હું કતારગામ અથવા બોટાદથી ચૂંટણીમાં ઝંપલાવીશ : આમ આદમી પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલિયા

Spread the love

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિર અલ્પેશ કથીરિયા આપમાં જોડાઈ જવાને કારણે પાટીદાર વર્ગ તેમની તરફેણમાં રહે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી : કતારગામ બેઠકો પર પાટીદાર સિવાય OBC સમાજના મતદારોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે

અમદાવાદ

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, હું કતારગામ અથવા બોટાદથી ચૂંટણીમાં ઝંપલાવીશ. જો કે, ગોપાલ કતારગામથી ચૂંટણી લડે તેવી સંભાવના વધારે છે.કતારગામ વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીએ કેશુભાઈની આગેવાનીમાં ચૂંટણી લડી હતી, ત્યારે કતારગામ વિધાનસભા સીટ પર ત્રિપાંખિયો જંગ થયો હતો. તે સમયે પણ ભાજપનો વિજય થયો હતો. કતારગામ વિધાનસભા સીટ પાટીદારોના મતદારોને લીધે પાટીદાર ઉમેદવાર હોય તો જીતવાની સંભાવના વધી જાય છે. કતારગામ બેઠકો પર પાટીદાર સિવાય OBC સમાજના મતદારોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં છે.કતારગામ વિધાનસભા સીટ પર સત્તાવાર રીતે 3.22 લાખ જેટલા મતદારો નોંધાયેલા છે. જેમાંથી અંદાજે 1 લાખ કરતા વધુ પાટીદાર મતદારો છે. આ બેઠક ઉપર પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, મૂળ સુરતીઓ, પરપ્રાંતિય અને જૈન મતદારો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિર અલ્પેશ કથીરિયા AAPમાં જોડાઈ જવાને કારણે પાટીદાર વર્ગ તેમની તરફેણમાં રહે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. જે-જે બેઠકો ઉપર પાર્ટીદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે ત્યાંથી AAP દ્વારા પાટીદાર ચહેરાઓ ઉતારીને વિજય મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.AAP દ્વારા સુરત શહેરમાં જ્યાં પણ પાટીદારોનું પ્રભુત્વ છે ત્યાં એક માહોલ બનાવવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે. એક બેઠકની અસર બીજી બેઠક ઉપર થાય તે પ્રકારની રણનીતિ ઘડવામાં આવી રહી છે જેથી કરીને ત્રણ બેઠકોમાં મહેનત કરે તો છ બેઠકો ઉપર તેની સીધી અસર દેખાઈ શકે અને પાટીદાર પ્રભુત્વમાં તમામ પાટીદાર ચહેરા અને આંદોલન કાર્યકરો પોતાની રીતે મહેનત કરીને આપ પાર્ટીને વિજય બનાવી શકે. કતારગામ વિધાનસભા બેઠકમાંથી ગોપાલ ઇટાલીયા પોતે ચૂંટણી લડે તો સ્વાભાવિક રીતે જ સુરત ઉત્તર કરંજ બેઠક ઉપર તેની સીધી અસર દેખાશે.

અલ્પેશ કથીરિયા વરાછા બેઠક ઉપર ચૂંટણી લડશે તો તેની અસર ઓલપાડ ઉપર દેખાશે અને ઓલપાડ બેઠકો પર ધાર્મિક માલવિયા ચૂંટણી લડશે તો તેની સીધી અસર કામરેજ ઉપર પણ દેખાશે. આ પ્રકારની રણની રીતે તૈયાર કરવામાં આવી છે જેથી સુરતની અંદર જે માહોલ બનાવવામાં આવે તેની પાટીદાર વર્ગની અંદર એક મોટો ગેમ ચેન્જર પ્લાન સાબિત થઈ શકે અને સાથે-સાથે સૌરાષ્ટ્રમાં પણ તેની ખૂબ જ મોટી અસર થાય તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા અલ્પેશ વરિયાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. AAPને પહેલાથી જ અંદાજ હતો કે, ભાજપ અને કોંગ્રેસ પાટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે.AAP પાટીદાર ચહેરો ઉતારે તો તેની અસર મતદાન ઉપર સીધી થઈ શકે છે. જો OBC સમાજના મતો 50 ટકા પણ એક તરફી પડે તો પાટીદારોના મતદાનનું મહત્ત્વ ખૂબ વધી જશે અને તે આમ આદમી પાર્ટીમાં કરશે કે ભાજપમાં કરશે તેના ઉપર સૌની નજર રહેશે. AAPની ટીમ અને ગોપાલ ઇટાલિયાને વિશ્વાસ છે કે, આ વખત પાટીદાર તેમની તરફેણમાં રહેશે અને કતારગામ બેઠક ઉપર તેમને સરળતાથી જીત મળી શકે તે પ્રકારની સ્થિતિ છે માટે તેઓ કતારગામ વિધાનસભા બેઠક ઉપરથી લડવા માટે તૈયારી બતાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com