ગુજરાતમાં ચૂંટણીઓના ફોર્મ ભરાઈ ગયા બાદ અનેક સમાજઓએ દરેક પાર્ટી પાસેથી ટિકિટો સમાજના આગેવાનોને મળે તે માટે લોબીંગ કર્યું હતું ત્યારે આ લોબીંગ બૂમરેગ સાબિત થતા અને પ્રજાપતિ સમાજે ૧૦ ટિકિટના બદલે એક પણ ટિકિટ ન ફાળવતા ભારે રોષ જાેવાય રહ્યો છે, ત્યારે આજરોજ સેક્ટર-૨૯ ખાતેના પ્રજાપતિ સમાજ હોલ ખાતે આગેવાનોની મીટીંગ થઈ હતી અને તેમાં એક આગેવાને ભાજપને મત નહી આપવા રણસીંગુ ફૂક્યુ હતું. ત્યારે બધામાં એકસૂત્રતા ન હતી, ત્યારે હજુ બેઠકો ઉપર બેઠકો થઈ રહી છે અને શું ર્નિણય લેવો તે પણ અસમંજસ જ રહ્યો છે.વધુમાં કોંગ્રેસ, આપ દ્વારા એક એક ઉમેદવારને ટિકિટ આપી છે, જેથી રણનીતિ તૈયાર કરીને આ બે ઉમેદવારને જીતાડવા સમાજના આગેવાનો લાગી જાય તેવું સૂચન થયું હતું.
પ્રજાપતિ સમાજે ચૂંટણી પહેલા દસ ટિકિટ ફાળવવા માંગ ભાજપ પાસે કરી હતી ત્યારે એક પણ ટિકિટ ન ફાળવતા રોષ સમાજમાં વ્યાપ્યો છે, ૨૭ વર્ષથી ભાજપને સત્તા પર રાખીને ટેકો હંમેશા આપેલો છે ત્યારે એક પણ ટિકિટ ન ફાળવતા રોષની લાગણી સાથે હવે જે ઉમેદવારને ટિકિટ મળી છે, તેને જીતાડવા તે મત વિસ્તારમાં જવું જાેઈએ તેવા સુર વ્યક્ત કર્યો હતો