ગુજરાતમાં નવયુવાનોની સંખ્યા વધી રહી છે, અને ડિગ્રી ધારકો પણ મોટી સંખ્યામાં વધી રહ્યા છે, ત્યારે બેકારીનો આંક વધી રહ્યો છે, સચિવાલયથી લઈને સરકારી શાખાઓમાં રીટાયર્ડ બાદ પેન્શનરોની ઘુસણખોરી મોટાભાઈ વધી છે, ત્યારે નવ યુવાનો એવા ટેલેન્ટેન્ડ માટે કોઈ જગ્યા નહીં, અત્યારે મોટાભાગનું સચિવાલય ગરડાઘર બની ગયું છે, મુખ્યમંત્રીએ હમણાં જ પરિપત્ર ૧૨ પાડ્યો હતો તેમાં તમામ ટેકનિકલ નોન ટેકનિકલ નિવૃત્ત અધિકારી કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવાનો પણ આ જીઆરનું સુરસુરીયું હોય તેમ મુખ્યમંત્રી કાર્યાલયને ઉલ્લુ બનાવીને ‘‘નલ સે જલ’’ કાર્યક્રમમાં ટેકનિકલ માણસો મળતા નથી, આવા નિત બહાના કરીને મંજૂરી મેળવી લેતા હોય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અહીંયા રોકેલો સ્ટાફની કોઈ લેવા દેવા નહીં સરકારની તિજાેરીને ભારણ આપવા જેવું છે, ત્યારે જરૂરિયાત મંદ એવા નવ યુવાનોને નોકરી આપો, પેન્શનર જરૂરિયાતમંદ નથી ત્યારે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગ્રામ્ય પાણી પુરવઠાની સેવાઓ ઉભી કરવા તથા એક કરતાં વધુ ગામોને આવરી લેતી ગ્રામ્ય જૂથ પાણી પુ૨વઠા યોજનાઓના અમલીકરણ અને સંચાલન અંગેની કામગીરી કરે છે. આ મહત્વના બોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી નિવૃત કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર કામે રાખી કામગીરી કરાવવામાં આવી રહી હોવાના આક્ષેપ સેક્ટર-૨૪માં રહેતા અશ્વિનભાઈ નાયીએ કર્યા છે. તેમણે નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં રજૂઆત કરી છે જે અનુસાર કેન્દ્ર સરકારના નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં દરેક ઘેર નળ કનેકશન આપવાની યોજનાના લક્ષ્યાંકો નિયત સમય મર્યાદામાં અનુભવી સ્ટાફની નિયુક્તિ આવશ્યક છે તેમજ સ્ટાફનો અભાવ છે તેવા ગેરવાજબી કારણો દર્શાવી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કુલ ૬૪ નિવૃત્ત કર્મચારીઓને આઉટસોર્સિંગથી નિમણૂક આપી કામગીરી કરાવવામાં આવી રહી છે. આ કર્મચારીઓ પાસે જે કામગીરી કરાવવામાં આવી રહે છે તેને નલ સે જલ કાર્યક્રમને દૂર | સુધી કંઇજ લેવા દેવા નથી, તેમની પાસે માત્ર વહીવટી કામગીરી | કરાવવામાં આવી રહી છે. ગૌણ સેવા | પસંદગી મંડળ દ્વારા પસંદગી પામેલા ૨૧૧ સિનિયર ક્લાર્કની ભરતી કરાઇ છે તેઓને નિમણૂકના આદેશ પણ આપવામાં આવ્યા છે ત્યારે આઉટસોર્સિંગથી નિમણૂક પામેલા ૬૪ નિવૃત્ત કર્મચારીઓની સેવા પણ સમાપ્ત કરવા નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને | કલ્પસર વિભાગમાં રજૂઆત | કરવામાં આવી છે.
નવ યુવાનોને નોકરી મળતી નથી અને અહીંયા પેન્શનરો અભીભી મેં જવાન હૈ, તેમ ચીપકી ગયા છે, ત્યારે આખે આખી ગેંગ હોય તેમ ૬૫ જેટલા કર્મચારીઓ રીટાયર્ડ બાદ ટેકનિકલ નોન ટેકનિકલના સ્ટાફના નામે ફાઇલ પર મંજૂરી મેળવીને નિમણૂક મેળવી લે છે,
મુખ્યમંત્રી દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે, તો પણ ટેકનીકલ એવા નલ સે જલ’’ ગામડામાં ખૂબ જ જરૂરિયાત છે અને સમય બંદ્ધ કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે, તેમ કહીને મંજૂરી મેળવતા હોય છે, ત્યારે હવે ગરડા ઘર બનેલું સચિવાલયની હવે યુવાનોને પ્રધાનને આપો.