કોંગ્રેસ સીનીયર ઉપપ્રમુખ બાલુભાઈ પટેલે ટીચર અને ચિલ્ડ્રન યુનિ.ના કુલપતિ હર્ષદ પટેલ સામે ચુંટણી પંચમાં ફરીયાદ કરી 

Spread the love

 

હર્ષદ પટેલે બદઈરાદાથી કોઈને ખબર ન પડે એવી રીતે ભાજપને મદદનાં હેતુથી અધ્યાપકો અને પ્રોફેસરોની નિયુકિતની પ્રક્રિયા કરી

અમદાવાદ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા આજથી એક વર્ષ પહેલા એટલે કે ૧૭/૧૧/૨૦૨૧ ના રોજ આચારસંહિતાના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. આ નિયમની જોગવાઈ ૧૧(૮) (સરકારે બહાર પાડેલ જાહેર નામાના પાના નં.૧૭ પહેલી ત્રણ લીટી) મુજબ રાજય સરકારના કોઈપણ વિભાગ દ્વારા આદર્શ ચૂંટણી આચારસંહિતા જાહેર થયા પછી કોઈ વ્યકિતની નિમણૂંક કરી શકાતી નથી.

ટીચર યુનિવર્સિટીના કુલપતિ અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ મીડીયા કોઓર્ડિનેટર હર્ષદ પટેલ દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં અધ્યાપકો અને પ્રોફેસરોની નિયુકિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એટલું જ નહિ ૧૦ દિવસના ટૂંકા ગાળામા ઉમેદવારોનું ડોકયુમેન્ટ વેરીફીકેશનલ, ત્યારબાદ ઈન્ટરવ્યુની પ્રક્રિયા, નિમણૂંકનો પત્ર આપીને નિમણૂંક પણ કરી દેવામાં આવી. કોઈપણ યુનિવર્સિટીમાં આજથી ૧૦ દિવસના ગાળામાં આ બધી પ્રક્રિયાઓ થતી હોતી નથી. પરંતુ હર્ષદ પટેલે બદઈરાદાથી કોઈને ખબર ન પડે એવી રીતે ભારતીય જનતા પાર્ટીને મદદ થઈ શકે એવા હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા ગુજરાત સરકારે બહાર પાડેલા આચારસંહિતાની વિરૂદ્ધ હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સીનીયર ઉપપ્રમુખ બાલુભાઈ પટેલે ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારને ફરીયાદ કરી છે અને હર્ષદ પટેલને તમામ હોદા ઉ૫૨થી દૂર કરવા માટે તથા તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગણી કરી છે. આ મતલબનો પત્ર ગુજરાત ઈલેકશન કમિશનને પણ પગલા લેવા માટે મોકલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com