૮ ડીસેમ્બર ચૂંટણી પરિણામના દિવસે ૧૨ વાગે ઘડીયાળ બંધ થઈ જશે અને ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનના અંત આવશે
કોંગ્રેસ સમિતિ ખાતે નોટબંધીની છઠ્ઠી વરસી નિમિત્તે જુની ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટના રેખાચિત્ર ઉપર ફુલહાર – અગરબત્તી કરી અનોખી રીતે વિરોધ નોંધાવાયો
ભાજપના કચ્છ જીલ્લાના આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસમાં જોડાયા
પી. ચિદમ્બરમનો ગુજરાતના વેપારીઓ, ડોક્ટરો, શિક્ષણવીદો, વકિલો , CA , મહિલાઓ, પ્રબુદ્ધ નાગરિકો સાથે પરિસંવાદ
અમદાવાદ
વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીએ ગુજરાતના વેપારીશ્રીઓ, ડોક્ટરશ્રીઓ, શિક્ષણવિદ્શ્રીઓ, વકીલશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ (CA), મહિલાઓ, પ્રબુદ્ધ નાગરિકો સહિત ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતના નાગરિકો સાથે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પરિસંવાદ કરીને તેમને પડતી મશ્કેલીઓ અને અવરોધો વિશે માહિતી મેળવી હતી. ચિદમ્બરમે હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સૌને સાથે રાખવાની વિચારધારા સાથે ચાલનારો પક્ષ છે. ગુજરાતના મતદાતાઓ આ વખતે પરિવર્તન માટે મતદાન કરીને કોંગ્રેસની સરકાર બનાવે, કોંગ્રેસ સરકાર બનતાની સાથે શ્રી રાહુલ ગાંધીએ આપેલા દરેક વચનો નિભાવવા કોંગ્રેસ પક્ષ કટીબદ્ધ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી પી. ચિદમ્બરમજીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વેપારીશ્રીઓ, ડોક્ટરશ્રીઓ, શિક્ષણવીદશ્રીઓ, વકિલશ્રીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રીઓ (CA), મહિલાઓ, પ્રબુદ્ધ નાગરિકો સહિત ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતના નાગરિકો ભાજપના શાસનમાં ખુબ જ હાલાકી ભોગવી રહ્યાં છે અને તેઓના કોઈપણ પ્રશ્ન ઉપર સરકાર દ્વારા ધ્યાન અપાતું નથી, અમલદારશાહી પણ વેપારીઓને ખુબજ કનડી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ શ્રી રાહુલ ગાંધી દ્વારા અપાયેલ વચનો પરિવર્તન યાત્રાના માધ્યમથી ગુજરાતના ખૂણેખૂણે જનતા સમક્ષ પહોંચાડી રહી છે અને ગુજરાતની પ્રજાનો ખૂબ જ આવકાર મળી રહ્યો છે.આ પરિસંવાદમાં રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજી, વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રીઓ શ્રી કુલદીપ શર્મા, ડૉ. જીતુભાઈ પટેલ, શ્રી યુનુસ પટેલ, શ્રી પંકજ શાહ, બિમલ શાહ, શ્રી પંકજ પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, લિગલ સેલના ચેરમેનશ્રી યોગેશ રવાણી, ઓ.બી.સી. સેલના ચેરમેન ઘનશ્યામ ગઠવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પરિસંવાદ કાર્યક્રમના કન્વીનર ભાર્ગવ ઠક્કર, પ્રવક્તાશ્રીઓ ડૉ. અમિત નાયક, શ્રી પાર્થિવરાજ કઠવાડીયા, હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં. પરિસંવાદન કાર્યક્રમનું સંચાલન એ.આઈ.સી.સી.ના પ્રવક્તા આલોક શર્માજીએ કર્યું હતું તથા આભાર વિધિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને સંરક્ષણમંત્રી, સાંસદ પી. ચીદમ્બરમ દ્વારા ભાજપ શાસનના કાઉન્ટડાઉનની રીવર્સ ક્લોક (પરિવર્તનના સમય) નું અનારવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના પદાધિકારીઓ, પ્રવક્તાશ્રીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, આ પરિવર્તનના સમયની ઘડીયાળ આજથી લઈને ચૂંટણીના પરિણામના ૧૨ વાગ્યા સુધી રિવર્સ કાઉન્ટડાઉન કરશે અને ૮ ડીસેમ્બર ચૂંટણી પરિણામના દિવસે ૧૨ વાગે ઘડીયાળ બંધ થઈ જશે અને ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનના અંત આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે નોટબંધીની છઠ્ઠી વરસીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. જુની ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટના રેખાચિત્ર ઉપર ફુલહાર કરી અને અગરબત્તી કરી રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, એ.આઈ.સી.સી. પ્રવક્તા આલોક શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ પ્રવક્તા હિરેન બેંકર અને કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. અમિત નાયક, પાર્થિવરાજ કઠવાડીયાની ઉપસ્થિતીમાં ભારતીય જનતા પક્ષના કચ્છ જીલ્લાના આગેવાન જેઠવા દેવેન્દ્રસિંહ જુવાનસિંહ (પૂર્વ વિરોધપક્ષ નેતા જીલ્લા પંચાયત કચ્છ, માજી સરપંચ, ડાયરેક્ટર અબડાસા ખરીદ-વેચાણ સંઘ) અને જાડેજા રાણુભા શીવુભા (પૂર્વ મહામંત્રી કચ્છ જીલ્લા સરપંચ સંગઠન તથા રાજપૂત કરની સેના મીડિયા પ્રભારી ગુજરાત) તથા તેમના સાથે જોડાયેલ સામાજીક – રાજકીય આગેવાનોને કોંગ્રેસનો તિરંગો ખેસ પહેરાવી પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધિવત રીતે આવકારતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાનોને અમે કોંગ્રેસ પક્ષમાં આવકારીએ છીએ અને આજ રીતે ભૂતકાળમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં પણ “ભારત જોડો” અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
કચ્છ જીલ્લાના આગેવાન જેઠવા દેવેન્દ્રસિંહ જુવાનસિંહ જણાવ્યું હતું કે, હું અને મારા સાથીઓ ભાજપમાં કાર્યરત હતા પરંતુ હાલમાં ભાજપના પાયાના કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે તથા ગુજરાતના ખેડૂતોને પણ ખુબ જ અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગને ન્યાય માત્ર કોંગ્રેસ જ આપી શકે એમ છે. માટે અમો સાથે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યાં છીએ અને સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કોંગ્રેસ પક્ષમાં સંગઠનને મજબૂત કરીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વિજય બનાવીશું.અને અમારી સાથે ૧૦૦૦ થી વધુ કાર્યકર્તાઓ કૉંગ્રેસ માં જોડાશે તેવું જાડેજાએ જણાવ્યું હતું.