકિંગ માટે ખોટા મેસેજ અથવા ઈમેલ લિંક મોકલી રહ્યા છે. પ્રથમ નજરમાં આ ઈમેલ પ્રખ્યાત કૂરિયર કંપનીઓના મેસેજ જેવા જ લાગે છે. હેકર્સ આ ઈમેલમાં યૂઝરને તેમને નામથી સંબોધિત કરે છે, જેથી યૂઝરને આ ખોટા મેસેજ પર શંકા ન જાય.

આ ખોટા ઈમેલ અને મેસેજમાં યૂઝરના નામની સાથે કૂરિયર ટ્રેકિંગ કોડ પણ આપવામાં આવે છે. કુરિયર ટ્રેકિંગ અને તેની ડિલીવરીનો સમય નક્કી કરવા માટે હેકર પોતાના શિકારને મેસેજની સાથે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરવા માટે પણ કહે છે. આ ખોટા મેસેજ પર ક્લિક કરતાની સાથે જ યૂઝર એક વાયરસ ઈફેક્ટેડ વેબસાઈટ પર રીડાયરેક્ટ થઈ જાય છે. ત્યારબાદ આ વેબસાઈટ યૂઝર્સની પર્સનલ અને બેન્કિંગ માહિતીની પણ માંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com