ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરીની આરોપી નશિમબાનુને વટવાથી પકડી 

Spread the love

આરોપી પાસેથી સોનાનાં દાગીનાનો કુલ રૂ.૮૭,૦૦૦ મુદ્દામાલ મળી આવ્યો

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. કે.એસ.સિસોદીયા, અ.હેડ કોન્સ. સુરેશભાઈ જીવણભાઈ અ.પો.કોન્સ. દિગ્વિજયસિંહ ભુરુભા અ.પો.કોન્સ. હર્ષદસિંહ ગંભીરસિંહ તથા આ. વુ.પો.કોન્સ. નયના નારસિંહ દ્વારા ઘરફોડ ચોરીના આરોપી નશીમબાનુને વટવા મકદુમનગર ચાર રસ્તા પાસે જાહેર રોડ પરથી ઝડપી લીધી હતી.

આરોપી પાસેથી સોનાનો હાર નંગ-૧ કિં.રૂ.૬૦,૦૦૦/-, સોનાની બુટી જોડ-૧ કિં.રૂ.૨૫,૦૦૦/- તથા સોનાની નાકની કાંટી નંગ-૧ કિં.રૂ.૨,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૮૭,૦૦૦/- મુજબનો મુદ્દામાલ મળી આવતા તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપી પતિ તથા બાળકો સાથે ભાડાના મકાનમાં તેના સસરાથી અલગ રહે છે. દર રવિવારે બાળકોને સાથે લઇ તેના સસરાને ઘરે મળવા માટે જતી હતી. એક દિવસ સાસરી ખાતે બપોરના દોઢેક વાગે બાળકોને લઇ ગયેલ હતી. તે વખતે થોડા સમય પછી સસરા તથા દિયર અને નણંદ કામથી બહાર ગયેલ હતા. આ વખતે તે ઘરમાં એકલી હાજર હતી. જેથી સસરાના મકાન ખાતે રહેલ તીજોરી ખુલ્લી જણાતા જે તીજોરીમાં પડેલ સોનાના દાગીનાની તેને ચોરી કરી લઇ લીધેલ અને તેની પાસેના પર્સમાં મુકી દીધેલ હતા. સસરા તથા દિયર અને નણંદ આવતા તેઓ સાથે વાતોચીતો કરેલ અને સાંજે જમી પરવારી તેના બાળકોને સાથે લઇ મોડી રાતના તેના ભાડાના મકાન ખાતે ચોરી કરેલ સોનાના દાગીના સાથે લઇ જતી રહી હતી. આ દાગીના તેના ઘરે મુકી રાખેલ હતા. તેના મકાનના ભાડા તથા અન્ય ઘરવખરીનો સામાન ખરીદવા માટે પૈસાની જરૂર પડતા તે ચોરી કરેલ સોનાના દાગીના વેચાણ કરવા માટે નિકળેલ હતી. કબ્જે કરેલ મુદ્દામાલ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશન પાર્ટ એમાં ઇપીકો કલમ ૪૫૪, ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.જેથી આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ, કાગળો તથા આરોપીને દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com