ગુજરાતમાં ચૂંટણીઓના પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે ફોર્મ ભરાઈ ગયા બાદ ભાજપના જિલ્લા પ્રમુખ અનિલ પટેલ અને શહેર પ્રમુખ રુચિર ભટ્ટ દોડી દોડીને ફુશ થઈ ગયા છે ૨૪ કલાકમાં ૨૧ કલાક કામ કરી રહ્યા છે. અનિલ પટેલ દિવસમાં દહેગામ ,માણસા, કલોલ ખાતે દિવસમાં ત્રણ વાર જાય છે, ત્યારે રુચિર ભટ્ટ ઉત્તર અને દક્ષિણ સીટમાં લગે રહો મુન્નાભાઈ ની જેમ ફૂટબોલની માફક દોડાદોડીમાં ફંગોળાઈ રહ્યા છે, ત્યારે આ બંને જિલ્લા તથા શહેર પ્રમુખ રાત્રે ઘરે પર જતા નથી અને કાર્યાલયની ખુરશીમાં સૂઈ જાય છે, ત્યારે સવાર વહેલી પડતા ,ઘરે પાછા ન્હાવા જાય ,બાકી કુદરતની બલિહારી છે કે દિવસ અને રાત ૨૪ કલાક છે, નહીંતર લોકો કામ કેટલું કરે?શહેર પ્રમુખ હાલ ઊંઘ, જમવાનું થી લઈને તમામ શિડયુલ તૂટી જતા દુદાળા બની ગયા છે અને પક્ષના અનેક લોકોના પ્રશ્નોને પેટમાં પધરાવીને આ ગણપતિ એ પેટ પર ગાગર જેવું બનાવ્યું છે ત્યારે હવે અનિલ પટેલ પણ હવે ગાગર જેવું પેટ થવાની તૈયારીમાં છે, બાકી કહેવાય છે કે સુખી માણસોના પેટ વધે ,પણ આર્યુવેદિક કહે છે કે જેમનું પેટ અંદર ,તેના રોગ બહાર, ત્યાંરે ચૂંટણી લડવાથી લઈને રોજેરોજ આવતા કાર્યક્રમોથી બંને પ્રમુખોની ઠુસ નીકળી ગઈ છે.
અનિલ પટેલ પોતે શિક્ષક છે, ત્યારે વિદ્યાર્થીઓને કેવી રીતે રાખવા તેનું સારું જ્ઞાન છે, પણ અહીંયા રાજકીયમાં અનિલ પટેલના રોજ ક્લાસ લેવાય છે ,૨૪ કલાકમાં ૨૧ કલાક કામ કરતા અનિલ પટેલ ઓફિસની ખુરશીમાં સૂઈ જાય છે અને રહેઠાણ માણસા હોવાથી પોતે ન્હાવા પુત્રના ઘરે જતા રહે છે ત્યારે પ્રમુખ પદ કેટલું આકરૂ છે, તે બીજાની થાળીમાં લાડવો મોટો જ લાગે
રુચીર ભટ્ટ રાત્રે ઘણીવાર પોતાના વાહનમાં સૂઈ જાય છે. રોજ રાતે ત્રણ થી વધારે વાગતા પોતે ગાડીમાં સુઈને સવારે પાછા ૬ઃ૦૦ વાગે સેલ મારી ન્હાવા જાય ,બાકી પ્રમુખ પદનો તાજ ભલે પાવર ગણાય ,પણ ૨૧ કલાક કામ કરીને પાવર પર ડીમ થઈ જાય છે. ભાજપ ૨૭ વર્ષથી એકહથ્થું જે શાસન છે ,તે આવા કાર્યકરોની દેન છે.
ભાજપ શહેરની ટીમમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પણ હાલત આવી જ છે, ત્યારે હાલ દોડા દોડીમાં પોપટ પાળીને બેઠા છે બાકી રૂચિરની ટીમમાં ૨૧ કલાક કામ કરનારા આ કાર્યકરોની સૂચિ પણ છે, ગૌરાંગ પટેલ ,જયેશ જાેરદાર ,નિલેશ પટેલ, કનુ દેસાઈથી લઈને અનેક કાર્યકરોના આ છ મહિનામાં ગાભા-ડુચા નીકળી ગયા છે ,નેનો વાળા રાણા ની વાત નિરાળી છે ,બાકી ભાજપનો તનતોડ મજુર, જયેશ જાેરદાર ,નેનો વાળા રાણા ગમે તેવી સ્થિતિમાં લોચા પડ્યા હોય તો લાપસી રાંધીને ઘી રેડી ખવડાવી દે, બાકી હાઈ કેમેરા અને કોઈ પણ કામના લક્ષ્યાંક કહેવાય