ગુજરાતમાં ચૂંટણીઓના હવે ઘોંઘાટો પ્રચારના સંભળાઈ રહ્યા છે, ત્યારે GJ-18ની પાંચ બેઠકોમાં પ્રચારમાં વેગ પકડ્યો છે, ત્યારે ઉત્તરશીટના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલા (અજીતસિંહ વાસણીયા) પોતે લોક સંપર્ક રાઉન્ડ સાથે પ્રચાર કર્યા બાદ વિસામો લીધો હતો. વિસામો લીધા બાદ તમામ કાર્યકરોએ ચા પીતા ઉમેદવાર એવા વિરેન્દ્રસિંહ ચાની ચુસ્કી મારી રહ્યા હતા, કાર્યકરો સાથે બાંકડા બેઠક હોય તેમ જૂની, પુરાણી યાદો પણ તાજા થઈ જતા એક બાંકડા ઉપર ત્રણ જણ જે બેઠા છે , તેમા બધા વર્ષો જૂના કાર્યકરો છે ,મામા ,ભાણેજ ,ભાણીયા થી લઈને એકબીજાને સંબોધતા ગમે તેવી સ્થિતિમાં પાર્ટી છોડી નથી, કોંગ્રેસમાં અકબંધ રહ્યા છે.વિરેન્દ્રસિંહ વાઘેલા પણ બે વખત ટિકિટ ના દાવેદાર બન્યા હતા, પણ ટિકિટ કપાઈ જતી હતી, ત્યારે GJ-18 જિલ્લામાં રાજકીય પક્ષોમાં કોઈપણ એક પણ ટિકિટ રાજપૂત સમાજને સોગંધ ખાવા પૂરતી પરના આપી નથી,ત્યારે કોંગ્રેસે GJ-18 ની પાંચ સીટોમાંથી એક સીટ રાજપૂત સમાજને ફાળવતા રાજપૂત સમાજે પણ કોંગ્રેસનો આભાર માન્યો છે.
બાકી OLD IS GOLD,ભાગ્યું તોય ભરૂચ, એવું કોંગ્રેસમાં આજે પણ હજારો કાર્યકરો અકબંધ છે ,જેપક્ષ બદલીને ગયા છે ,એ મોટા નેતાઓ ગયા છે, બાકી કાર્યકર તો ત્યાંને ત્યાં જ રહ્યો છે, ત્યારે જુના જાેગી એવા કે .આર પટેલ થી લઈને અશ્વિન દવેએ ઓફિસ કાર્યાલય સંભાળી લીધું છે, કોઈ જ આશા નહીં, પક્ષને વફાદાર એવા અનેક કાર્યકરો આજે પણ અકબંધ કોંગ્રેસને છે ,ત્યારે સેક્ટર- ૩ ખાતે પ્રચાર દરમિયાન ઉમેદવારને ચાની કીટલીવાળાએ હૃદયથી આવકાર આપતા ઉમેદવાર ગાડીમાંથી ઉતરીને ચાની કીટલીએ ચૂસકી મારી હતી.
GJ-18ની ઉત્તર, દક્ષિણ,માણસા, કલોલ દહેગામની સીટમાં રાજકીય પક્ષો દ્વારા રાજપૂત સમાજને કોઈ પ્રાધાન્ય અને ટિકિટ ન આપતા, ભારે નારાજગી જાેવાઈ રહી છે, કોંગ્રેસે આસાનું કિરણ એવા ને ટિકિટ આપીને નવયુવાન ચહેરો, પાવરફુલ,
અડધી રાતે દોડતા એવા ઈમરજન્સી ૧૦૮ ને ટિકિટ આપી છે.