રોટલાં તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય હવે સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છે : રાજ્યસભા સાંસદ રાજીવ શુકલા

Spread the love

 

ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરા કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છેઃ રાજીવ શુકલા

ભાજપ ૨૭ વર્ષનો હિસાબ આપવાને બદલે હવે કહી રહી છે કે, આ ચૂંટણી આવનારા ૨૫ વર્ષ માટે છે : આલોક શર્મા

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ શુકલાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રોટલાં પણ તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશની જનતાએ પણ સરકાર બદલવાનું નક્કી કરી દીધું છે.

છત્તીસગઢમાં ગાય તથા અન્ય પશુઓના છાણના ૨ રૂપિયા કિલો ચુકવાઈ રહ્યાં છે જ્યારે પશુમુત્રના ૪ રૂપિયા લીટર દીઠ ચુકવાઈ રહ્યાં છે. જે પશુ દુધ નથી આપી શકતા તેને પણ તેના માલિકો સાચવી રહ્યાં છે અને રખડતા ઢોરોનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે. આ યોજના ગુજરાતમાં પણ લાવવામાં આવશે. સરકાર પણ આ યોજનાથી નફો મેળવી રહી છે. છાણના દ્વારા વર્મી કંપોઝ કરી તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને અનેક ઘણો નફો મેળવી રહી છે એ જ પ્રમાણે ગૌ મુત્ર સાથે જડીબુટ્ટી મિલાવીને પેસ્ટ્રીસાઈઝ બનાવી રહી છે જે ૧૭ રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે. છત્તીસગઢ સરકારના મુખ્યમંત્રીએ એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો કે, ક્લાસ-૨ સરકારી મહિલા કર્મચારીએ એક નાના ગામના પશુપાલન અને છાણના ધંધાદારી સાથે લગ્ન કર્યા ત્યારે પુછવામાં આવ્યું તો જાણ થઈ કે ગામડામાં રહેતા આ પશુપાલકનું ૯૦ લાખ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે. કોંગ્રેસની જ્યાં જ્યાં પણ સરકાર રહી છે ત્યાં ગામડાની અર્થવ્યવસ્થા વધુ મજબુત બની છે. કોંગ્રેસ જે કહે છે તે કરે છે, યુ.પી.એ. સરકાર વખતે ૭૦ હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેવામાં આવ્યો. રાજસ્થાન અને છત્તીસગઢ એ સરકારી કર્મચારી માટે જુની પેન્શન સ્કીમ (ઓ.પી.એસ.) અમલમાં મુકી છે. મનરેગાની આ જ લોકો મજાક કરતા હતા જ્યારે આજે તે વિશ્વની સૌથી વધારે રોજગારી આપતી સફળ સરકારી યોજના તરીકે વખણાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ તો આકાશના તારા સાથે મંગળ અને શુક્ર ગ્રહ પણ લાવી આપીશું તેવી વાતો કરી હતી. ૪૦ રૂપિયે લીટર પેટ્રોલ, ૧૫ લાખ રૂપિયા લોકોના ખાતામાં નાખવા, ૨ કરોડ લોકોને રોજગારી જેવા અનેક ખોટા વાયદાઓ કરીને જનતાને છેતરી રહી છે. ભાજપ ૫૦ રૂપિયાનું કામ કરે અને ૫૦૦ રૂપિયાનો પ્રચાર કરે છે. ગુજરાત અને દેશની જનતા એ હવે નક્કી કરી લીધું છે કે, સારી અર્થવ્યવસ્થા માટે, સારી રોજગારી મેળવવા માટે, મોંઘવારી ઓછી કરવા માટે અને સુશાસન માટે જો કોઈ યોગ્ય પક્ષ હોય તો તે માત્ર કોંગ્રેસ છે.

ગુજરાત કોંગ્રેસનું મેનીફેસ્ટો એ અમારો પરિવર્તનનો સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરા કરવામાં આવશે.

૧ .  પ્રત્યેક વ્યક્તિને ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, તમામ દવાઓ વિનામૂલ્યે

૨ . ઘર વપરાશની વીજળીમાં ૩૦૦ યુનિટ માફ, રૂ. ૫૦૦ માં ઘરેલું ગેસ સિલિન્ડર

૩.  યુવાનો માટે ૧૦ લાખ સરકારી નોકરીની તક, બેરોજગાર યુવાનોને માસિક રૂ. ૩૦૦૦ નું બેરોજગારી ભથ્થું

૪ . સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ

૫.  ૩,૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થપાશે,દીકરીઓને KG થી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક

૬ . કિડની, લિવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે.

૭ . કોરોનામાં મૃત્યુ પામેલ પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. ૪ લાખની સહાય

૮ . શહેરી વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારી ગેરંટી યોજના સાથે માયા આઠ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા.ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરા કરશે કારણ કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ છે કે કોંગ્રેસે જે કહ્યું છે તે કરી બતાવ્યું છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માજીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટના બાબતે રોજ રોજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સરકારને ટકોર કરી રહી છે તેમ છતાં હજીપણ કોઈપણ મોટા માથાઓને પકડવામાં નથી આવ્યાં ઊલટાનું તેમને બચાવાઈ રહ્યાં છે તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. આજે સુપ્રિમકોર્ટે પણ મૃતકોના પરિવારોને જે વળતર આપવામાં આવ્યું છે તે પુરતું ન હોવાની ટીપ્પણી કરી છે. અમે નામદાર હાઈકોર્ટનો આભાર માનીએ છીએ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈકોર્ટને પત્ર લખીને જે જે માંગણીઓ કરવામાં આવી હતી તે બાબતને નામદાર કોર્ટે સંજ્ઞાનમાં લીધી છે. ભાજપ ૨૭ વર્ષનો હિસાબ આપવાને બદલે હવે કહી રહી છે કે, આ ચૂંટણી આવનારા ૨૫ વર્ષ માટે છે. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com