રાજપૂત સમાજને જે પક્ષ ટિકિટ આપશે તેનો ટેમ્પો જામશે,
GJ-18 ની ૫ સીટમાંથી ભાજપે ત્રણ ઠાકોર સમાજને ટિકિટ આપી, રાજપુત સમાજને એક પણ નહીં,
ગુજરાતમાં ચૂંટણીઓની ટિકિટો રાજકીય પક્ષો દ્વારા જાહેર કરતા ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે ૧૮૨ સીટમાં ભાજપ અને કોંગ્રેસને બે સીટમાં ઊંઘ ઉડી ગઈ હોય તેમ ભારે ગુચ પડી ગઈ છે, ત્યારે ગુચ કાઢવા જાય તો વધારે ગુચ પડી રહી છે ,ત્યારે ગુંચના અનેક નિષ્ણાતો પણ માથા ખંજવાળી રહ્યા છે, ત્યારે ઉત્તરમાં મહિલા તરીકે ભાજપે રીટાબેન પટેલની ટિકિટ જાહેર કરતા ભાજપ હવે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જાેઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસમાં ત્રણ જગ્યાએ હલવામાં છે તેમાં દહેગામ ઉત્તર ,બાયડ ની સીટ ગળાનુ હાડકું બની છે ત્યારે આ જ રાત સુધીમાં આ કોકડું ઉકેલાઈ જાય તેવી શક્યતા છે, ત્યારે ભાજપનો પણ જીવ તળિયે ચોટેલો છે તેમાં ઉતરની સીટમાં બે ઉમેદવારો છે ,તેમાં નિશીત વ્યાસ અને અજીતસિંહ વાઘેલા (વાસણીયા) , ત્યારે ઉત્તર ગુજરાત અને GJ-18 ની પાંચ સીટોમાં રાજપૂત સમાજનો એકડો નીકળી જતા અને ભાજપે એક પણ ટિકિટ ન આપતા ભારે રોષ છે, ત્યારે GJ-18 ના મોટાભાગના ગામોમાં રાજપૂત સમાજની જનસંખ્યા મોટી છે, ત્યારે રાજપૂત સમાજ સાથે ઇતર કોમ પણ તેમને ટેકો આપે ત્યારે ભાજપ ઉત્તરની સીટમાં કયો ઉમેદવાર આવે છે, તેની પણ નજર ટકાવી છે, ત્યારે ઉત્તર, દહેગામ, બાયડની સીટનું કોકડું કોંગ્રેસનું ગૂંચવાયું છે,
માણસા સીટમાં અર્બુદા સેના દ્વારા કોઈ ટેકાનો ફોડ ન પાડતા અમિત ચૌધરી નું કોકડું ગૂંચવાઈ ગયું છે, ત્યારે ૨૧ તારીખે અર્બુદા સેના કોને ટેકો આપવો, તે જાહેર કરશે ,ત્યારે હવે મુદ્દત જે પડી છે ,તે મુદ્દત ૨૧ તારીખની છે, ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આવતીકાલે છે, સત્તરા પે ખતરા તેમ હવે ભાજપ આજે રાત સુધીમાં જાહેર કરે છે તેવી શક્યતા છે ,હાલ કોકડું અમિત ચૌધરીને ટિકિટ અપાય અને અર્બુદા સેના આડી ફાટે તો ? કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજ તથા આપ દ્વારા ભાસ્કર પટેલ (પાટીદાર) ને ટિકિટ આપી છે ,હવે આપ દ્વારા ટિકિટ જાહેર કરતા પેચીદો પ્રશ્ન બન્યો છે, કારણ કે આપનું લેબલ એવું જાડું પણ માર્કેટમાં દોડી રહ્યું છે, ત્રિપાખીઆ જંગમાં સમીકરણો અનેક બદલાઈ શકે તેમ છે ત્યારે હાલ રેસમાં અમિત ચૌધરી,JS પટેલ,DD પટેલ યોગેશ પટેલ છે ,હવે જાે અમિત ચૌધરી કપાય તો JS પટેલને ચાન્સ ખરો ?કારણ DD પટેલને બે વખત ચાન્સ મળ્યો છે, ત્યારે યોગેશ પટેલ ને હજુ સુધી મળ્યો નથી, યોગેશ પટેલ પણ દાવેદારમાં ટોપ લેવલે ચાલી રહ્યો છે, ઠાકોર સમાજની ત્રણ ટિકિટ ભાજપ GJ-18 પાંચ સીટમાં ફાળવી દેતા પટેલને ફક્ત એક ઉત્તરની ટિકિટ મળી છે ,તે પણ મહિલા, હવે ચૌધરી અને રાજપૂત સમાજમાં ટિકિટ ન મળે તો નારાજગી છે, ત્યારે પાટીદારને બે થી ત્રણ ટિકિટ મળે ,પણ અત્યારે જે ટિકિટ મળી છે, તેમાં ફક્ત એક મહિલાને, ત્યારે માણસા ખાતે પાટીદાર તરફ ઝોક થાય તેવા એધાણ પણ સાપડી રહ્યા છે. હા, અમિત ચૌધરીની પાંચ વર્ષની જે બીજી મહેનત છે ,તે જાેર છે, રણનીતિકાટ જેવી છે ,પણ અર્બુદા સેનાનું ગૂંચળું નડી રહ્યું છે, ત્યારે ‘આપ’ નો ત્રિપાખીઓ જંગ પણ ટેન્શન રૂપ છે, હવે ટિકિટો જાહેર કરીને ઉમેદવારો જાહેર ભાજપ, કોંગ્રેસ કરે તો સારું, ઉજાગરા થી ઘણા ઉમેદવારો બીમાર પડી ગયા છે.
કોંગ્રેસ દ્વારા ઉત્તર, દહેગામ, બાયડ ની સીટ નો પેચ ફસાયો છે, ત્યારે ભાજપમાં માણસાનો પેચ ફસાયો છે, ગુચ એવી માસા ની પડી છે કે ઉત્તરા ણના નિષ્ણાંતો પણ શરૂ કરવું તે ખબર પડતી નથી, ત્યારે GJ-18 ખાતેના પાંચ વિધાનસભામાં પાટીદારોમાં ફક્ત એક મહિલા અને પુરુષ હજુ જાહેર કર્યા નથી ,માણસા ખાતે અમિત ચૌધરી અથવા JS પટેલ, યોગેશ પટેલ ફાઈનલ ચાલી રહ્યા છે, DD પટેલ ને બે વાર ચાન્સ આપેલ છે, ત્યારે પેચ ફસાવાનું કારણ હાલ અર્બુદા સેના?
આપ દ્વારા માણસા ખાતેથી ભાસ્કર પટેલની જાહેર કરતા ભાજપનો પાછો ખેસ ફસાયો જેવી સ્થિતિ, ઉત્તરની સીટમાં ભાજપનું ધ્યાન વધારે છે ,કોંગ્રેસ કયા ઉમેદવારને જાહેર કરે છે, ત્યારે રાજપૂત સમાજથી GJ-18 ખાતે ભાજપમાંથી કોઈને ટિકિટ મળી નથી ,રાજપૂત સમાજમાં જાેર ઉહાપો છે, ત્યારે ઉમેદવાર કોઈપણ પક્ષનો હોય ,રાજપુતો તૂટી પડો,તેવી વ્યુહરચના સાથે રાજપૂત સમાજમાં આગેવાનોના સુર પણ આવા ઉઠ્યા છે, હવે રાજપૂત સમાજને ક્યો પક્ષ ટિકિટ આપે છે, તેમાં હવે ફક્ત કોંગ્રેસ બાકી રહ્યું છે, કોંગ્રેસ ઉપર રાજપૂત સમાજ મિટ માંડીને બેઠો છે, ત્યારે ઉત્તરની સીટમાં રાજપુત સમાજનો ઉમેદવાર આવશે તો ચૂંટણીમાં ટેમ્પો જામશે,