ગુજરાતમાં ચૂંટણીઓના ફોર્મ ભરાઈ જતા અને GJ-18 ની સીટોના ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો, ત્યારે ભાજપમાં એક ભારે ચર્ચા ચાલી છે તેમાં હાલ શંકાના દાયરામાં છે, પણ જાેવા જઈએ તો નામ ભળતું આવે છે, ત્યારે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર અને સારી એવી પોસ્ટ પર રહેલા ભાજપના ઉત્તરસીટના ઉમેદવાર તરીકે બાયોડેટા આપ્યો હતો, ત્યારે મહિલાને ટિકિટ મળતા કોઈને ટિકિટ મળી નથી ત્યારે સૌથી વધારે કલહ-કંકાસ હાલ ભાજપમાં ચાલી રહ્યો છે, ટિકિટો મોડી ફાળવતા આ કાળો કકડાટ ચાર રસ્તે મૂકવા ક્યાં જવો કારણ કે કાળી ચૌદસ પણ જતી રહી ,ત્યારે ભાજપની સીટના ઉમેદવાર અપક્ષના ટેકેદાર બન્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે એટલે કે તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે ચૂંટણી અધિકારીની કચેરી એવી ૩૬ ઉત્તર GJ-18 વિધાનસભામાં ઉમેદવારી પત્રક મોકલવામાં આવેલ જે છેલ્લા દિવસે ૧૭ ફોર્મ ભરવામાં આવ્યા હતા, ત્યારે અનુક્રમ નંબર એક ઉપર દેસાઈ મોતીભાઈ કુંવરજીભાઈ રહે. સેક્ટર-૨૬ ન્યુ ગ્રીન સિટી નેશનલ પાવર પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે, ત્યારે ટેકેદાર તરીકે દેવેન્દ્રસિંહ ચંદનસિંહ ચાવડા ભાગ નંબર ૨૦૧ ઓબ્લિક ૩૯૭ બોલી રહ્યો છે, ત્યારે ખરેખર આ નામ છે, તે ભાજપના નેતાનું જ છે કે બીજાનું અને તે પણ સેક્ટર- ૨૬ એવા કિસાન નગર ખાતે જ રહે છે, ત્યારે જાે હા હોય તો ભાજપના ઉમેદવાર પક્ષના ટેકેદાર બંને ગણાય કે નહીં.
ચૂંટણીઓનો ચક્રવાત ચાલી રહ્યો છે, ત્યારે ભાજપમાં ટિકિટો બાદ કાળો કકડાટ સમ્યો નથી, ટિકિટો મોડી જાહેર કરતા આ કકળા ખરેખર કાળી ચૌદસએ ચાર રસ્તા પર મુકવાનો હતો, હવે કાળી ચૌદસ તો જતી રહી પણ પાર્ટીની ચૌદસો હજુ અકબંધ છે, ત્યારે ખરેખર આ વ્યક્તિ કોણ છે? તે પ્રજામાં પ્રશ્ન ચંચાઈ રહ્યો છે.