આદિવાસી મતો કબજે કરવા ભાજપનો મોટો દાવ
અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઑ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ તુટી છે અને ૫૦ વર્ષ સુધી કૉંગ્રેસમાં સમય પસાર કરનાર કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઑ સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવવા ઉપરાંત આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવે છે. કોંગ્રેસના આ ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. આજે સાંજે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે. 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા સિનિયર નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ 11 વખત ચૂંટણી લડ્યા હતા જેમાંથી તેઓ 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.