ઠાકોરની ફોજમાં રહો મોજમાં, દક્ષિણ સીટમાં વિષ્ણુજી ઠાકોરનો લલકાર, પાર્ટીને આપ્યો પડકાર,
ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થયા બાદ ટિકિટોની ફાળવણી ભાજપને સરદર્દ સમાન બની ગઈ છે ,ત્યારે વિધાનસભાની GJ-18 ની દક્ષિણ સીટમાં સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ન ફાળવતા ભારે વિવાદનું વંટોળ ઊભો થયો છે ,ત્યારે દક્ષિણ સીટમાં સ્થાનિક ઉમેદવારની માગણીને લઈને અનેક રજૂઆતો કરવા છતાં ઉચ્ચકક્ષાએ એવા પ્રદેશ કક્ષાએ વાત સાંભળવામાં ન આવતા અને અલ્પેશજી ઠાકોર (આયાતી) ઉમેદવારને ટિકિટ ફાળવી દેતા રોષ ભભૂકી ઉઠ્યો હતો, ત્યારે વિષ્ણુજી ઠાકોર (ભાઈજીપુરા) દ્વારા પોતે જ અપક્ષ ઉમેદવારી નોંધાવીને તમામને ચોંકાવી દીધા છે, પોતે વર્ષોથી ભાજપમાં છે, અને તેમની રજૂઆત સ્થાનિકોને ટિકિટ આપવાની હતી, જે માંગ ન સંતોષાતા પોતે અપક્ષ તરીકે ફોર્મ ભરતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વિષ્ણુજી પોતે અનેક સેવાઓમાં જાેતરાયેલા છે, અંબાજી પગપાળા ચાલતા હજારો લોકોને ભોજન ,પાણીથી લઈને તમામ રહેવાની સગવડ સાથે રસોડું ચલાવવીને સેવા આપે છે, ઠાકોર સમાજમાં પણ તેમનું નામ ઊંચું છે ,સમૂહ લગ્ન દર વર્ષે યોજાયેલ એટલે હર હંમેશાં દીકરીઓથી લઈને સમૂહ લગ્નમાં પણ તેમનું માતબર દાન હોય,GJ-18 ના ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારોમાં વિષ્ણુજીને દબદબો રહેલો છે. વિષ્ણુજી પોતે યુવાન તથા ખંતીલા કાર્યકર છે, મનપામાં પણ તેમણે ઉમેદવારોને જીતાડવા નેમ લીધી હતી, જે ચાર સીટો જીતી ને લાવ્યા હતા, ત્યારે અપક્ષ ફોર્મ ભરીને વિષ્ણુજીએ પ્રચાર શરૂ કરી દેવા શ્રી ગણેશ કરી દીધા છે.
દક્ષિણની સીટમાં વિષ્ણુજી ઠાકોરે ફોર્મ ભરતા ચર્ચાનો વિષય, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે દબદબો, ત્યારે કોંગ્રેસમાંથી હિમાંશુ પટેલ, ભાજપમાંથી અલ્પેશ ઠાકોર અને આપમાંથી દોલત પટેલે ઉમેદવારી નોંધાવી છે
ચૂંટણી જીતવા હવે સ્થાનિક ઉમેદવાર તરફ પ્રજાનો ઝોક વધારે છે
ત્યારે ભાજપ દ્વારા આ ચૂંટણી જીતવા વિષ્ણુજી ઠાકોરની ઉમેદવારી ટેન્શનરૂપ બની ગઈ છે, ત્યારે વિષ્ણુજી આ સીટમાં બોકડા બોલાવી દેશે,