વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કા માટે ૫ થી ૧૪ નવે અને બીજા તબક્કા માટે ૧૦થી ૧૭ નવે. સવારના ૧૧ થી બપોરના ૩ કલાક સુધી ઉમેદવારીપત્રો સ્વીકારાશે

Spread the love

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી

૧૨.૧૧.૨૦૨૨ના રોજ બીજા શનિવારની રજા હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈપણ ઉમેદવારીપત્ર સ્વીકારવામાં આવશે નહીં.

અમદાવાદ

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી એ જણાવ્યું છે કે ભારતના ચુંટણી પંચે વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કા માટે તા.૦૫.૧૧.૨૦૨૨ થી તા.૧૪.૧૧.૨૦૨૨ સુધી તથા બીજા તબક્કા માટે તા.૧૦.૧૧.૨૦૨૨ થી તા.૧૭.૧૧.૨૦૨૨ સુધી ઉમેદવારી પત્રો રજુ કરવાનો સમય છે. જાહેર રજાના દિવસો બાદ કરતાં બાકીના તમામ દિવસોએ સવારના ૧૧.૦૦ કલાકથી બપોરના ૩.૦૦ કલાક દરમિયાન ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૩(૧) મુજબ ચૂંટણી અધિકારીએ જાહેર રજાના દિવસોએ ઉમેદવારીપત્રો સ્વીકારવાના રહેશે નહીં. અહીં “જાહેર રજા” એટલે કે Negotiable Instruments Act,1881 ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની “જાહેર રજા” રહેશે .વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ઉપર જણાવ્યા મુજબના પ્રથમ તથા બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો રજૂ કરવાના દિવસો દરમ્યાન તા.૦૮.૧૧.૨૦૨૨ના રોજની જાહેર રજા ઉપર જણાવ્યા મુજબની Negotiable Instruments Act,1881 ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની “જાહેર રજા”ની વ્યાખ્યામાં આવતી નથી જેથી, આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે.આ ઉપરાંત રાજ્ય સરકારના. સામાન્ય વહીવટ વિભાગના તા.૨૧.૧૦.૨૦૨૨ના જાહેરનામા ક્રમાંક: જસર-૧૦૨૦૨૧-૪૩૧-ઘ થી રાજ્યમાં તા.૨૫.૧૦,૨૦૨૨ના રોજ રજા જાહેર કરવામાં આવેલ છે. તથા આ રજાની અવેજીમાં તા.૧૨.૧૧.૨૦૨૨ને શનિવારના રોજ રાજ્ય સરકાર હસ્તકની તમામ કચેરીઓ ચાલુ રાખવામાં આવેલ છે. પરંતુ સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત તા.૨૧.૧૦.૨૦૨૨ના જાહેરનામા અંતર્ગતની તા.૧૨.૧૧.૨૦૨૨ના રોજ બીજા શનિવારની રજા ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ Negotiable Instruments Act,1881 ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની “જાહેર રજા”ની વ્યાખ્યામાં આવતી હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈપણ ઉમેદવારીપત્ર સ્વીકારવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com