ભાજપના રુચિર ભટ્ટ, કોંગ્રેસના નિશિત વ્યાસને એક ઇંચે છેટુ થઈ જાય છે આ વખતે નિશિતે રંગ રાખ્યો
ગુજરાતમાં ચૂંટણીઓના ફોર્મ ભરવાનો આજેછેલ્લો દિવસ છે ,ત્યારે કોંગ્રેસ દ્વારા બાજકણી બેઠક ગણાતી ઉત્તર શીટમાં દર વખતે છેલ્લા દિવસો અને છેલ્લી ઘડીએ ટિકિટ જાહેર કરવામાં આવે છે ત્યારે આ વખતે ભાજપમાં પણ એવું જ થયું છે. ભાજપ દ્વારા ૩૨ થી વધારે ઉમેદવારોએ ઉત્તરશીટમાં ઉમેદવારી કરી હતી, ત્યારે મહિલાએ બાજી મારતા શહેર પ્રમુખ રુચિર ભટ્ટ જાેવા જઈએ તો ગેઈનમાં ચાલતા હતા, મોમાં આવેલો કોળિયો જતો રહે તેમ ,છેટુ થઈ ગયું, ત્યારે રુચિર એવા ગણપતિના પેટ જે મોટા થયેલા છે, તે તમામના કાચા- પાકા ચિઠ્ઠા પેટમાં ધરબીને બેઠા છે ,ગમે તે પ્રશ્ન સર્જાય એટલે માથે લઈ લે ,પેટમાં નાખી દે, તેવો ઘાટ છે ,ત્યારે ઉમેદવારની ભલામણ કરનાર રુચિર હરહંમેશા સેનાપતિ જ રહ્યા છે. બાકી ભૂદેવની બુદ્ધિને મહાત કોઇ ન આપી શકે પણ આ ભોલેબાવાએ ઝેર પીધા જાણી જાણી તે અનેક ઘુંટડા ટિકિટ ન મળી હોય તેના અને અપમાન ના પીધા છે, ત્યારે આવા જ વર્ષોથી પક્ષને વફાદાર રહેલા કોંગ્રેસના નિશિત વ્યાસને બે વખત ટિકિટ પાકી થઈ જાય અને ફોર્મ ભરાઈ ગયા બાદ મેન્ડેડ બીજા કોઈના નામે આવે, પણ હા,આ વખતે આ ભાથીની ટિકિટ ફાઇનલ હતી અને મોડી રાતથી લઈને અત્યાર સુધી ચર્ચાનો દોર ચાલ્યો અને ભાથી પોતે જાેવા જઈએ તો ચૂંટણી લડવાના મૂડમાં હતા ,પણ અનેક મિત્રોના કારણે આ ટિકિટ જતી કરી છે. કહેવત છે કે ભૂદેવના આશીર્વાદ જાેઈએ, ત્યારે અગાઉ ટિકિટ કપાઈ જતી હતી અને મેન્ડેડ બીજાના ખોળે જતો હતો ,ત્યારે આ વખતે કોંગ્રેસના શંકર એવા શિવજીએ જાણી જાેઈને ઝેર પીને અજીતસિંહ ને ઘોડે ચડાવ્યા છે.
GJ-18ની પાંચ સીટોમાં એક પણ સીટમાં રાજપૂત સમાજને ભાજપ દ્વારા સ્થાન ન મળતા અને રાજપૂત સમાજની લાગણીને માન આપીને શિવજીએ ઘુટડા પીધા છે ત્યારે ભાજપમાં ભૂદેવ ની ટિકિટ કપાઈ અને બીજાની લીટી મોટી કરવામાં માનતા ભાજપના ભૂદેવ ની લીટી નાની થઈ ગઈ ,પણ હા, કોંગ્રેસના ભૂદેવ સમજણપૂર્વક રાજપૂત સમાજ માટે જે ટિકિટ જતી કરી તે ખરેખર ચર્ચાનો વિષય બન્યો છે. બાકી વિષના પ્યાલા પીધા જાણી જાણી ,તેમ ભાજપ અને કોંગ્રેસમાં બંને ભૂદેવોએ ભોગ તો આપ્યો છે .૧૦ વર્ષથી મહાનગરપાલિકામાં બ્રહ્મ સમાજમાંથી અનેક નગરસેવકો ચુંટાય છે, ત્યારે સ્થાન ક્યાંય મળતું નથી, અહીંયા પણ આ જ સ્થિતિ છે, ભાજપ શહેર પ્રમુખે ગઈકાલે કમલમ સેક્ટર- ૨૧ ખાતે ઉમેદવાર રીટા પટેલ આવ્યા ત્યારે ખેલ દિલીથી પોતે મોટા બેન હોય અને ઘરમાં ઝઘડા થાય, પણ સાંભળવામાં મોટા બેનનું જ આવે, ત્યારે મહિલાને પ્રાધાન્ય હોય તેમણે આ ઘૂંટડો પણ પીવો પડ્યો છે.બાકી નિશિત વ્યાસ સંદર્ભે અગાઉ ટિકિટ કપાઈ હતી અને આ વખતે ટિકિટ મળવાની ફાઈનલ છતાં પોતે રાજપુત સમાજની લાગણીને માન આપીને હટી ગયા તેવું સૂત્રો દ્વારા માહિતી મળતા અનેક રાજપૂત સમાજમાં આ મેસેજ અંડર કરંટ વાયરલ થતાં નિશિત નું કદ અને માર્કેટ ભારે ઉછળવા પામ્યું છે ત્યારે રાજપૂત સમાજનો ટેમ્પો જમાવવા નિષિતે ગીયર પાડતા હવે અજીતસિંહ ચૂંટણી લડવાની કમાન સંભાળશે
ઢકોંગ્રેસના ભૂદેવ ની આ વખતે ટિકિટ પાકી ,પણ રાજપૂત સમાજના અનેક આગેવાનોની ભલામણથી ભૂદેવ એવા નિશિત વ્યાસે ટિકિટ જતી કરી, ત્યારે અજીતસિંહ વાઘેલા કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે, GJ-18 ની પાંચ સીટોમાંથી ભાજપ દ્વારા એક પણ સીટ ન ફાળવતા રાજપૂત સમાજ ભારોભાર નારાજગી દેખાઈ રહી છે ત્યારે GJ-18 ની ઉત્તરની સીટમાં રાજપૂત સમાજનો ટેમ્પો જામે તો નવાઈ નહીં, બાકી ભાજપના ભૂદેવ એવા પેંટાળા ગણપતિ પણ અનેક વિષના પ્યાલાલા પીને ગાગર જેવું પેટ કરીને બેઠા છે, લેવા કરતાં વધારે દીધું છે, ત્યારે બંને ભોળાનાથને વંદન…